ડ્રાય અને ફાટી ગયેલા હોઠને આ ઘરગથ્થુ ઉપાયોથી કરી દો એકદમ કોમળ

શિયાળામાં સ્કીન અને હોઠ ફાટી જવા, ડ્રાય થઈ જવા જેવી બાબત સમાન્ય બની જાય છે.

image source

ઘણીવાર તો ઉનાળામાં પણ ઘણા લોકો આ સમસ્યાથી હેરાન થઈ જાય છે. જો ડ્રાય થઈ ગયેલા હોઠ પ્રત્યે બેદરકારી બતાવીએ તો આ ઘા થોડી સમસ્યા પેદા કરી શકે છે.

ઘણી વાર તો આમાંથી લોહી પણ આવે છે એટલે જ જરૂરી છે હોઠની નિયમિત કાળજી અને દેખરેખ રાખવી જેનાથી આવી સમસ્યાથી છૂટકારો મળે છે.

image source

આમ, જો શિયાળામાં તમારા હોઠ પણ ડ્રાય થઇ જાય છે અને વાંરવાર ફાટી જાય છે તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે.

મધ અને ખાંડ

જેમ ચહેરા ઉપરની ડેડ સ્કીન નિકાળવી પડે છે એવી જ રીતે હોઠ પરની ડ્રાય સ્કીન કાઢવી પણ ખૂબ જ જરૂરી છે. આના માટે મધ અને ખાંડમાંથી બનાવેલ સ્ક્રબનો ઉપયોગ કરો.

image source

અડધી ચમચી ખાંડમાં 3-4 ટીપાં મધ ભેળવો અને પછી બ્રશની મદદથી એને હોઠ ઉપર લાગવો અને હળવા હાથેથી ઘસો.પછી આને પાણીથી ધોઈ લો અઠવાડિયામાં એક વાર આવું જરૂરથી કરો.

રાત્રે દેશી ઘી લગાવો

image source

હોઠને નિયમિત રૂપે મોશ્યુરાઇઝર કરો. લિપ બામ કે લિપ ગ્લોસ લગાવો. પણ આના સિવાય રાત્રે સૂતી વખતે હોઠ ઉપર દેશી ઘી લગાવો અને આખી રાત રહેવા દો. આવું કરવાથી તમારા હોઠ સોફ્ટ થઈ જશે.

મલાઈ અને ગુલાબની પાંખડી

image source

રાતના સમયે મલાઈમાં ગુલાબની પાંખડી મસળીને એની પેસ્ટ બનાવીને હોઠ પર લગાવો અને ૧૦ મિનિટ પછી હોઠ ધોઈ નાખો. હોઠ સુકાતાં બંધ થશે સાથે જ હોઠ પરની કાળાશ પણ ઓછી થશે.

શિયા બટર

image source

કુદરતી સન બ્લોક તરીકે કામ કરતું શિયા બટર હીલિંગ એજન્ટ તરીકે કામ કરશે. કુદરતી લિપબામની ગરજ સારશે.

દૂધ અને હળદરનું મિશ્રણ

image source

દૂધ અને હળદર પણ હોઠ પરની ડ્રાયનેસને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એક ચપટી હળદર લો અને એમાં 1-2 ટીપાં દૂધ મિક્સ કરો. આવું કરવાથી થોડા જ દિવસમાં ફેર પડવા લાગશે.

બદામનું તેલ

image source

બદામનું તેલ માત્ર વાળને મજબૂતી માટે જ નથી આપતું પણ સોફ્ટને સ્મૂધ હોઠ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ફાટી ગયેલા અને ડ્રાય થઈ ગયેલા હોઠ ઉપર રોજ બદામના તેલથી માલિશ કરો જરૂરથી ફાયદો મળશે.

રાઈનું તેલ

image source

રાઈના તેલને જમાનાઓથી હોઠ માટે સારું માનવામાં આવ્યું છે, પણ બહુ જ ઓછા લોકો એનો વપરાશ કરે છે. રાત્રે સૂતાં પહેલાં રાઈના તેલનાં થોડાં ટીપાં ડૂંટી પર લગાવો અને હળવેથી મસાજ કરો. એની અસરરૂપે લોહી નીકળતું હોય એવા ફાટેલા હોઠ સોફ્ટ અને સુંવાળા થઈ જશે.

મધ

image source

હોઠને મોઇસ્ચરાઇઝ કરવા માટે મધ શ્રેષ્ઠ ઉપાય છે. રાતના સમયે મધ લગાવવું બેસ્ટ છે. હોઠની સોફ્ટનેસ તો એનાથી પાછી આવે જ છે સાથે તડકાને કારણે ટેન થયેલી સ્કિનની કાળાશ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ