ઈશાંત શર્માની પત્નીએ શેર કરેલી તસવીરે અથિયા અને કેએલ રાહુલના સંબંધના ખોલ્યા રાજ

વિરાટ કોહલીની આગેવાની હેઠળ ઇશાંત શર્મા, કેએલ રાહુલ, રોહિત શર્માથી સજ્જ ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતા મહિને 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

image soucre

અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ તેમના ડેટિંગના સમાચારને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ હજી સુધી તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના બંનેના પ્રેમભર્યા ફોટા તેમના સંબંધોને સ્પષ્ટ રીતે છતી કરે છે. જો કે હવે આથિયા અને કેએલ રાહુલના નવા ફોટાએ પુષ્ટિ આપી છે કે બંને ઇંગ્લેન્ડમાં એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ વિતાવી રહ્યા છે.

image soucre

જો કે, તૈયારી કરતા પહેલા ટીમને 20 દિવસનો વિરામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓએ પરિવાર અને મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી. જેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફાસ્ટ બોલર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ એક ફોટો શેર કર્યો છે. જેના કારણે તે બહાર આવ્યું છે કે આથિયા શેટ્ટી પણ કેએલ રાહુલ સાથે ઇંગ્લેન્ડમાં છે. આ તસવીરમાં બંને ખૂબ મસ્તિમાં જોવા મળી રહ્યા છે.

image soucre

જો કે, રાહુલે આ પહેલા ઇંગ્લેન્ડમાં તેના ભાઈ અહાન સાથે મસ્તી કરતી તેની તસવીર શેર કરી હતી. પરંતુ તેની આથિયા સાથેની પહેલી તસવીર ઇંગ્લેન્ડથી બહાર આવી છે. ફોટો શેર કરતી વખતે પ્રતિમાએ કેપ્શનમાં ફિલ્મ વિજયપથનું ગીત લખ્યું હતું. તેણે લખ્યું છે કે રાહો મે ઉનસે મુલાકાત હો ગઈ.. રાહુલે આ ફોટા પર હાર્ટ ઇમોજીથી પ્રતિક્રિયા આપી. ફોટો જોઇને લાગે છે કે આથિયા શેટ્ટી સેલ્ફી લઇ રહી છે. કે.એલ.રાહુલ આથિયાની પાછળના કેમેરા તરફ જોઈને રમૂજી પોઝ આપી રહ્યો છે, જ્યારે બાકીના કેમેરા તરફ જોઈને હસતા હોય છે. સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં આથિયા અને રાહુલ વિશે વાત કરતા કહ્યું કે તેમને લાગે છે કેસ બન્ને એક સાથે શાનદાર લાગે છે.

image soucre

આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે BCCIને અથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી. નોંધનિય છે કે, ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ હતી. નોંધનિય છે કે,

image soucre

ભારતીય ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય એ પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે પ્રવાસમાં સામેલ તમામ વ્યક્તિઓનાં નામ માગ્યા હતા. જેમા પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા. આ દરમિયાન કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, અથિયા પણ સાઉથેમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયો બબલમાં રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong