નિર્ભયાની દર્દનાક કરુણાંતિકા જાણી તમને ફાંસીની સજા ક્યાંય ઓછી લાગશે

નિર્ભયાના ડોક્ટરઃ શરીર પરથી ફાટેલા વસ્ત્રો હટાવતાં મારું હૃદય કકળી ઉઠ્યું
જાણો તે રાતની નિર્ભયાની પિડાજનક સ્થિતિ ફરજ પર હાજર રહેલા ડોક્ટરના શબ્દોમાં
ગઈ કાલે એટલે કે 20-03-2020 – શુક્રવારના દિવસને સમગ્ર દેશમાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી વધાવી લીધો હતો. કારણ કે આશરે સવા સાત વર્ષ બાદ દિલ્લીમાં જે અકલ્પનિય હેવાનિયત ભર્યો ગુનો નિર્દોશ યુવતિ પર આચરવામાં આવ્યો હતો તેના દોષિતોને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને ગુનાના ઇતિહાસમાં અત્યંત કરપીણ ઘટના માનવામાં આવે છે. અને આજે પણ લોકો આ ગુનાને યાદ કરતાં કાંપી ઉઠે છે.

જો તમને એવું લાગતું હોય કે નિર્ભયાના દોષીતોને સાત વર્ષ બાદ ફાંસી મળી ગઈ અને નિર્ભયાને ન્યાય મળી ગયો તો જરા નિર્ભયાની સારવાર કરનાર ડોક્ટરના મોઢે જાણી લો કે તે રાત્રે નિર્ભયાની હાલત કેટલી હદે કરપીણ – પીડાદાયક – કાળજુ કંપાવી નાખે તેવી હતી.
રાત હતી 16 ડિસેમ્બર 2012ની, નિર્ભયા માટે તે રાત કોઈએ કલ્પ્યું પણ નહીં હોય તેટલી હેવાનિયત ભરેલી હતી. 21 વર્ષિય નિર્ભયા પેરામેડિકલની સ્ટુડન્ટ હતી તે રાત્રે તે પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને એક ખાનગી બસ કંપનીની બસમાં મુસાફરી કરી રહી હતી અને તે મુસાફરી દરમિયાન ચાલુ બસે તેના પર ગેંગ રેપ કરવામા આવ્યો. અને જે હેવાનિયત જે બર્બરતાથી તેના પર બળજબરી કરવામાં આવી તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. નિર્ભયાએ તેના છેલ્લા દિવસોમાં જે પીડા ભોગવી છે તેની સામે આરોપીઓની ફાંસીની પીડાની કોઈ જ સરખામણી થઈ શકે તેમ નથી.

ડૉ. વિપુલ કંડવાલ કે જેમણે નિર્ભયાની સારવાર કરી હતી તેઓ પોતાના એક ઇન્ટર્વ્યુમાં નિર્ભયાની સ્થિતિ જણાવતા કહે છે.
‘16મી ડિસેમ્બરની તે રાત્રે લગભગ દોઢ વાગ્યા હતા, દિલ્લીની સફદરગંજ હોસ્પિટલના પ્રાંગણમાં એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી ઝડપથી પ્રવેશી. હું તે વખતે ઇમર્જન્સી નાઇટ ડ્યૂટી પર હતો. તાત્કાલીક ધોરણે ઘાયલની ઇમર્જન્સીમાં સારવાર શરૂ કરી દેવામાં આવી. અમારી સામે દર્દી રૂપે એક 20-21 વર્ષની યુવતી હતી, જે અત્યંત ખરાબ રીતે ઘાયલ હતી. હું તરત જ ઇમર્જન્સીમાં દર્દી સામે પહોંચી ગયો. તેના શરીર પરથી ફાટેલા કપડાં હટવ્યા અને તે જોતાં જ મારું કાળજું કકળી ઉઠ્યું.
‘મેં આવો કેસ મારા જીવનમાં પહેલીવાર જોયો હતો. મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે કોઈ આટલુ ક્રૂર કેવી રીતે થઈ શકે ? મેં લોહી વહેતું અટકાવા માટે પ્રારંભિક સર્જરી શરૂ કરી. લોહી નોહતુ રોકાઈ રહ્યું. કારણ કે રૉડથી કરવામાં આવેલા ઘા એટલા ઉંડા હતા કે મોટી સર્જરીની જરૂર હતી. આંતરડાં પણ ઉંડાણથી કપાયેલા હતા. મને નહોતી ખબર કે તે યુવતિ કોણ છે. તેટલામાં પોલિસના કેટલાએ વાહનો હોસ્પિટલમાં આવવા લાગ્યા. થોડી વારમાં મોટા અધિકારી પણ ઇમર્જન્સી બહાર આવી પહોંચ્યા. મિડિયા પણ આવવા લાગી હતી. મેં મારા સિનિયરોને તેની જાણ કરી દીધી.’
ડો. વિપુલે પોતાના વ્યવસાયિક જીવનમાં આટલો ક્રૂરતા ભર્યો કેસ ક્યારેય નહોતો જોયો

ડૉ. વિપુલ આગળ જણાવે છે, ‘મેં મારા વ્યવસાયમાં ગેંગરેપના ઘણા બધા કેસો જોયા હતા, પણ આ એક એવો કેસ હતો, જેણે મને અંદર સુધી હલાવી દીધો હતો. કેટલાએ દિવસ સુધી હું સુન્ન રહ્યો. મને સામાન્ય થવામાં ઘણો સમય લાગ્યો. ત્યાર બાદ મિડિયા અને રસ્તાઓ પર નિર્ભયાના ઐતિહાસિક આંદોલને આ કેસને એક નવી દિશા આપી. અહીં ડૉક્ટરોના અત્યંત પ્રયાસો છતાં નિર્ભયાની હાલત સુધરી નહોતી રહી.
‘માટે તેની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરોની પેનલ બનાવવામાં આવી. તેમાં હું પણ હતો. પાછળથી સ્થિતિ બગડતાં તેણીને હાયર સેંટરમાં રિફર કરવામાં આવી, જ્યાં એયર એમ્બ્યુલન્સ દ્વારા તેણીને સિંગાપુર મોકલી દેવામાં આવી. તેમ છતાં નિર્ભયાને બચાવી ન શકાઈ. તેના થોડા સમય બાદ મેં સફદરજંગ હોસ્પિટલની નોકરી છોડી દીધી. સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી તેનાથી મન થોડું હળવું થઈ શક્યું છે અને મનનો ભાર પણ હળવો થયો છે.

નિર્ભયાના પિતાએ ગઈ કાલે દોષિતોને ફાંસી મળ્યા બાદ જણાવ્યું હતું કે તેમને છેવટે ન્યાય મળ્યો ખરો તેમ છતાં તમણે સાથે સાથે એ પણ કહ્યું હતું કે તેઓ ક્યારેય શાંતિથી ઉંઘી તો નહીં જ શકે. કારણ કે આ એક માત્ર બળાત્કાર નહોતો પણ માણસમાં રહેલી છેલ્લી હદની હેવાનિયત હતી, ક્રૂરતા હતી. જે યુવતિ જ્યાં કણસી કણસીને મૃત્યુ પામી હોય ત્યાં આ આરોપીઓ માત્ર દસ જ મિનિટના કણસાટથી મૃત્યુ પામ્યા ! શું આ ખરેખર ન્યાય છે ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ