બ્રાહ્મણ હોવાની વાતનો ઉલ્લેખ કરવો પડ્યો સૈનાને ભારી, જાણો શું છે વિવાદ

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાના માઠા દિવસો ચાલી રહ્યો હોય તેમ તે એક નવા વિવાદમાં ફસાઈ ગયો છે. સુરેશ રૈના તેના એક વાક્યના કારણે વિવાદના વંટોળમાં ફસાય ગયો છે અને હવે લાગે છે કે સોશિયલ મીડિયા પર રૈનાના નામની ધમાલ મચી રહી છે. રૈનાનું કોમેન્ટ્રી દરમિયાન કરેલું એક નિવેદન તેને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર લાવ્યું છે.

સુરેશ રૈના જે મૂળ ઉત્તર પ્રદેશનો છે તેને તમિળનાડુ પ્રીમિયર લીગ (ટી.એન.પી.) ની પાંચમી સીઝનની શરૂઆતની મેચમાં કોમેન્ટ્રી કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટ્રી દરમિયાનના એક સવાલના જવાબમાં રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. આ વાક્યએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે રૈના આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી ? તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમું છું. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ છે. મને ચેન્નઈની સંસ્કૃતિ ગમે છે. હું ભાગ્યશાળી છું કે સીએસકેનો ભાગ બનવાની તક મળી છે. રૈના આઈપીએલના શરુઆતથી સીએસકે તરફથી રમે છે.

image soucre

સોશ્યલ મીડિયા પરના યૂઝર્સને રૈનાએ પોતાને બ્રાહ્મણ કહ્યો તે વાત પસંદ ન આવી અને શરુ થયું ટ્રોલિંગ. એક યુઝરે તેના માટે લખ્યું છે કે “સુરેશ રૈનાને પોતાના પર શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે તેણે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ કર્યો નથી, તે ઘણા વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યો છો છતાં પણ. બીજા એક યૂઝરે કહ્યું છે કે સુરેશ રૈનાએ આવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ.

સુરેશ રૈનાની કારકિર્દી

image soucre

સુરેશ રૈનાએ ભારત માટે 226 વન ડે મેચમાં 35.31 ની સરેરાશથી 5615 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 36 અડધી સદી ફટકારી છે. ટી 20 માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18 ની સરેરાશથી 1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી 20ની સદી પણ નોંધાયેલી છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે સદીની મદદથી 768 રન બનાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong