હોઠને નેચરલ રીતે ગુલાબી કરવા બીટમાંથી આ રીતે બનાવો લિપ બામ

ઘરે બનાવેલા બીટરૂટ લીપ-બામથી તમારા હોઠને રાખો હંમેશ માટે ગુલાબી

ગુલાબી હોઠ એ દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે અને માટે જ જ્યારે કોઈ મહિલા ઘરની બહાર નીકળે ત્યારે પોતાના હોઠને સુંદર બનાવવા માટે તેના પર ગુલાબી-લાલ રંગની લીપ્સ્ટીક કરતી હોય છે. પણ કૂદરતી રીતે તેમના હોઠ ગુલાબી થાય તેવી તો તેમને કોઈ જ આશા જ નથી હોતી. પણ તમને જણાવી દઈએ કે આ એક ડીઆઈવાય બામથી તમે તમારા હોઠને લીપ્સ્ટીક વગર જ કુદરતી ગુલાબી અને સુંવાળા બનાવી શકો છો.

બીટરૂટ (બીટ)થી તમારા હોઠને આ રીતે બનાવો ગુલાબી

image source

જો તમે બીટને વાપરતા હશો તો તમને ખ્યાલ જ હશે કે તેના રાતા ગુલાબી ડાઘ તમારા હાથ, ચહેરા, કે પછી તમારા વસ્ત્રો પર પણ સરળતાથી પડી જતા હોય છે. અને ક્યારેક ક્યારેક તો બીટવાળા ગુલાબી હાથ પણ તમને સુંદર લાગતા હોય છે. તો પછી તેમાંથી તમારા હોઠને કુદરતી રીતે ગુલાબી કેમ ન બનાવી શકાય.

બીટરૂટ તમારા હોઠને ગજબના ગુલાબી બનાવી શકે છે. અને તેની સાથે સાથે તે તમારા હોઠ પરના રંગદ્રવ્યને સુધારી પણ શકે છે. આ એક તદ્દન કુદરતી, કેમિકલ મુક્ત અને સાવ જ સસ્તો ઉપાય છે જે તમારા હોઠને તદ્દન સુંવાળા તેમજ ગુલાબી બનાવે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે બીટરૂટનો ઉપયોગ કેવી રીતે કરવો.

બીટરૂટ લીપબામ બનાવવા માટેની સામગ્રી

  • – એક મીડીયમ સાઇઝનું બીટરૂટ (બીટ)
  • – કોપરેલ તેલ
  • – ફુડ પ્રોસેસર ( જ્યૂસર કે પછી મિક્સર)
  • – ગરણી (જ્યૂસને ગાળવા માટે)
  • – નાનકડો ડબ્બો

બીટરૂટ લીપ બામ અથવા તો લીપ સ્ટેઇન બનાવવાની રીત

સૌ પ્રથમ બીટનો જ્યૂસ તૈયાર કરવો

  • – બીટનો જ્યૂસ બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે બીટને પાણી વડે બરાબર ઘસીને ધોઈ લેવું. તે કંદમૂળ હોવાથી તેમાં ઘણી બધી માટી ચોંટેલી હોય છે તો તેને બરાબર દૂર કરી લેવી.
  • – હવે તેની છાલ ઉતારી લેવી. હવે તેને નાના-નાના ટુકડામાં કાપી લેવું. જો તમારી પાસે જ્યૂસર હોય તો ઉત્તમ, તેનો જ્યૂસરમાં જ્યૂસ કાઢી લો અથવા તો તમે મિક્સરમાં તેને તદ્દન બારીક વાટી પણ શકો છો. જ્યાં સુધી તેમાંથી પાણી ન છૂટવા માંડે ત્યાં સુધી.
  • – જો કે તમારે તેનો જ્યૂસ બનાવવા માટે તેમાં જરા પણ પાણી ન ઉમેરવું કારણ કે તેનાથી બીટનો રંગ પણ ડાઇલ્યુટ થઈ જશે. અને તમારા હોઠ પર તેની અસર નહીં થઈ શકે.
image source

તેને આ રીતે સ્ટોર કરો

  • – હવે ગ્રાઇન્ડ કરેલા બીટરૂટને બરાબર ગાળી લેવું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં બીટનો નાનકડો કણ કે ટુકડો પણ ન રહી જાય. હવે તેને તરત જ એક ચોખ્ખા ડબ્બામાં કાઢી લો જેથી કરીને તમે તેને ભવિષ્યમાં વાપરી શકો.
  • – તમે જ્યૂસને સ્ટોર કરવા માટે જૂનો લીપબામનો ડબ્બો પણ વાપરી શકો છો. તમે જે ડબ્બો વાપરી રહ્યા હોવ તે ચોખ્ખો અને સ્ટરીલાઇઝ કરેલો હોવો જોઈએ.

હવે કોપરેલ તેલનો આ રીતે કરો ઉપયોગ

  • – હવે આ તૈયાર થયેલા જ્યૂસમાં તમારે કોપરેલ તેલ ઉમેરવું. તમારે તેમા ઓછામાં ઓછી એક નાની ચમચી કોપરેલ તેલ તો ઉમેરવું જ, તમે તેને વધારે પ્રમાણમાં પણ વાપરી શકો છો. પણ જો તમે ઓછું વાપરશો તો તેનાથી તમારા હોઠ ડ્રાઈ રહી જશે.
  • – તમે કોપરેલ તેલની જગ્યાએ મધ અથવા તો બીઝવેક્સ પણ વાપરી શકો છે. તે તમારા હોઠને મોઇશ્ચરાઇઝ રાખવામાં ઘણી મદદ કરશે.
  • – હવે કોકનટ તેલ તેમજ બીટરૂટના જ્યૂસને મિક્સ કરવા માટે એક ચોખ્ખી ચમચી અથવા તો ટૂથપીક વાપરો. હવે તૈયાર થયેલા મિશ્રણને ફ્રીઝમાં મુકી દેવું. હવે તે મિશ્રણ થોડું ઘન એટલે કે સોલીડ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  • – આ તૈયાર કરેલા બીટરૂપ લીપ બામમાં સંપૂર્ણ કુદરતી સામગ્રી વાપરવામાં આવી હોવાથી અને કોઈ જ પ્રિઝર્વેટીવ નહીં ઉમેર્યું હોવાથી તે બગડી જવાની શક્યતા રહેલી છે માટે જ તેને હંમેશા ફ્રીઝમાં જ સ્ટોર કરેલું રાખવું.
image source

તો તૈયાર છે બીટરૂપ લીપ બામ

  • – હવે જ્યારે આ મિશ્રણ ફ્રીઝમાં જામી જાય એટલે તમે તેને વાપરી શકો છો. સામાન્ય લીપબામની જેમ જ તમે તેને આંગળીએથી હોઠ પર લગાવી શકો છો.
  • – તેને હોઠ પર લગાવતાં જ તમારા હોઠ લાલ પીંક રંગના દેખાવા લાગશે. પણ હવાના કારણે જ્યારે તમારા હોઠ ઓક્સિડાઇઝ થઈ જશે કે તરત જ તમારા હોઠ બીટરૂટના રંગના કારણે હળવા લાલ દેખાવા લાગશે. જે તમારા પર અત્યંત સુંદર લાગશે પછી તમારો સ્કીનટ ટોન ગમે તે હોય.
  • – બામના લેયરને એડ કરીને તમે તમારા હોઠને ઓર વધારે ઘાટો રંગ પણ આપી શકો છો.
  • – આ લીપ બામનો ઉપયોગ તમારે અવારનવાર કરવો જોઈએ જેથી કરીને તમારા હોઠ વધારે અને વધારે સુંવાળા તેમજ ગુલાબી બનતા જાય.
  • – આ ડીઆઈવાય લીપ બામમાં તમે ખાંડ પણ ઉમેરી શકો છો જે તમારા માટે એક કુદરતી લીપસ્ક્રબનું કામ કરશે.
image source

બસ તો આજે જ કરો આ પ્રયોગ અને તમારા રુક્ષ અને કાળા પડી ગયેલા હોઠને બનાવો ગુલાબની પાંખડી જેવા ગુલાબી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ