શિયાળામાં થતા અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સને રોજ માટે દૂર કરી દો આ રીતે

શિયાળામાં શું તમને સતાવે છે રુક્ષ ત્વચાની સમસ્યા તો આ ઉપાય અજમાવો

image source

શિયાળા દરમિયાન તમારી ત્વચાને આ રીતે કરો હાઇડ્રેટ

શિયાળામાં જો સૌથી વધારે તકલીફ કોઈને થતી હોય તો તે છે તમારી ત્વચા.

કારણ કે શિયાળા દરમિયાન આબોહવા સુકી રહે છે અને તેના કારણે તમારી ત્વચાને પુરતો ભેજ નથી મળી શકતો અને તેના કારણે તમારી ત્વચા રુક્ષ અને નિસ્તેજ બની જાય છે.

image source

આ ઉપરાંત જો તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી નહી લો તો શિયાળાની સુકી ઠંડી હવા તેને ઓર વધારે રુક્ષ બનાવી દે છે. પણ અમે તમને જણાવીશું કે લાંબા શિયાળા દરમિયાન તમારે તમારી ત્વચા કેવી રીતે મુલાયમ અને સ્વસ્થ રાખવી.

ગરમ પાણીએ ન નાહવું

image source

શિયાળામાં આપણને ગરમ પાણીથી નાહવું ખુબ ગમતું હોય છે. અને અહીં જ આપણે મોટી ભુલ કરીએ છે. તમને જણાવી દઈ કે ગરમ પાણીએ નાહવાથી તમારી ત્વચા ઓર વધારે ડ્રાઈ બનશે.

નિષ્ણાતોનું એવું કહેવું છે કે શિયાળા દરમિયાન જો તમે ગરમ પાણીએ નાહતા હોવ તો તમારું સ્નાન તમારે ટુંકું રાખવું. અને નાહ્યા બાદ તમારી સ્કિન પર મોઇશ્ચરાઇઝર લગાવી લેવું જોઈએ.

image source

આ મોઇશ્ચર તમે બોડી ઓઇલ, કે પછી ઉત્તમ ગુણવત્તાના બોડી લોશન દ્વારા મેળવી શકો છો. જો તમે ઇચ્છતા હોવ કે તમારી ત્વચા રુક્ષ ન બને તો તમારે નાહ્યા બાદ આ પગલું તો અપનાવવું જ જોઈએ.

આમ કરવાથી શિયાળા દરમિયાનની તમારી ત્વચાને લગતી ઘણી બધી તકલીફો દૂર થઈ જશે.

હોઠને રુક્ષતાથી બચાવવા માટે તેના પર જીભ ફેરવવાનું બંધ કરો

image source

શિયાળામાં તમારા હોઠ એટલી હદે રુક્ષ થઈ જતાં હોય છે કે તે ફાટી જાય છે અને ક્યારેક ક્યારેક તો તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. અને ઘણા લોકોને હોઠ પર જીભ ફેરવવાની ખરાબ ટેવ હોય છે.

આ ટેવ તેમના હોઠને ઓર વધારે રુક્ષ બનાવે છે. તેની જગ્યાએ તમારે તમારા હોઠ પર લીપબામ લગાવવું જોઈએ. આ લીપબામમાં SPFનું પ્રમાણ વધારે હોવું જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખવું

માત્ર ચહેરા નહીં પણ હાથ પગનું પણ તેટલું જ ધ્યાન રાખો

image source

શિયાળામાં માત્ર આપણા ચહેરાનું જ મોઇશ્ચર નથી ઉડતું પણ સમગ્ર શરીર રુક્ષ બની જાય છે જેની વધારે ખરાબ અસર તમારા હાથ તેમજ પગ પર થાય છે.

ઘણી વાર આપણે હાથ પગને એટેલી હદે અવગણીએ છે કે તે રીતસરના રુક્ષ બનીને ફાટી જાય છે તેમાં તીરાડો પડી જાય છે.

image source

રાત્રે સુતી વખતે તમારે તમારા મોઢા, હાથ અને પગ પર મોઇશ્ચરાઇઝર લગાવી લીધા બાદ તમારે તમારા પગ પર કોટનના મોજા પહેરી લેવા જોઈએ. માટે જ્યારે તમે બીજી સવારે ઉઠો ત્યારે તમારા પગ તેમજ હાથ બિલકુલ મુલાયમ અને કોમળ રહે.

SPF વાળા ઉત્પાદન વાપરો

image source

જો તમને એવુ લાગતું હોય કે શિયાળા દરમિયાન તમને તડકો વધારે નથી લાગતો અને તેના કારણે તમે SPF વાળા ઉત્પાદનો વાપરવાનું બંધ કરી દીધું હોય તો તેમ ન કરવું.

તમારે શિયાળામાં પણ ઘર બહાર નીકળો તે પહેલાં સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. કારણ કે શિયાલામાં પણ UVAનું પ્રમાણ તો ઉનાળા જેટલું જ રહે છે અને આ UVA તમારી ઉંમરને કસમયે જ વધારી શકે છે.

બેડરૂમને ભેજવાળો રાખો

image source

નિષ્ણાતોની એવી સલાહ છે કે તમારા બેડરૂમને તમારે ભેજવાળો રાખવો જોઈએ. તેના માટે તમે હ્યુમીડીફાયરનો ઉપયોગ કરી શકો છો. તે તમને આડકતરી રીતે જ તમારી ત્વચાનો ભેજ બેલેન્સ કરવામાં મદદ કરશે.

તમારા પગ કવર કરેલા રાખો

image source

તમારા પગને પણ શિયાળા દરમિયાન પુરતા મોઇશ્ચરાઇઝ્ડ રાખો. જેથી કરીને તમારી ડ્રાઇ સ્કીનના કારણે જે ડેન્ડ્રફ તમારી પગની ત્વચા પર ઉત્પન્ન થાય તે તમારા કપડાં પર ન ચોંટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ