આ રીતે ઘરે કરો નવ ગ્રહ પૂજન વિધિ, તમારા જીવનમાં થઇ જશે એકદમ શાંતિ

જીવનમાં સુખ શાંતિ માટે કરવામાં આવતી નવગ્રહ પૂજન વિધિ વિશે જાણીએ.

image source

આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જન્મ સમયની સ્થિતિ સાથે જોડાયેલી હોય છેઆ નવ ગ્રહોની સ્થિતિને આધારે જન્મ તારીખ ,સમય અને જન્મ સ્થળને સાંકળીને જન્મકુંડળી બનાવવામાં આવે છે.

જાતકના જન્મ સમયે બ્રહ્માંડમાં રહેલા આ નવ ગ્રહની સ્થિતિ જાતકની કુંડળી પર અસર કરે છે જેને આધારે જીવનની ગતિ નિર્માણ થાય છે.જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કુંડળી પર અસર કરતા નવ ગ્રહો અને નવ ગ્રહના સ્થાનને અંતર્ગત ભવિષ્ય કથન કરવામાં આવે છે.

image source

કુંડળી પર ગ્રહ સૂર્ય, ચંદ્ર ,મંગળ ,બુધ ,ગુરુ ,શુક્ર ,શનિ ,રાહુ અને કેતુ છે.દોષના નિવારણ માટે અને ભવિષ્યની મંગલ કામના માટે આ નવગ્રહ નું પૂજન કરવામાં આવે છે જેને આપણે નવગ્રહ પૂજન અથવા તો ગ્રહશાંતિ તરીકે ઓળખીએ છીએ.

દરેક ગ્રહના અલગ-અલગ બીજ મંત્ર હોય છે અને નવગ્રહ પૂજા સમયે આ તમામ ગ્રહ ને અનુરૂપ મંત્ર જાપ કરવામાં આવે છે.

નવગ્રહ પૂજન સમયે સૌથી પહેલા ગ્રહો નું આહવાન કરી તેને પૂજામાં સ્થાપિત કરવામાં આવે છે.

સૂર્ય

image source

સૂર્યને નવગ્રહ નો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દોષના નિવારણ અર્થે ઓમ હાં હ્રીં સ: સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે. સૂર્ય ગ્રહને પ્રસન્ન કરવા માટે ઘઉં ગીત જાંબુ તેમજ ફળનું દાન કરવામાં આવે છે. સૂર્યને જળનો અભિષેક કરવાથી પણ સૂર્યની કૃપા મેળવી શકાય છે.

ચંદ્ર

image source

જાતકની કુંડળીમાં નબળો ચંદ્ર હોવાને કારણે કાર્ય સફળતા માં અવરોધ આવે છે.ચંદ્રને મજબૂત બનાવવા માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ ઉપરાંત ઓમ શ્રાં શ્રીં શ્રો ચંદ્ર આય નમઃ મંત્રનો જાપ કરવો.

મંગળ

image source

લગ્નની કુંડળીમાં મંગળ અતિ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહથી સર્જાતી સમસ્યાના નિવારણ માટે ઓમ ક્રાં ક્રીં ક્રોમ્ સ: ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવો ઉપરાંત લાલ રંગની વસ્તુઓનું દાન કરવું.

બુધ

image source

બુધ ગ્રહને પ્રસન્ન રાખવા બુધવારે મગ લીલા વસ્ત્ર અને કપૂર જેવી વસ્તુઓનું દાન કરવું ઉપરાંત ઓમ બ્રાં બ્રીં બ્રો સ: બુધાય નમઃમંત્રનો જાપ કરવાથી પણ બુધનું નડતર દૂર થાય છે.

ગુરુ

image source

કાર્યની સફળતા માટે ગુરુ પણ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે.ગુરૂ ગ્રહની ખરાબ દશા હોય તો પીળી દાળ,હળદર જેવા પીળા રંગની વસ્તુઓનું દાન કરવું. કેળાના છોડની પૂજા અર્ચના કરવાથી પણ કેટલેક અંશે ગુરુમાં રાહત મળે છે ઉપરાંત ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ: ગુરુવે નમઃ મંત્રની ઉપાસના કરવી.

શુક્ર

image source

ઓમ દ્રાં દ્રીં દ્રોં સ: શુક્રાય નમઃ મંત્રના જાપ કરવાથી તેમજ ચોખા, દૂધ, ચાંદી જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી શુક્ર ગ્રહ દોષ નું નિવારણ થઇ શકે છે.

શનિ

શનિ પાપનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાતકને તેના કર્મ અનુસાર ફળ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. શનિની પનોતી અને શનિનો દોષ વ્યક્તિના જીવનમાં હંમેશા અશાંતિ સર્જતું રહે છે.

image source

શનિને શાંત રાખવા તેલ,તલ,કાળા વસ્ત્રો ,બ્લેન્કેટ,ચંપલ જેવી ચીજ વસ્તુઓનું દાન શનિવારના દિવસે કરવું જોઈએ. ઓમ પ્રાં પ્રીં પ્રોં સ: શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ શનિ મહારાજ શાંત રહે છે.

રાહુ

image source

રાહુ નો દોષ પણ જાતક માટે ઘાતક નીવડે છે.રાહુની શાંતિ અર્થે ઓમ ભાં ભીં ભો સં: રાહવે નમઃ મંત્રનો જાપ કરવો ઉપરાંત ભૂરા રંગની વસ્તુઓનું દાન શનિવારના દિવસે કરવું.

કેતુ

image source

કેતુની પ્રસન્નતા મેળવવા અનાજ ,તેલ તથા ગરમ કપડાંનું દાન કરવું જોઈએ. ઓમ સાં સીં સોં સ:કેતવે નમઃ મંત્રનો જાપ કરવાથી કેતુના ગ્રહ દોષને શાંત કરી શકાય છે.

તમામ ગ્રહની શાંતિ અર્થે કરવામાં આવતા નવગ્રહ પૂજન વિધિનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ અને પુરાણોમાં પણ પ્રાપ્ય છે.દેવાધિદેવ મહાદેવની પૂજા ની સાથે નવ ગ્રહની પૂજા કરવામાં આવે છે.

image source

નવગ્રહ પૂજન વિધિ અનુસાર બાજોઠ પર લાલ રંગનું કપડું બિછાવી તેની પર નવગ્રહનું આહવાન કરી તેની સ્થાપના કરવામાં આવે છે.ગ્રહોના આહવાન સમયે દરેક ગ્રહ સાથે જોડાયેલ આ મંત્રની ઉપાસના કરવામાં આવે છે ઉપરાંત મંત્ર જાપ સમયે તેમને અક્ષત એટલે કે ચોખા અર્પિત કરવામાં આવે છે.

image source

બાજોટ પર ગ્રહ સ્થાપના સમયે પણ દરેક ગ્રહનું એક ચોક્કસ સ્થાન હોય છે તે મુજબ જ તેમનું આહ્વાન કરી તેમની સ્થાપના કરવી જોઈએ.

ગ્રહોના આહવાન અને સ્થાપના સમયે કરવામાં આવતો મંત્ર પાઠ.

સૂર્ય

સૌથી પહેલાં સૂર્ય ગ્રહનું આહવાન કરવામાં આવે છેસૂર્યદેવના આહવાન સમયે લાલ ચોખા અને લાલ રંગના ફૂલો હાથમાં લઇ મંત્રોચ્ચાર કરવામાં આવે છે.

image source

मंत्र

  • ॐ आ कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च ।
  • हिरण्येन सविता रथेना देवो याति भुवनानि पश्यन्‌ ॥
  • जपा कुसमसंकाशं काश्यपेयं महाद्युतिम्‌ ।
  • तमोऽरिं सर्वपापघ्नं सूर्यमावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः कलिंगदेशोद्भव कश्यपगोत्र रक्तवर्ण भो सूर्य! इहागच्छ, इहतिष्ठ
  • ॐ सूर्याय नमः, श्री सूर्यमावाहयामि स्थापयामि च।
  • ચંદ્ર

    સૂર્યદેવના આહ્વાન બાદ ચંદ્ર ની સ્થાપના કરવામાં આવે છે.ચન્દ્ર દેવ ના આહવાન સમયે સફેદ ચોખા અને સફેદ ફૂલ હાથમાં રાખવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ इमं देवा असनप्न(गुँ) सुवध्वं महते क्षत्राय
  • महते ज्येष्ठ्याय महते जानराज्यायेन्द्रस्येंद्रियाय ।
  • इमममुष्य पुत्रममुष्यै पुत्रमस्यै विश एष वोऽमी
  • राजा सोमोऽस्माकं ब्राह्मणाना(गुँ); राजा ॥
  • दधिशंखतुषाराभं क्षीरोदार्णवसम्भवम्‌ ।
  • ज्योत्स्नापतिं निशानाथं सोममावाहयाम्यहम ॥
  • ॐ भूर्भुवः स्वः यमुनातीरोद्धव आत्रेय गोत्र शुक्लवर्ण भो सोम! इहागच्छ, इहतिष्ठ
  • મંગળ

    ત્રીજા સ્થાન પર મંગળ ગ્રહનો આહવાન કરવામાં આવે છે મંગળ ગ્રહના આહવાન સમયે લાલ પુષ્પ અને લાલ ચોખા મંત્રોચ્ચાર સાથે મંગળ ગ્રહને અર્પિત કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ अग्निर्मूर्धा दिवः कुकुत्पतिः पृथिव्या अयम्‌।
  • अपा(गुँ)श्रेता(गुँ)सि जिन्वति ॥
  • धरणीगर्भसम्भूतं विद्युत्तेजस्समप्रभम्‌ ।
  • कुमारं शक्तिहस्तं च भौममावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः अवन्तिदेशोद्भव भारद्वाजगोत्र रक्तवर्ण भो भौम! इहागच्छ, इहतिष्ठ ॐ भौमाय नमः, भौममावाहयामि स्थापयामि च।
  • બુધ

    બુધ ગ્રહના આહવાન સમયે હળદરવાળા ચોખા અને ફૂલ અર્પણ કરતા મંત્રોચ્ચાર કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ उद्बुध्यस्वाग्ने प्रति जागृहि त्वमिष्टापूर्ते स(गुँ)जेथामयं च ।
  • अस्मिन्त्सधस्थे अध्युत्तरस्मिन्‌ विश्वे देवा जयमानश्च सीदत ॥
  • प्रियंगकलिकाभासं रूपेणाप्रतिमं बुधम ।
  • सौम्यं सौम्यगुणोपेतं बुधमावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः मगधदेशोद्भव आत्रेयगोत्र पीतवर्ण भो बुध! इहागच्छ, इहतिष्ठ
  • ॐ बुधाय नमः, बुधमावाहयामि, स्थापयामि च ।
  • ગુરુ

    ગુરુ ગ્રહના આહવાન સમયે પીળા ચોખા અને પીળા રંગના ફૂલ સાથે મંત્રોચ્ચાર દ્વારા ગુરૂ ગ્રહને આમંત્રિત કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ बृहस्पते अति यदर्यो अर्हाद् द्युमद्विभाति क्रतुमज्जनेषु।
  • यद्दीदयच्छवसः ऋतप्रजात्‌ तदस्मासु द्रविणं धेहि चित्रम्‌ ॥
  • उपयामगृहीतोऽसि बृहस्पतये त्वैष ते योनि बृहस्पतये त्व ।देवानां च मनीनां च गुरुं काञ्चनसन्निभम्‌ ।
  • वंदनीयं त्रिलोकानां गुरुमावाहयाम्यंहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः सिन्धुशोद्धव आडिगंरसगोत्र पीतवर्ण भी गुरो! इहागच्छ, इहतिष्ठ
  • ॐ बृहस्पतये नमः, बृहस्पतिमावाहयामि स्थापयामि च ।
  • શુક્ર

    સફેદ ચોખા તેમજ સફેદ રંગના પુષ્પ સાથે શુક્ર ગ્રહનું આવાહન કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ अन्नात्परिस्रुतो रसं ब्रह्मणा व्यपिबत्क्षत्रं पयः सोमं प्रजापतिः ।
  • ऋतेन सत्यमिन्द्रियं विपान(गुँ) शुक्रमन्धस इंद्रस्येद्रियमिदं पयोऽमृतं मधु ॥
  • हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम्‌ ।

  • सर्वशास्त्रप्रवक्तारं भार्गवमावाहयाम्यमहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः भोजकटदेशोद्धव भार्गवगोत्र शुक्लवर्ण भो शुक्र! इहागच्छ, इहतिष्ठ
  • ॐ शुक्राय नमः, शुक्रमावाहयामि स्थापयामि च
  • શનિ

    શનિ મહારાજને આમંત્રણ આપતી વખતે કાળા રંગથી રંગેલાં ચોખા અર્પણ કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये।
  • शंयोरपि स्रवन्तु नः ।
  • नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्‌ ।
  • छायामार्तण्डसम्भूतं शनिमावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः सौराष्ट्रदेशोद्धव कश्यपगोत्र कृष्णवर्ण भो शनैश्चर! इहागच्छ, इहतिष्ठ ॐ शनैश्चराय नमः, शनैश्चरमावाहयामि, स्थापयामि च ।
  • રાહુ

    રાહુના આહવાન સમયે પણ કાળા રંગના ચોખા તેમજ ફુલ હાથમાં રાખવામાં આવે છે ઉપરાંત મંત્રોચ્ચાર દ્વારા રાહુ નું આહવાન કરી તેની પર ચોખા તથા પુષ્પ અર્પણ કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ कया नश्चित्र आ भुवदूती सदावधः सखा ।
  • कया शचिष्ठया वृता ॥
  • अर्धकायं महावीर्यं चंद्रादित्यविमर्दनम्‌ ।
  • सिंहिकागर्भसम्भूतं राहुमावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः राठिनपुरोद्धव पैठीनसगोत्र कृष्णवर्ण भो राहो! इहागच्छ, इहतिष्ठ ॐ राहवे नमः, राहुमावाहयामि स्थापयामि च ।
  • કેતુ

    કેતુના આહવાન સમયે ધૂમિલ અક્ષત અને ફૂલ અર્પિત કરવામાં આવે છે ઉપરાંત કેતુનો આહવાન મંત્ર નો મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે.

    image source

    मंत्र

  • ॐ केतुं कृण्वन्नकेतवे पेशो मर्या अपेशसे ।
  • समुषद्धिरजायथाः ॥
  • पलाशधूम्रसगांश तारकाग्रहमस्तकम्‌ ।रौद्रं रौद्रात्मकं घोरं केतु मावाहयाम्यहम्‌ ॥
  • ॐ भूर्भुवः स्वः अंतवेदिसमुद्धव जैमिनिगोत्र धूम्रवर्ण भी केतो! इहागच्छ, इहतिष्ठ
  • ॐ केतवे नमः, केतुमावाहयामि स्थापयामि च ।
  • ત્યારબાદ નવગ્રહ મંત્ર નું પારાયણ કરવામાં આવે છે

    image source

    નવગ્રહ ના આહ્વાન બાદ તેમની વિધિવત સ્થાપના કર્યા બાદ તેમનું વિધિ અનુસાર પૂજન કરવામાં આવે છે .ઉપરાંત શિવની પૂજા પણ કરવામાં આવે છે.નવગ્રહ શાંતિ તેમજ શિવપૂજનથી ગ્રહ દોષનું નિવારણ થાય છે.

    અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

    વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

    આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

    – તમારો જેંતીલાલ