નિર્ભયા કેસ: છેલ્લી 30 મિનિટ આ રીતે ક્રુર દોષિતો જીવ માટે કરગર્યા, વાંચો તમે પણ

નિર્ભયાના ક્રૂર દોષીની છેલ્લી ત્રીસ મિનિટ કેવી રીતે ગઈ ? – જીવ માટે કરગર્યા

image source

નિર્ભયા પર જે ક્રૂર રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો તેનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. આજે વહેલી સવારે 7 વર્ષ બાદ છેવટે નિર્ભયાને અને તેના પરિવારને ન્યાય મળી ગયો. 20મી માર્ચ 2020ની વહેલી સવારે 5.30 વાગે કોર્ટ દ્વારા નક્કી કરેલા સમયે છેવટે તે ક્રૂર દોષિતોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આમ જોવા જઈ તો નિર્ભયા સાથે જે ક્રૂરતા આચરવામાં આવી હતી તેની સામે આ ફાંસીની સજા કંઈ જ ન કહેવાય.

image source

પણ તેમ છતાં તમને જણાવીએ કે આ અસૂરોની છેલ્લી ત્રીસ મિનિટ કેવી રીતે પસાર થઈ હતી. તમને કદાચ ખ્યાલ જ હશે કે ગઈ કાલ સુધી આ દોષિતોએ ફાંસીથી બચવા માટે પ્રયાસ કર્યા હતા પણ તેમનો તે અંતિમ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. હવે તેમની પાસે રોવા-ભીખ માગવા સીવાય કોઈ જ આરો નહોતો જો કે તેની પણ કોઈ દરકાર કરવાનું નહોતું. આખરે મોત સામે દેખાતા તેઓ રોવા કકળવા લાગ્યા અને રીતસરના જમીન પર આળોટવા લાગ્યા હતા. પણ છેવટે પ્રજાને આ સુખના સમાચાર મળ્યા અને છેવટે તેમને સૂળીએ લટકાવી દેવામાં આવ્યા.

ચારે અસૂરોને એક સાથે ફાંસીએ લટકાવ્યા

image source

જેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચારે ગુનેગારોને એક સાથે જ ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા. તેના માટે તિહાર જેલના ત્રણ નંબરના ફાંસીના બે તખ્તાઓ પર ચાર ફાંસીના ફંદા લટકાવવામાં આવ્યા હતાં. ચારેને ફાંસીએ એક સાથે લટકાવવા માટે બન્ને લીવર એક સાથે જ ખેંચવા પડે તેમ હતાં માટે એક લીવર મેરઠથી આવેલા જલ્લાદ પવને ખેંચ્યુ હતું અને બીજા લીવરને જેલના સ્ટાફે ખેંચ્યું હતું. તમને જણાવી દઈએ કે જલ્લાદને આ ફાંસીઓ આપવા બદલ રૂપિયા 60,000નું મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે.

વાંચો આખો ઘટના ક્રમ

image source

સવારે 3.15 વાગ્યે ઉઠાડવામાં આવ્યાઃ

છેવટે ઘણીએ અરજીઓ તેમજ અપીલો કરીને ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ. 20-03-2020ના રોજ સવારે 3.15 વાગે ચારેયને ઉઠાડવામાં આવ્યા. જો કે તેમને ઉઠાડવાની જરૂર પડે તેમ નહોતી કારણ કે જેમને બીજા દિવસે વહેલી સવારે ફાંસી મળવાની હોય અને જેને પોતાના કર્યાનો કોઈ પછતાવો ન હોય પણ મોતથી ભયભીત હોય તો તેને ઉંઘ તો આવવાની જ નહોતી.

તેમને ઉઠાડ્યા બાદ તેમનો નિત્યક્રમ પૂરો કરાવવામાં આવ્યો, તેમને નાહવા માટે કહેવામાં આવ્યું. ત્યાર બાદ તેમને ચા પીવડાવવામાં આવી ત્યાર બાદ તેમની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી.

image source

ફાંસી માટે તૈયાર કરવામાં આવ્યા

ત્યાર બાદ તેમને તેમની કોટડીમાંથી બહાર લઈ જઈને સફેદ કૂર્તા-પાયજામાં પહેરાવવામાં આવ્યા. ત્યાર બાદ તેઓના હાથ પાછળથી બાંધી દેવામાં આવ્યા. પણ તેમાંના બે દોષિતોએ તેમના હાથ નહીં બાંધવા દેવાની અરજ કરી પણ પ્રોટોકોલ તો ફોલો કરવો જ પડે. તેમનું કશું જ સાંભળવામાં ન આવ્યું અને તેમના હાથ બાંધી દેવામા આવ્યા.

મોતના ભયથી આરોપી જમીન પર આળોટવા લાગ્યો

image source

ક્રૂર ગુનો કરતી વખતે જેનું રુંવાડું પણ નહોતું ફરક્યું તે આરોપી હવે મોતના ભયથી એટલો થથરી ગયો હતો કે તે ફાંસીના માચડે ચડતા પહેલાં રીતસરનો જમીન પર આળોટવા લાગ્યો હતો. તે ફાંસીના માચડે નહીં લઈ જવા માટે કરગરી રહ્યો હતો. છેવટે તેને બળજબરીપૂર્વક ત્યાં લઈ જવામાં આવ્યો.

છેવટે ફાંસીના માચડે પહોંચાડી દેવામાં આવ્યા

image source

ફાંસીના માચડે પહોંચતાં જ તે ચારેના મોઢા પર કાળું કપડું પહેરાવી દેવામાં આવ્યું. હવે તેમના ગળામાં ફાંસીનો ફંદો પહેરાવવામાં આવ્યો. તેમના પગ ન હલે તે માટે તેમના પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. અને છેવટે જલ્લાદ પવને લીવર ખેંચવા માટે અધિકારીના ઇશારા માટે જેલના સુપ્રિટેન્ડન્ટ તરફ જોયું. તેમના ઇશારા સાથે જ જલ્લાદે લીવર ખેંચી લીધું. આ રીતે સાત વર્ષ બાદ નિર્ભયાને અને તેના માતાપિતાને ન્યાય છેવટે મળ્યો ખરો. પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે ગુનો જે રીતે ક્રૂરતાની હદ વટાવી ચૂક્યો હતો તે જોતાં ફાંસીની સજા એ સાવ જ મામુલી લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ