સ્કુલ બસ
ઘણીવાર આપણા સાંભળવામાં એવી વાતો પણ આવે છે જેને સાંભળીને આપણે એવું કહી શકીએ કે આજે પણ દુનિયામાં માણસાઈ જીવિત છે. ઉપરાંત એક છોકરીની કે મહિલાની પરિસ્થિતિને જાણવા અને સમજવા માટે હંમેશા લોકો તત્પર રહે છે. આજની છોકરીઓને પીરીયડસ સમયે ઘણો દુખાવો થતો હોય છે આ સાથે જ બ્લીડીંગની તકલીફ પણ થાય છે.

નારીને ઈશ્વરનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને સ્ત્રી ગમે તેટલા દુઃખ સહન કરીને પણ અન્ય વ્યક્તિઓને સુખ આપવાના પ્રયત્નો કર્યા કરે છે. એક મહિલા પોતાના બાળકને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. તે પોતાના પરિવાર સભ્યો પતિ, બાળકો, વૃદ્ધ માતાપિતાનું ધ્યાન પણ રાખે છે. આજે આપને આ લેખ દ્વારા આવી જ એક ઘટના વિષે જણાવીશું જેને જાણીને આપ પણ કહેશો કે, ધન્ય છે આવી માં જેણે આવી વ્યક્તિઓને જન્મ આપ્યો. તો ચાલો જાણીએ આ ઘટના વિષે જેમાં શાળાના એક છોકરાએ છોકરીને કેવી રીતે મદદ કરે છે.

આપને જણાવીએ કે આ ઘટના કઈક આવી રીતે બની. આ ઘટના એક છોકરી સાથેબને છે જયારે આ છોકરી શાળાએથી સ્કુલ બસમાં પોતાના ઘરે પાછી જવા માટે બેસી ગઈ હતી. તે સમયે આ છોકરીને પીરીયડસ શરુ થઈ જાય છે. ત્યાર પછી છોકરીને પીરીયડસ શરુ થઈ જવાથી બ્લીડીંગ શરુ થાય છે. તે સમયે સ્કુલ બસમાં તેની નજીક ઉભેલ એક છોકરો તેને ઘણી તકલીફમાં જોઈ જાય છે.

તે છોકરો પેલી છોકરી કરતા એક વર્ષ મોટો હતો. આ છોકરાએ જરા પણ સમય લીધા વગર તે છોકરીના કાનમાં કહે છે કે, ‘લે આ મારું સ્વેટર લઈ લે અને આ સ્વેટરને કમરથી નીચેના ભાગમાં બાંધી લે. પણ છોકરીને ખુબ જ સંકોચ થઈ રહ્યો હતો. આ જોઇને ફરીથી તે છોકરીને કહે છે કે તમે ચિંતા નહી કરો. મારા ઘરમાં મારે પણ સગી બહેન છે તેની સાથે પણ આવી સમસ્યા થઈ જાય છે. છોકરાની આ વાત સાંભળીને છોકરી તે છોકરા પાસેથી સ્વેટર લઈને પોતાના કમરના નીચેના ભાગને બાંધીને ઢાંકી દીધું. આમ તે છોકરી પોતાના ઘરે કોઈ પણ સંકોચ કર્યા વગર પહોચી શકી હતી.

આ છોકરીએ પોતાના ઘરે પહોચીને આ પૂરી ઘટનાની જાણકારી પોતાની મમ્મીને જણાવી તો તે છોકરીની મમ્મીએ ગુડગાંવ મોમ્સ ફેસબુક ગ્રુપમાં લખીને પોસ્ટ કરી છે અને તે છોકરાનો આભાર વ્યક્ત કરતા લખે છે કે, ‘હું તે છોકરાને ધન્યવાદ કહેવા માંગું છું જેણે ખરા સમયે આવીને મારી છોકરીની મદદ કરી અને હું તે માંને પણ ધન્યવાદ આપવા માંગીશ કે જેણે આવા સારા છોકરાને જન્મ આપ્યો અને આટલી સારી શિક્ષા આપી. તે છોકરીની માં આગળ લખે છે કે, આવી માં ને હું વારંવાર પ્રણામ કરવા માંગું છું જેણે તેના છોકરાને આટલા સારા સંસ્કાર શીખવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ