મિત્રો, આપણો સમાજ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ને વધુ પડતુ મહત્વ આપતો દેશ છે. આપણા સમાજમા આજે પણ લોકો અમુક એવી પૌરાણિક પરંપરાઓને આંખે પાટો બાંધીને આંધળુ અનુસરણ કરે છે. તે પરંપરાઓના મર્મ સુધી પહોંચવાનો ક્યારેય પ્રયાસ જ નથી કરતા બસ તેનુ આંધળુ અનુસરણ કર્યા જ રાખે છે.

આ વાત આજે કરવા પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે, આજે પણ આપણા સમાજમા રહેલા ઘણા લોકો પરંપરાઓ ના નામ પર છોકરીઓ સાથે એવી અમુક દકિયાનુસી ધાર્મિક વિધિઓ કરે છે કે, જે આપણી વર્તમાન સમયની આધુનિકતા પર અનેકવિધ પ્રશ્નો ઉભા કરે છે. આજે આ લેખમા આપણે એક એવી કુપ્રથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો સંસ્કારી સમાજમા કોઈ જ અવકાશ નથી. આ કુપ્રથા છે કૂતરાઓ સાથે છોકરીઓના લગ્ન.

આપણા દેશના ઘણા એવા પછાત વિસ્તારો છે કે જ્યા પરંપરાના નામ પર સદીઓથી આ પ્રકારના લગ્નો કરવામા આવે છે. આ લગ્ન સંપૂર્ણપણે રીતી-રિવાજો સાથે કરવામા આવે છે. જેમ છોકરા અને છોકરી ના લગ્ન સમયે જે-જે રીત-રીવાજો નિભાવવામા આવે છે તે જ રીતી-રીવાજો આ લગ્નમા નિભાવવામા આવે છે.

સૌ કોઈના ઘરે લગ્ન માટે નિમંત્રણ મોકલવામા આવે છે અને બધાને જ ભાવપૂર્વક આદર સત્કાર આપવામા આવે છે. આ ઉપરાંત જે વાત હુ તમને કરવા જઈ રહ્યો છુ તેની ઉપર તો તમને થોડીવાર માટે વિશ્વાસ જ નહી આવે કે, આ લગ્નમા સંબંધીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

હવે જો આપણે આ લગ્ન પાછળના તર્ક વિશે વાત કરીએ તો તે પણ ખુબ જ વધારે વિચિત્ર છે, એવુ કહેવામા આવે છે કે જો કોઈ યુવતી પર દુષ્ટ આત્મા અથવા ભૂતપ્રેત નો સાયો હોય તો આ લગ્નના કારણે તે દૂર ભાગી જાય છે. આ સાથે જ અન્ય જે તર્ક આપવામા આવ્યો છે તે વધુ વિચિત્ર છે.
એવું કહેવામા આવે છે કે જો છોકરીના જન્મ સમયે તેના ઉપરના દાંત ઝડપથી ના આવે તો તેના પર ભૂતપ્રેતનો પડછાયો હોય તેવુ માનવામા આવે છે. આ દોષ ને દૂર કરવા માટે કુતરા સાથે લગ્ન પિતા તેની પુત્રીના લગ્ન કુતરા સાથે કરાવે છે. એવુ માનવામા આવે છે કે, એવુ માનવામા આવે છે કે, કુતરો એ યુવતી પરની કુદ્રષ્ટિ ને દૂર કરે છે અને તેની રક્ષા કરે છે.

ઘણા વિસ્તારોમા આ પરંપરા મર્યાદાને પણ પાર કરી ચુકી છે. અહીં એવુ કહેવામા આવે છે કે, જો કોઈ છોકરી અથવા છોકરાની જન્મકુંડળીમા કોઈ ખામી હોય તો કૂતરા સાથે તેના લગ્ન કરવા પડે છે. આમ, કરવાથી તેમની કુંડળીમા રહેલા તમામ દોષ દૂર થઇ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,