આ એક્સેસાઇઝ તમારા સ્ટ્રેસને કરી દેશે દૂર, જાણો કેવી રીતે ઘરે કરશો

વ્યાયામ દ્વારા આ રીતે તમારી માનસિક તાણ કરો દૂર

image source

મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા અપનાવો આ એક્સરસાઇઝ

વ્યાયામ તમને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ મદદ કરે છે. તે તમારી માનસિક તાણને દૂર કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.

image source

આજ કાલ પોતાના કામમાં સમાજમાં પોતાના સંબંધોમાં વ્યસ્ત રહેતા વ્યક્તિની એક વણકહી સમસ્યા છે અને તે છે તેમની માનસિક તાણ તેઓ કોઈને કોઈ રીતે દીવસ દરમિયાન કોઈક એક સમયમાં તો ચોક્કસ સ્ટ્રેસ અનુભવે છે.

તે પછી તેમના સંબંધોને કારણે હોઈ શકે કે પછી તેમના આર્થિક વ્યવહારના કારણે હોઈ શકે અથવા તો તેમના કામના સ્થળ પરના વાતાવરણના કારણે હોઈ શકે છે. પણ તમારી આ માનસિક તાણ તમે કેટલીક એક્સરસાઇઝ દ્વારા દૂર કરી શકો છો. તે તમારા મૂડને પણ બુસ્ટ કરે છે અને તમને એક અનોખો આત્મવિશ્વાસ પણ આપે છે.

image source

તો ચાલો જાણીએ કેવા પ્રકારનો વ્યાયામ તમારી માનસિક તાણને દૂર કરવામાં તમને મદદ કરે છે

સૌ પ્રથમ તો એ જાણવું જોઈએ કે વ્યાયામ કરવાથી એવું શું થાય છે કે તમારો મૂડ બુસ્ટ થાય છે તમને મનોબળ પ્રાપ્ત થાય છે તમે તમારી જાતને શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તાજી અનુભવો છો.

વાસ્તવમાં તમે જ્યારે ઇન્ટેન્સ વર્કઆઉટ કરો છો ત્યારે તમારું મગજ કેટલાક હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જેને એન્ડોર્ફીન્સ કહે છે.

image source

આ હોર્મોન્સ તમારા મૂડને સુધારે છે તમારી ઉર્જાને વધારે છે તેમ જ તમારી યાદશક્તિને પણ બળવાન બનાવે છે. આ મનને સારું લગાડતા કેમિકલ તમારા પ્રદર્શનને પણ બુસ્ટ કરે છે.

જેમ તમારું મગજ રીલેક્સ થાય છે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમારામાં વેલ-બિંગની લાગણી વધે છે.

image source

તેનાથી તમારામાં તમે સંપુર્ણ છો તેવી લાગણી પણ ઉદ્ભવે છે, જે આજ કાલના પ્રતિસ્પર્ધાવાળા સમયમાં ડીપ્રેશન, ટેન્શન તેમજ ગુસ્સામા રહેતા લોકોમાં ઘણી ઓછી જોવા મળે છે. માનસિક તાણ તમારા શરીરના સ્નાયુઓને પણ તાણમાં રાખે છે અને તેમને એક હદ કરતાં વધારે હલવા નથી દેતા.

પણ વ્યાયામ દ્વારા તમારા શરીરના સ્નાયુઓ લવચીક બને છે.

જો કે તમારે એટલું જાણી લેવું જોઈએ કે તમે સતત સ્ટ્રેસમાં રહેતાં હોવ અને અવારનવાર ડીપ્રેસ થઈ જતાં હોવ તો તેના માટે કાયમી ઉપાય એ આ વ્યાયામ નથી પણ આ વ્યાયામ તમારી આ સ્થિતિને વણસતા એટલે કે વધારે ખરાબ થતાં અટકાવે છે.

image source

એક અભ્યાસ પ્રમાણે જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેમનો મૂડ વધારે સ્થિર રહે છે એટલે કે તેઓ ક્યારેક દુઃખી, ક્યારેક સુખી, ક્યારેક નિરાશ ક્યારેક હતાશ એવું નથી થતું અથવા કહો કે સામાન્ય લોકો કરતાં તેમનામાં આ અસ્થિરતા ઓછી જોવા મળે છે.

તેમજ તે લોકો પોતાના ટેન્શનને, પોતાના અવસાદ તેમજ ગુસ્સાને સારી રીતે હેન્ડલ કરી શકે છે.

image source

ઉપર જણાવ્યું તેમ વ્યાયામ એ ટેમ્પરરી સોલ્યુશન ભલે લાગતું હોય પણ એક અભ્યાસ પ્રમાણે જો તમે તેને પારંપરિક દવાઓ તેમજ કોગ્નીટીવ બીહેવિયરલ થેરાપી સાથે ચાલુ રાખો તો તેમના ડીપ્રેશનમાં ઘણો સુધારો જોવા મળશે.

સંશોધકોના કહેવા પ્રમાણે દીવસ દરમિયાન માત્ર 30 મિનિટનો વ્યાયામ પણ તમારા મૂડ પર હકારાત્મક અસર ઉપજાવવા માટે પુરતો છે. હવે એ જાણીએ કે કેવા પ્રકારનો વ્યાયામ તમારા મૂડને સુધારી શકે છે.

યોગ

image source

યોગને ખાસ કરી આધ્યાત્મિક રીતે અને શારીરિરક રીતે ઘણો લાભપ્રદ માનવામાં આવે છે. તેમાં ધ્યાન, શ્વાસોચ્છ્વાસનો વાયાયામ અને કેટલાક શારીરિક અંગભંગિમાઓને સમાવેશ થાય છે.

યોગમાં કેટલાક એવા આસનોનો સમાવેશ થાય છે જેનાથી ટેન્શન દૂર થાય છે. વિન્યાસા આસન પણ તેવા જ આસનનો પ્રકાર છે.

image source

તેનાથી તમારા કડક બની ગયેલા સ્નાયુઓ લવચીક બનશે, તમારા શરીરની સાથે સાથે મનના ટેન્શન પણ છુટ્ટા થશે તેમજ તમને એક સારા હાલચાલની લાગણી થશે. યુ.એસ.એમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે નિયમિત યોગાસનો કરવાથી ચિંતા, તાણ, અવસાદ વિગેરેના લક્ષણોમાં ઘટાડો થાય છે.

તાઈ ચી

image source

તાઈ ચી એક પરંપરાગત ચાઈનીઝ વ્યાયામ છે, એક અભ્યાસ પ્રમાણે આ વ્યાયામનો નિયમિત અભ્યાસ કરવાથી પણ માનસિક તાણ, ચિંતા દૂર થાય છે. આ પ્રકારનો વ્યાયામ કરવા માટે તમારે વધારે પડતાં શારીરિક બળની જરૂર નથી પડતી.

image source

તેના માટે તમારે મોટે ભાગે તમારા શ્વાસોચ્છ્વાસની ગતિ પર કેન્દ્રીત થવાનું હોય છે. તાઈ ચીનો નિયમિત અભ્યાસ કરવાથી તે તમને અંદરથી હીલ કરે છે અને તમારી અંદર રહેલી ઉર્જાને મેનેજ કરે છે.

એરોબિક એક્સરસાઇઝ

એરોબિક એક્સરસાઇઝમાં, દોડવું, સ્વિમિંગ કરવું, સાઇક્લીંગ, ઝડપથી ચાલવા વિગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની એક્સરસાઇઝ તમારા મગજમાં એન્ડોર્ફીન્સ હોર્મોન ઉત્પન્ન કરવા માટે યોગ્ય છે.

image source

તેનાથી ડીપ્રેશનમાં તેમજ ચિંતામાં ઘટાડો થશે. જો તમને કોઈ રમત રમવી ગમતી હોય તો તમે તેની કમ્પીટીશન કે પછી ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ