આ ચીજોને દૂધમાં ભેળવીને તમારા ચેહરા પર લગાવો અને તમારો ચેહરો સુંદર બનાવો

તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે દૂધ ઘણું વધારે ફાયદાકારક છે, તો ચાલો આપણે જાણીએ કે દૂધ તમારા ચહેરાને કેવી રીતે વધુ સુંદર બનાવે છે. દૂધ એક નિસ્તેજ ત્વચાને પણ તેજસ્વી બનાવે છે અને તમારા ચહેરાને ગ્લોઈંગ બનાવે છે.

image source

આ માટે દૂધમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ત્યારબાદ તેને રાત્રે સુતા પહેલા તમારા ચેહરા પર લગાવો. આ ઉપાયનો નિયમિત ઉપયોગ કર્યા પછી, તમે એક અઠવાડિયા પછી જોશો કે તમારો ચહેરો એકદમ ગ્લોઈંગ થઈ જશે. તમે તમારી સુંદરતા વધારવા માટે શું નથી કરતા, વિવિધ પ્રકારનાં ક્રિમ લગાવો છો, પરંતુ કેટલીકવાર તમને તેનાથી એલર્જી થઈ શકે છે.

image source

તમારા ચેહરાની સુંદરતા વધારવા માટે દૂધથી વધુ સારું કંઈ નથી અને દૂધથી ફાયદો તો થાય જ છે પણ તેની ખાસ વાત એ છે કે તેને લગાવવાથી ચેહરા પર કો નુકસાન થતું નથી. દૂધમાં પ્રાકૃતિક ચિકાસ હોય છે જે ત્વચાને કોમળ રાખી શકે છે, તે નિર્જીવ ત્વચા પણ સુંદર બનાવે છે અને તમારી ત્વચાને એક અલગ દેખાવ આપે છે. તમારા ચેહરાની સુંદરતા વધારવા માટે ફક્ત દૂધનો ઉપયોગ જ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો માત્ર સાદું દૂધ કોટન મદદથી તમારા ચેહરા પર લગાવો અથવા તમે તેમાં થોડું ગુલાબજળ પણ ઉમેરી શકો છો.

image source

જો તમારા ચહેરા પર વારંવાર ખીલ આવે છે, તો દૂધમાં થોડું મીઠું નાખીને લગાવવાથી ફાયદો થાય છે, છ અઠવાડિયા સુધી દિવસમાં બે વાર દૂધ અને મીઠાના મિક્ષણની માલિશ કરવાથી ફાયદો થશે. હોઠની સુંદરતા માટે હોઠ પર નિયમિતપણે દૂધ લગાવો, તેનાથી હોઠની કાળાશ દૂર થાય છે અને તે હોઠ ગુલાબી થઈ જાય છે, અત્યારે શિયાળાના દિવસો દરમિયાન દરેક લોકોને હોઠ ફાટવાની સમસ્યા હોય છે આ સમસ્યા દૂર કરવા માટે દરરોજ રાત્રે સુતા પેહલા તમારા હોઠ પર થોડું દૂધ લગાવો અને સવારે ઉઠીને તમારા હોઠ ધોઈ લો. એક અઠવાડિયા સુધી આ ઉપાય નિયમિત કરવાથી શિયાળાની ઠંડીમાં તમારા હોઠ નહીં ફાટે. ચહેરાની ચમક જાળવવા માટે હળદર પાવડરને દૂધની મલાઈમાં મિક્સ કરો અને તેને ચેહરા પર લગાવો. આ તમારા ચેહરાની ચમક વધારશે.

image source

ચેહરા પરની કરચલી દૂર કરવા માટે પણ તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચણાનો લોટ, થોડું દૂધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો, પછી નવશેકા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. અઠવાડિયામાં 3 વાર આ ઉપાય અજમાવવાથી ચેહરા પરની કરચલી દૂર થશે.

image source

ઘણા લોકો તૈલીય ત્વચાથી પરેશાન હોય છે આ સમસ્યા દૂર કરવા માટે એક મોટી ચમચી મુલતાની માટી અને પેસ્ટ બનાવવા માટે તે પ્રમાણમાં દૂધ લો. ત્યારબાદ આ બંને ઘટકોને સારી રીતે મિક્સ કરી ચેહરા અને ગળા પર લગાવો અને જયારે તે પુરી રીતે સુકાય જાય પછી તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી તમારી તૈલીય ત્વચાની સમસ્યા દૂર થશે અને તમારો ચેહરો એકદમ સાફ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ