આ 5 કિક્રેટરનું કરિયર મહેન્દ્રસિંહ ધોનીના કારણે થઈ ગયું ખતમ! નામ જાણીને તમે પણ માથું ખંજવાળવા લાગશો

એમએસ ધોનીને ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ ઘણા ખેલાડીઓની કારકિર્દી બનાવી છે. પરંતુ આવા ઘણા ખેલાડીઓ છે કે જે ધોનીને કારણે વધારે વિકાસ કરી શક્યા નથી. જો કે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બીજા ઘણા એવા ખેલાડીઓ છે જેમની કારકિર્દી ધોનીને કારણે બનેલી છે. પરંતુ આજે અહીં કેટલાંક એવાં ખેલાડીઓ વિશે વાત કરવામાં છે જેમની કારકીર્દિ ધોનીને કારણે સમાપ્ત થઈ ગઇ છે.

ગૌતમ ગંભીર:

image source

ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ભારતને ઘણી મોટી સફળતા મળી છે. ગંભીરના બેટીંગના કમાલથી 2007ના ટી 20 વર્લ્ડ કપ અને 2011ના 50 ઓવર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. પરંતુ તેને જેટલી ક્રેડિટ મળવી જોઈએ તેટલી કદી આપવામાં આવી નહોતી. આ ઉપરાંત ગંભીર નિવૃત્તિ બાદ ઘણી વખત ધોની પર મોટા આરોપો લગાવતો જોવા મળે છે. ગૌતમ ગંભીર ઘણી વાર એમ પણ કહે છે કે તેની કારકીર્દિ ધોનીને કારણે પૂરી થઈ ગઈ છે.

દિનેશ કાર્તિક:

image source

દિનેશ કાર્તિકની કારકિર્દી પણ ધોનીને કારણે બગડી હોવાની વાતો થઈ રહી છે. ધોનીને કારણે કાર્તિક ટીમમાં કોઈ ખાસ તકો મેળવી શક્યો નહીં. 17 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યું મેળવનાર દિનેશ કાર્તિકે 2004માં એક વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. જો કે આ પછી 2004માં ધોનીએ ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યુ હતું અને ત્યારબાદ તરત જ દિનેશ કાર્તિક ટીમમાંથી આઉટ થયો હતો.

નમન ઓઝા:

image soucre

કાર્તિકની જેમ નમન ઓઝાની કારકિર્દી પણ ધોનીને કારણે સમાપ્ત થઈ ગઈ છે. નમન ઓઝા એ તે સમયે જ ટીમમાં સ્થાન મેળવવા જઇ રહ્યો હતો જ્યારે ધોનીએ તેની શરૂઆત કરી હતી. પરંતુ તે પછી માહીને કારણે તેને સ્થાન મળી શક્યું ન હતું. બાદમાં શ્રીલંકા સામે તેને 2010માં પ્રથમ વખત ભારત તરફથી રમવાની તક મળી હતી. આ પછી 2015માં તેણે શ્રીલંકા સામે જ તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. પરંતુ આ પછી ધોની જેણે 2019 સુધી વિકેટ કિપીંગ પર પોતાનું નામ બનાવી લીધું હતું તેણે નમન ઓઝાને વધારે તકો મળવા દીધી ન હતી.

પાર્થિવ પટેલ:

image source

ધોની પહેલા પાર્થિવ પટેલને વિકેટ કીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ધોનીનો ટીમમાં પ્રવેશ થતાં જ પાર્થિવને વધારે તકો મળી ન હતી. આ દરમિયાન પાર્થિવે આઇપીએલ જેવી ટૂર્નામેન્ટોમાં સારુ પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ પછી પણ ટીમમાં ધોની જેવા ખેલાડીની જગ્યા લેવી મુશ્કેલ હતી. મળતી માહિતી મુજબ પાર્થિવ તેની કારકિર્દીમાં કુલ 25 ટેસ્ટ મેચ રમ્યો છે.

દીપદાસ ગુપ્તા:

image soucre

બંગાળ તરફથી રમનારા દીપદાસ ગુપ્તા પણ સારા વિકેટકીપર હતા. પરંતુ બાકીના ખેલાડીઓની જેમ તેની સાથે પણ આ જ થયું હતું. આ પછી જ્યારે ધોનીએ ટીમમાં સ્થાન બનાવ્યું કે તરત દીપદાસ ગુપ્તા પોતાની જગ્યા ખોઈ બેઠો હતો. તેની કારકિર્દી ટીમ ઈન્ડિયા માટે માત્ર એક વર્ષની જ રહી શકી. હાલમાં તો તે ક્રિકેટના પ્રખ્યાત કમેંટેટરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong