શિયાળું સ્પેશિયલ બહાર મળે એવો જ મિલ્ક મસાલો બનાવો ઘરે ધ્યાન રાખો આટલી પરફેક્ટ ટિપ્સ

આજે આપણે શિયાળુ સ્પેશિયલ બહાર મળે એવો જ મિલ્ક મસાલો. તો તેના માટે આપણે ધ્યાનમાં રાખવાની પરફેક્ટ ટિપ્સ જોઈશું. આ મિલ્ક મસાલો જ્યારે આપણે બહારથી આવતા હોય ત્યારે બહુ મોંઘુ આવતું હોય છે. આપણને એમ થતું હોય કે શિયાળામાં આ મોટો ખર્ચો આવી જતો હોય છે. તો આપણે ઘરે જ મિલ્ક મસાલો કેવી રીતે બનાવો તેની રીત જોઈશું.અને તેની ટિપ્સ પણ જોઈશું.

1- સૌથી પહેલાં તો બદામ, કાજુ અને પિસ્તા લઈશું. આ ત્રણ વસ્તુ ને આપણે બેઝ બનાવીશું. ઘણા લોકો કાજુ લેતા હોય છે અને ઘણા લોકો કાજુ અને બદામ લેતા હોય છે આપણે ત્રણે વસ્તુ લઈશું. તેનું કારણ છે કે બદામ અને પીસ્તા જે છે બદામ સ્વાદ આપશે.


2- હવે કાજુ જે છે તે થિકનેસ આપશે. જ્યારે આપણે દૂધ પીતા હોય ત્યારે ઘટ્ટ દૂધ હોય તો કેટલી મજા આવે પીવાની. ગરમાગરમ થીક દૂધ હોય તો પીવાની બહુ જ મજા આવે છે. અને પિસ્તા છે તે સરસ મજાનો કલર આપશે.તો ત્રણ ચમચી કાજુ લેવાના.અને તેની સામે બે ચમચી બદામ અને એક ચમચી પિસ્તા લેવાના.હવે આ ત્રણેય વસ્તુ ને શેકી લઈશું.

3- બધા આ મસાલો ઘરે બનાવતા જ હોય છે.તો ઘણા લોકો ફ્રિજ માંથી કાજુ કાઢે અને ક્રશ કરી લેતા હોય છે. તેની અંદર બાકીના મસાલા ઉમેરી ક્રશ કરી લેતા હોય છે. પણ એમાં ચાલો થોડા દિવસ રાખશો તો પછી તેમાં એક જાતની તેલ ની વાસ આવવા લાગશે. કાજુ અને બદામનું તેલ છૂટું પડે છે. છૂટું પડેલા તેલની વાસ આવતી હોય છે.

4- જ્યારે તમે મસાલો બનાવતા હોય ત્યારે બદામ, કાજુ અને પિસ્તાને સૌથી પહેલા શેકી લેવાના. ત્રણેય ભેગા શેકી લેશો તો પણ ચાલશે. બહુ વધારે પ્રમાણમાં નથી શેકવાના ગુલાબી રંગ ના એવા નથી શેકવાના પણ તે થોડા કડક થાય તેવા શેકી લેવાના. સૌથી પહેલા પેનને ગરમ કરી બેથી ત્રણ મિનિટ શેકી લેવાના. શેકવાથી તેનો પાવડર પણ બહુ સરસ થશે. આ મસાલો લાંબો ટાઈમ સુધી ટકી રહેશે. અને કોઈપણ જાતની વાસ પણ નહીં આવે.


5- હવે આપણે ત્રણ ચમચી કાજુ ત્યારબાદ બે ચમચી બદામ અને એક ચમચી પિસ્તા આ ત્રણે વસ્તુ લેવાની છે તેની સાથે બે ચમચી ખાંડ ઉમેરી શું. પછી એક ચમચી ઇલાયચી પાઉડર લઈશું જો તમે આખી ઈલાયચી લેતા હોય તો તેને પણ શેકી લેવાની છે. અથવા તમે ઈલાયચી પાવડર પણ લઈ શકો છો. આ બધું મિક્સર જારમાં લઈ લઈશું. ત્રણેય ડ્રાયફ્રુટ ઠંડા પડી જાય એટલે મિક્સરમાં લઈશું. અને જ્યારે તમે ખાંડ લો ત્યારે તેને આખી જ ખાંડ લેવાની છે. દળેલી ખાંડ નથી લેવાની. જ્યારે મસાલો પિસાસે ત્યારે એ મસાલો બહુ સરસ બનશે.

6- હવે આ મસાલો તમે દૂધ માં ઉમેરશો તો ત્યારે તે ઉપર નહીં રહી જાય.સરસ રીતે દૂધ માં ભળી જશે. કારણ કે તેની અંદર ખાંડ ઉમેરી છે. હવે એક ચમચી ઈલાયચી પાવડર, 12 થી 15 તાતના કેસર લઈશું.હવે પા ચમચી જાયફળ પાઉડર લઈશું.અને પા ચમચી જાવંત્રી પાવડર લઈશું. હવે આ બધી વસ્તુ ને ક્રશ કરી લેવાની.હવે ક્રશ કરતી વખતે શું ધ્યાન રાખવાનું કે એકદમ ક્રશ કરીને ફાસ્ટ નથી કરવાનું. ચાલુ-બંધ ચાલુ-બંધ કરીને ક્રશ કરવાનું છે.


7- જેથી જે પાવડર બનશે તે સરસ ડ્રાય બનશે.જો વધારે વાર મિક્સર ચાલુ રાખશો તો તે ડ્રાયફ્રુટ માંથી તેલ તો છૂટું પડવાનું જ છે.એટલે વધારે પ્રમાણમાં તેલ છુટુ પડશે.અને તમારો મસાલો કોરો નહિ બને અને ભીનો બની જશે. એટલે કે ભેગો થઈ જશે. અને તમે દૂધમાં ઉમેરશો તો મજા નહિ આવે. એટલે તમે જ્યારે મસાલો બનાવતા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કે મિક્સર જાર ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું.એટલે મસાલો સરસ બનશે. કલર પણ સરસ બહાર જેવો જ આવશે.

8- જ્યારે તમે દૂધમાં ઉમેરશો તો સ્વાદ પણ બહાર જેવો જ મળશે.તો હવે ચોક્ક્સ થી આ મસાલો ઘરે જ બનાવજો. કાજુ બદામ અને પીસ્તા શિયાળામાં બધાના ઘરમાં હાજર તો હોય જ છે. અને મસાલો ઈઝીલી ઘરે બનાવી શકો છો. તો શા માટે બહારથી લાવવાનું? તો હવે આ મસાલો તમે ચોક્કસ ઘરે બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.