સૂરજ પંચોલીની છલકાઈ વેદના, કહ્યું કે જિયા ખાન કેસે એમના 8 વર્ષ બરબાદ કરી દીધા

બોલીવુડની દિવંગત અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના કેસમાં હાલમાં જ નવો વળાંક આવ્યો છે. એમના મોતના કેસને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. આ મામલે અભિનેતા સૂરજ પંચોલી પર કથિત રીતે જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. તો સીબીઆઈ કોર્ટની પાસે કેસ ટ્રાન્સફર થતા સૂરજ પંચોલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.।

image soucre

સૂરજ પંચોલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જિયા ખાનના મૃત્યુ વિશે લાંબી વાત કરી. સૂરજ પંચોલીએ કહ્યું કે જિયા ખાન કેસે એમની જિંદગીના 8 વર્ષો બરબાદ કરી દીધા છે. અભિનેતાએ કહ્યું છે કે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કેસ ટ્રાન્સફર થવાથી હવે મને થોડી રાહત છે. મને લાગે છે કે શરૂથી જ આ કેસ સીબીઆઈ કોર્ટમાં હોવો જોઈતો હતો.

image soucre

સૂરજ પંચોલીએ આગળ કહ્યું કે ભલે મોડા મોડા પણ હવે આ કેસ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં આવી ગયો છે..જો કોર્ટ સુનવણી દરમિયાન મને દોષી ઠેરવે છે તો મને સજા મળવી જોઈએ અને જો હું નિર્દોષ સાબિત થાઉં છું તો પછી હું આરોપોથી મુક્ત થવાનો હકદાર છું. આ સમય મારા માટે ખૂબ જ તકલીફો વાળો રહ્યો છે. મને વિશ્વાસ છે કે દરેક સુરંગના અંતમાં પ્રકાશ હોય છે. એ મારા માટે મુશ્કેલ રહ્યો છે કારણ કે ઇન્ડસ્ટ્રી અને એની આસપાસની દરેક વસ્તુ ધારણા પર કામ કરે છે અને મારા વિશે ધારણા એવી નથી જેવી હું ઈચ્છતો હતો.

image soucre

અભિનેતાએ આગળ કહ્યું કે મારા 8 વર્ષ બરબાદ થઈ ગયા છે. હું નથી જાણતો કે હું છેલ્લા આઠ વર્ષમાં કેવી રીતે જીવતો રહ્યો. મારા પરિવારે મને એ હાલમાં જોયો છે. હું આટલા વર્ષોમાં બસ આ બધામાંથી બહાર નીકળવાની અને બધું ભૂલવાની કોશિશ કરી રહ્યો છું. એવામાં મારુ લક્ષય આગળ જોવાનું અને આગળ વધવાનું છે. હવે મને અને મારા પરિવારને આશા છે કે સીબીઆઈ કોર્ટ આ કેસમાં ઝડપ તો લાવશે.

image soucre

તમને જણાવી દઈએ કે જિયા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક હતી. 3 જૂન 2013ના રોજ એમનું શબ જુહુમા આવેલા એમના એપાર્ટમેન્ટમાં મળ્યું હતું. અભિનેત્રીએ આત્મહત્યા કરી હતી અને 6 પેજની સુસાઇડ નોટ પણ લખી હતી. પોતાની સુસાઇડ નોટમાં જિયા ખાને બોયફ્રેન્ડ સૂરજ પંચોળીનું નામ લખ્યું હતું અને એમના વિશે ઘણા ખુલાસા કર્યા હતા. એ પછી સૂરજ પંચોલી વિરુદ્ધ કેસ નોંધાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong