ચાંદીની ચમચી સાથે જન્મવું એ કદાચ આને જ કહેવાતું હશે, શું નસીબ છે ખરેખર…

આપે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘ચાંદીની ચમચી લઈને જન્મ લેવો’, કેટલાક લોકોની કિસ્મત એવી જ હોય છે જ્યારે કોઈને જન્મ થતા જ કરોડોની પ્રોપર્ટી તેમના નામે પહેલે થી જ હોય છે. આવા લોકોને ખબર નથી હોતી કે મેહનત કોને કહેવાય અને ગરીબી શુ કહેવાય છે. કઇક આવું જ થયું જયપુરના રહેવાસી ૨૦ વર્ષના રાજકુમાર પદ્મનાભ જે જયકુમારીની રાજકુમારી દિયાકુમારી અને નરેન્દ્ર સિંહનો દીકરો છે પદ્મનાભ યુવા રાજકુમાર છે. જેમના દાદાએ પોતાની મૃત્યુથી પેહલા જ પદ્મનાભની ઉંમર ફક્ત ૪ વર્ષની ઉંમર માં જ ૨૦૦૦૦ કરોડની સંપત્તિ તેમના નામે કરી દીધી હતી. ૨૦વર્ષની ઉંમરમાં લોકો વિચારતા હોય છે કે આગળનું ભણતર કેવીરીતે કરે અથવા પછી તેમણે કરિયરમાં એવું શું કરવું કે તેમની આગળની જિંદગી નીકળી જાય, પરંતુ ૨૦ વર્ષની ઉંમરમાં ૨૦૦૦૦કરોડનો મલિક છે આ છોકરો, તેની લાઈફ સ્ટાઇલ સાંભળીને તમારા હોશ ઉડી જશે.

રામ નિવાસ નામના મહેલમાં પદ્મનાભ સિંહનું પોતાનું અંગત એપાર્ટમેન્ટ છે અને આ એ જ જગ્યા છે જ્યાં તેમના દાદા સવાઈ માનસિંહ રહેતા હતા. તેમાં બેડરૂમ, ડ્રેસિંગરૂમ, પ્રાઇવેટ ડાઇનિંગ રૂમ સિવાય પ્રાઇવેટ કિચન, હોલ, પુલ પણ ખાસ કરીને બનાવાયો છે. પદ્મનાભ ભારતના આઇકોન કહેવાતા અજમેરની મેયો કોલેજમાં પોતે ભણ્યા છે ત્યારબાદ તેઓ ન્યૂયોર્ક યુનિવર્સીટી આગળનું ભણતર પૂરું કર્યું.


ત્યાર બાદ ફરી વર્ષ ૨૦૧૮માં પદ્મનાભે એક પ્રાઇવેટ યુનિવર્સીટી માંથી આટર્સ ભણવા રોમ ચાલ્યા ગયા. જ્યાં તેમણે પોતાની એડવેન્ચર ટ્રીપ પણ પુરી કરી. પદ્મનાભને મોડલિંગ કરવાનો ખૂબ શોખ છે અને તેમને ફરવાની દિલચસ્પી તમે તેમના સોશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સરળતાથી જોઈ શકો છો. તેઓ જ્યાં પણ ફરવા જાય છે ત્યાંની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દે છે.


પદ્મનાભ અત્યાર સુધી ઇટલી, સ્પેન, સાઉથ આફ્રિકા, પેરુ, કોલમ્બિયા અને પોર્ટુગલ જેવી ઘણી બધી જગ્યાઓ ફરી ચુક્યા છે. ઘણી બધી એડવેન્ચર્સ જગ્યાઓ પર જઈને તસ્વીર લીધી છે અને પોતાના શોખ પુરા કર્યા છે. પદ્મનાભ વેલ એજ્યુકેટેડ મેન બની ગયા છે અને આ સાથે જ પોતાના બધા શોખ પુરા કરે છે એવું એટલે પણ છે કેમકે તેમના પર કંઈક કરવાની ખાસ કોઈ જવાબદારી નથી.


પોલો રમવાનો ખૂબ શોખ ધરાવે છે.
૧૨ જુલાઈ, ૧૯૯૮ માં જયપુરમાં જન્મેલ પદ્મનાભ સિંહને એક ભાઈ અને એક બહેન પણ છે. પદ્મનાભના દાદા સવાઈ માનસિંહ અને તેમના પરદાદા માનસિંહ પણ ખૂબ સારા પોલો પ્લેયર્સ રહ્યા છે અને પદ્મનાભ પણ તેમની જેમ પોલો રમવામાં કુશળતા ધરાવે છે. રાજા પદ્મનાભ વર્લ્ડ કપ પોલો ટીમ ના સૌથી યુવા ખિલાડી છે. જેમણે ભારતીય ઓપન પોલો કપમાં સૌથી યુવા ખિલાડી બનીને જીત પ્રાપ્ત કરી. આ સાથેજ તેઓ ભારતની પોલો ટીમ ના કપ્તાન પણ બન્યા જે ૨૦ વર્ષ પછી ઇંગ્લેન્ડમાં રમી રહી હતી.