ઓવન વિના જામ બિસ્કિટ – ઘર માં મળતી સામગ્રી થી બનાવો બાળકોના મનપસંદ બિસ્કિટ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “નાના બાળકોના મનપસંદ એવા ઓવન વિના જામ બિસ્કીટ એ પણ ઘરમાં જ મળતી સામગ્રીથી” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા બાળકોને બિસ્કીટ ખૂબ જ પ્રિય હોય છે.ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ સોફ્ટ બનશે.

લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા બિસ્કીટ બાળકોને જયારે પણ બપોરે ભૂખ લાગે ત્યારે ઘરે જ બનાવી આપો ખુશ ખુશ થઈને ખાવા લાગશે.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો હંમેશા એજ બિસ્કીટ ખાધા કરશો.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.તમને આ રેસિપી કેવી લાગી?? તમારા સજેશન તથા અભિપ્રાય અમને ચોક્કસ કહેશો.વિડીયો ગમે તો સૌને બતાવશો.

સામગ્રી :

  • ૧ કપ મેંદો
  • ૧/૪ કપ ઘઉં નો લોટ
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૨ કપ ઘી
  • ફ્રૂટ જામ

રીત :

૧. એક બોઉલ માં ઘી અને ખાંડ મિક્સ કરી ને બિટર ની મદદ થી રંગ બદલે ત્યાં સુધી ફીણી લો.

૨. હવે આ મિશ્રણ ને મેંદા માં મસળી મસળી ને મિક્સ કરી લો.

૩. બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ઘઉં નો લોટ ઉમેરી ને વધુ મસળી લો.

૪. હવે કઢાઈ માં મીઠું પાથરી ને ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકી ને એને ધીમા તાપે ૧૫ મિનિટ જેવું ગરમ કરી લો.


૫. કઢાઈ માં મૂકી શકાય એવી એક પ્લેટ માં ઘી લગાડી લેવો.

૬. હવે લોટ ના મિશ્રણ માં થી સરખા માપ ના નાનખટાઈ જેવા બિસ્કિટ દબાવી ને તૈયાર કરી ને પ્લેટ પર ગોઠવી દેવા.

૭. એક ગોળ ચમચી કે પછી અંગુઠા ની મદદ થી દરેક બિસ્કિટ માં ખાડો કરી લેવો.

૮. હવે દરેક ખાડા માં જામ ભરી દેવો.

૯. હવે કઢાઈ ગરમ થઇ જાય એટલે એમાં આ પ્લેટ મૂકી ને ઢાંકી ને ૪૦ મિનિટ સુધી ધીમા તાપે ગરમ થવા દેવું.

૧૦. ૪૦ મિનિટ પછી બિસ્કિટ ને એક જાળી પર કાઢી ને ઠંડા થવા દેવા.

૧૧. હવે આ બિસ્કિટ તૈયાર છે, એને એક એરટાઈટ ડબ્બા માં ભરી ને રાખવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.