કોકિલા મોદી
આજના સમયમાં ટેલીવિઝન પર સંખ્યાબંધ ચેનલ્સ આવી રહી છે જે જોઇને કોઇપણ વ્યક્તિ ગૂંચવાઈ જાય છે કે કઈ ચેનલ જોવી અને કઈ ચેનલ નહી જોવી. એટલું જ નહી જેટલી ચેનલ્સ છે એના કરતા વધારે સીરીયલ્સ આવે છે તેમાંથી ઘણી સીરીયલ્સ એવી છે જેને દર્શકો નિયમિત રીતે જોવાનું પસંદ કરે છે.

આવી જ કેટલીક સીરીયલ્સ દ્વારા વર્ષોથી આપણને મનોરંજન કરી રહેલ ચેનલ સ્ટાર પ્લસ પર અત્યાર સુધીમાં એવી ઘણી સીરીયલ્સને દર્શકો સુધી પહોચાડવામાં સફળ રહી છે જેણે આ સીરીયલ બે કે ત્રણ વર્ષ નહી પરંતુ સતત એક દશક સુધી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી છે.

આ સુપર હીટ સીરીય્લ્સની લીસ્ટમાં સામેલ સીરીયલ આ મુજબ છે.:
‘કયુંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’ , આ બન્ને સીરીયલ્સ તો ઘણી જૂની છે, પરંતુ આજના સમયમાં પણ આવી જ કેટલીક સીરીયલ્સ દ્વારા સ્ટાર પ્લસ આપણને મનોરંજન પૂરું પાડી રહી છે. આ સીરીયલ છે.:
‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ , ‘યે હૈ મહોબ્બતે’ અને ‘સાથ નિભાના સાથીયા’.

આજે અમે આપને એવા જ એક શો વિષે જાણકારી આપીશું. આ શોનું નામ છે.: ‘સાથ નિભાના સાથીયા’. ‘સાથ નિભાના સાથીયા’ શો વર્ષ ૨૦૦૯માં ટીવી ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ શોએ આશરે ૨૨૨૦થી વધારે એપિસોડ ટેલીકાસ્ટ થઈ ગયા છે. ઉપરાંત આ સીરીયલના કલાકારો પણ એટલા બધા ફેમસ થઈ ગયા છે કે તેઓને તેમના અસલી નામને બદલે સીરીયલના કિરદારના નામથી જાણવામાં આવે છે.
આ લેખમાં અમે આપને આ સિરિયલનું એક પાત્ર નિભાવતા કલાકાર વિષે જણાવીશું. ‘સાથ નિભાના સાથીયા’ સીરીયલમાં જેણે કોકિલા મોદીનું પાત્ર નિભાવ્યું હતું. આ સીરીયલમાં કોકિલા મોદી કડક અને શિસ્તમાં માનનાર ગૃહિણીના પાત્રમાં જોવા મળી છે. જેનાથી મોદી પરિવારની દરેક વ્યક્તિ બીવે છે.

કોકિલા મોદીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી રૂપલ પટેલનો કોકિલા મોદીનો લુક પણ ખુબ ફેમસ થયો છે. કોકિલા મોદીનું પાત્ર નિભાવનાર રૂપલ પટેલ પોતાની રીયલ લાઈફમાં કેવી દેખાઈ છે. તે જોઇને આપ પણ હેરાન થઈ જશો.
રૂપલ પટેલ રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે.:

આપને જણાવીએ કે સીરીયલ ‘સાથ નિભાના સાથીયા’માં કોકિલા મોદીનો કિરદાર નિભાવનાર એક્ટ્રેસ રૂપલ પટેલ પોતાની પર્સનલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે. રૂપલ પટેલએ કરિયરની શરુઆત વર્ષ ૧૯૮૫માં રીલીઝ થયેલ ફિલ્મ ‘મહક’થી કરી હતી. ત્યાર પછી રૂપલ પટેલ કેટલીક ફિલ્મો અને સિરીયલ્સમાં જોવા મળી હતી, પરંતુ રૂપલ પટેલને પોતાની ઓળખ ‘સાથ નિભાના સાથીયા’માં કોકિલા મોદીનું પાત્ર નીભાવવાથી મળી છે.
રૂપલ પટેલ સીરીયલમાં ભલે સીધી સાદી અને સંસ્કારી જોવા મળે છે પરંતુ રીયલ લાઈફમાં રૂપલ પટેલ બિલકુલ વિરુદ્ધ પર્સનાલીટી ધરાવે છે એટલે કે રીયલ લાઈફમાં રૂપલ ખુબ જ સ્ટાઈલિસ્ટ અને ગ્લેમરસ છે અને મોર્ડન કપડા પહેરવાનું પસંદ કરે છે.

ગુજરાતી પરિવારમાંથી આવેલ રૂપલ પટેલના લગ્ન થઈ ગયા છે. તેના પતિનું નામ રાધા કૃષ્ણ દત્ત છે. રૂપલ પટેલનો જન્મ ૨જી જાન્યુઆરી, ૧૯૭૫માં થયા હતા. આજે અમે આપને આ પોસ્ટમાં ૪૪ વર્ષીય રૂપલ પટેલની કેટલીક ખુબસુરત અને ગ્લેમરસ ફોટોઝ જોઈશું. જે જોઇને આપને પણ ભરોસો નહી થાય કે આ એ જ કોકિલા મોદી છે.
હાલમાંસિરિયલનો એક સીન બહુ વાઇરલ જઈ રહ્યો છે તમે પણ તમારું હસવું રોકી નહિ શકો.
View this post on Instagram
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ