કૂતરાં મોટરગાડી પાછળ કેમ દોડે છે – કિશોરકથા – તમે પણ નહિ જાણતા હોવ આ વાત…

મંથનને બજારમાંથી નોટબુક્સ ખરીદવાની હતી તેથી તેના દાદા સાથે બજાર જવા નીકળ્યો ત્યારે બાજુવાળા સમીરભાઈ તેમની સ્વીફ્ટ ગાડી લઈને નિકળયા ને મંથન તેના દાદા સાથે સમીરભાઈની ગાડીમાં બેસી ગયો. ગાડીએ જેવી ઝડપ પકડી કે નાકાનાં કૂતરાં તે ગાડી પાછળ દોડવા લાગ્યાં થોડે સુધી દોડીને પછી પાછાં વળી ગયાં. ગાડી બજારમાંથી પરત ઘેર આવી ત્યારે પણ આવું જ બન્યું.

મંથને આવું ઘણી વખત જોએલું કે કોઈની મોટરગાડી નીકળે ત્યારે શેરીનાં જાણીતાં કૂતરાં હોય તો પણ ગાડી પાછળ દોડે. તેના મનમાં પશ્ન થયો કે આવું કેમ થતું હશે. ગાડી પડી હોય ત્યારે કશું નહીં. કૂતરાં તેની નીચે બેસે કે આજુબાજુ ફરે કે ક્યારેક ગાડી પર પીપી પણ કરી જાય. પણ દોડતી ગાડી પર જેટલો ગુસ્સો કાઢે છે તેટલો ગુસ્સો ઊભી રહેલી પર ક્યારેય નથી કાઢતાં. રાત્રે નિરાંતે મંથને તેના દાદાને આ બાબતે પૂછી જ લીધું,” તે હેં દાદા, આવું કેમ બનતું હશે? આ કૂતરાં ગાડીઓની પાછળ કેમ દોડતાં હશે? તેના દાદાની બાજુમાં ગોઠવાતાં તે બોલ્યો,”આજે વાર્તા નથી સાંભળવી મને બસ આનું કારણ સમજાવો.”

image source

“બેટા આની પાછળ એક લાંબો ઇતિહાસ છે.” તેના દાદા મજાકમાં બોલ્યા. ” મજા આવશે દાદા જે હોય તે કહો. આ સાંભળી તેની ફોઈની નાની પીન્કી પણ તેમની પાસે આવી ગઈ. ” તને ખબર છે ? એક સમયે આખા યુરોપમાં નવીનવી શોધો કરવાની હવા ચાલી હતી તેને રેનેશાંનો સમય કહેવાય છે. પરિણામ સ્વરૂપ સૌ પ્રથમ આ નાની મોટરકારની શોધ જર્મનીના કાર્લ બેંઝે કરી હતી. શરૂઆતમાં તો આવી કારને મોટાંમોટાં પૈડાં ને ઉપરથી ખુલ્લી હોય તેવી હતી.” “નાનાબાપુ, એને ટી… ટી વાગે તેવું પિંપૂલું હતું” પીન્કીએ પૂછ્યું.

” ના બેટા એને ભોં…પો વાગે એવો મોટો હોર્ન હતો. પછી તો ઘણા વર્ષો વીતી ગયાં ને તેમાં સુધારા વધારા થતા રહયા ને આવી બંધ બોડીવાળી ગાડી જર્મની અને ઇંગ્લેન્ડના રસ્તા પર દોડતી થઈ ગઈ.”‘ બે મોઢાંવાળી મોટલ ને નાના?’ પીન્કી વચમાં બોલી તેથી મંથન ખિજાઈને બોલ્યો, ‘ પીન્કી, એ બધું દાદાની વાર્તામાં આવશે તું વચમાં ડબ્…. ડબ્..ના કરને, હા દાદાજી, આગળ કહો પછી શું થયું ?’ એ જમાનામાં ઇંગ્લેન્ડના ઉમરાવો અને ધનવાન લોકો આવી ગાડીઓ લંડનના રસ્તા પર ફેરવવા લાગ્યા ને રસ્તા ધમધતા થઇ ગયા.

image source

એક વખત એવું બન્યું કે એક ડ્યુક પિન્કીએ કીધું એવી પોતાની બે મોઢાવાળી ગાડી લઈને રસ્તા પર પુરપાટ જઇ રહ્યો હતો ત્યારે બે કુરકુરિયાં તેના હડફેટમાં આવી ગયાં ને ત્યાં જ મરી ગયાં. ગાડીની હડફેટે આવેલાં બે કુરકુરિયાં એ સામાન્ય કુરકુરિયાં ના હતાં. ઇંગ્લેન્ડની રાણીએ પાળેલી એક કુતરીનાં એ ગલુડિયાં હતાં. રાણીના મહેલમાં એક રોયલ કૂતરો ને કુતરી હતાં પણ આ બેલડાને કોઈ ઓલાદ ના હતી. ‘ ઓલાદ એટલે શું દાદા?’ મંથને પૂછ્યું.

ઓલાદ એટલે સંતાન, રાણીના માનીતાં આ કૂતરા ને કૂતરીને કોઈ સંતાન ના હતું આથી એમણે ઘણી બાધાઓ રાખી ને કેટલાય વૈદ્ય અને ડોક્ટરને મળયા પછી આ બે ગલુડિયાનો જન્મ થયો હતો. ધોળા રૂ જેવાં આ ગલુડિયાં બહુ રૂપાળાં ને તેમના માબાપને બહુ વ્હાલાં હતાં. રાજમહેલનો એક નોકર એક દિવસ આ બે ગલુડિયાંને બજારમાં ફેરવવા નીકળ્યો હતો તે વખતે લંડનના એક ડ્યુકની આવી બે મોઢાવાળી મોટરકાર સાથે અકસ્માત થયો, તેમાં આ બંને ગલુડિયાં મરી ગયાં.

image source

આથી તેમનાં માબાપને બહુ દુઃખ થયું ને તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયાં. પોલીસે ફરિયાદ તો નોંધી પણ પૂછ્યું કે, ‘ ગાડી કેવા કલરની હતી તેનો નંબર શું હતો તેની વિગત આપો.’ ગલુડિયાના માબાપને આવી કાંઈ ખબર ના હતી આથી તેમણે આખા લંડન શહેરના કૂતરાંઓને ખબર પહોંચાડી કે ‘અમારા બચ્ચાંનો અકસ્માત કરનાર ગાડી શોધી કાઢો.’

ત્યાર પછી તો લંડનના કૂતરાં બધી ગાડીઓ પાછળ દોડીને ગાડીનાં પૈડાં સુંધીને અકસ્માત કરેલી ગાડી શોધવા લાગ્યાં. પણ ગાડી મળી નહીં.’ પણ હેં દાદા સૂંઘવાથી કૂતરાંને ખબર પડી જાય કે આ ગાડીએ અકસ્માત કર્યો હતો.’ મંથને પૂછ્યું. ‘,હા બેટા કુતરાને ગંધ પારખવાની શક્તિ ઘણી હોય.’

image source

એક દિવસ એક કૂતરો ખબર લાવ્યો કે બંદર પર અકસ્માત કરેલી ગાડી એણે પકડી પાડી હતી પણ તે ગાડી સ્ટીમ્બરમાં ચડાવી દેવામાં આવી હતી અને સ્ટીમ્બર થોડા સમયમાં ઉપડી ગઇ હતી.

આથી આ રોયલ કૂતરા દંપતીએ દુનિયાના બધા દેશોમાં સમાચાર મોકલ્યા કે અમારાં વ્હાલાં સંતાનોનો અકસ્માત કરનાર મોટરકાર તમારા દેશમાં આવી હોય તો શોધીને અમને જાણ કરજો. *બસ ત્યારથી દુનિયાનાં બધાં કૂતરાંઓ જે દોડતી ગાડી હોય તેને તપાસવા તેની પાછળ ભસતાં ભસતાં દોડે છે.* થોડે સુધી દોડી પોતાની હદ પુરી થાય ત્યારે દોડવાનું બંધ કરે છે. આમ પોતાના પૂર્વજનું ઋણ અદા કરવા આજે પણ કૂતરાં મોટરકાર પાછળ દોડે છે.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ