આ ટિપ્સથી દૂર કરી દો તમારી સ્કિનને લગતી અનેક સમસ્યાઓને

ખોડાથી લઈ ફાટેલા હોઠ સુધીની બધી જ સમસ્યા ચપટી વગાડતા કરો દૂર

image source

શિયાળાની ઋતુ એટલે ત્વચા અને વાળની ખાસ કાળજી લેવાનો સમય. કારણ કે શિયાળામાં વાળમાં ખોડો થવો, ત્વચા ફાટવી જેવી તકલીફો વધારે સતાવે છે.

image source

ઠંડીમાં ત્વચા ડ્રાય થઈ જાય છે અને બેજાન દેખાય છે. પરંતુ દરેકને થતી આ સમસ્યાઓનો તમે સરળતાથી દૂર કરી શકો છો. હવે મનમાં વિચાર આવતો હોય કે કેવી રીતે તો ચાલો જણાવી દઈએ તમને તેનો રસ્તો.

આઈબ્રો ડેંડ્રફ

image source

ખોડો ફક્ત વાળની સમસ્યા નથી. શિયાળામાં ખોડો આઈબ્રોમાં પણ થઈ શકે છે. તેનાથી બચવા અને તેને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે આઈબ્રો પર પણ ફેસવોશ જરૂરથી લગાવો. જેનાથી અહીંની ડેડ સ્કીન નીકળી જાય. આ ઉપરાંત આઈબ્રો મેકઅપ શિયાળામાં ન કરવો.

નાકની રુક્ષ ત્વચા

image source

ઠંડા વાતાવરણમાં જાઓ એટલે સૌથી પહેલા નાક ઠંડુ થઈ જાય છે. શિયાળામાં નાકની આસપાસની ત્વચા ડ્રાય રહે છે અને ત્યાંથી સફેદ પોપડી ઉખડે છે. તેના માટે નાક પર મોઈશ્ચુરાઈઝર લગાવવું.

હાથની ફાટેલી ત્વચા

 

image source

શિયાળામાં સૌથી વધારે પ્રભાવ હાથ પર પડે છે. હાથમાં ઓઈલ ગ્લેંડ ઓછા હોય છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવાથી હાથમાંથી નમી પણ જતી રહે છે. તેથી હાથ પર ગ્લિસરીનયુક્ત ક્રીમ લગાવવી. શિયાળામાં સવારે એકવાર લોશન લગાડી લો એટલે બસ ન કરી દેવું. હાથ પર થોડા થોડા સમયે ક્રીમ લગાડતા રહેવું.

ફાટેલી એડી

image source

હાથની જેમ પગની ત્વચા અને ખાસ કરીને એડી વધારે ફાટે છે. પગમાં પણ વધારે ઓઈલ ગ્લેડ હોતા નથી. તેથી તે ઝડપથી ડ્રાય થઈ જાય છે. પગમાંથી પણ સફેદ ડ્રાય સ્કીનની પોપડી ઉખડતી જોવા મળે છે. જો કે આ સમસ્યાનું એક કારણ ગરમ પાણીથી નહાવું પણ હોય શકે છે.

image source

હંમેશા હુંફાળા પાણીથી નહાવાનો આગ્રહ રાખો. નહાયા પછી પગ પર પણ બોડી બટર લગાવો તેથી ત્વચા કોમળ રહે. પગમાં હંમેશા મોજા પહેરી રાખવા જેથી ફાટેલી એડીમાં ધૂળ ન જાય.

ઓઈલી સ્કીન

image source

શિયાળામાં ત્વચાની સીબમમાંથી કુદરતી રીતે તેલ નીકળે છે. તેથી થોડું મોઈશ્ચુરાઈઝર લગાવો તો પણ ત્વચા વધારે તૈલીય દેખાવા લાગે છે. તેથી ત્વચાનું પીએસ બેલેન્સ જાળવી રાખા હાઈડ્રેટિંગ ફોર્મૂલાવાળુ મોઈશ્ચુરાઈઝર લગાવો.

ફાટેલા હોઠ

image source

શિયાળામાં સૌથી વધારે સતાવતી હોય તેવી સમસ્યા હોય તો તે છે હોઠ ફાટવાની. ડ્રાય અને ફાટેલા હોઠ દરેક વ્યક્તિને પરેશાન કરે છે. જો કે હોઠ ફાટવાનું એક કારણ હોઠને ચાવવાની આદત હોય છે તેથી સૌથી પહેલા આ આદત બદલો.

image source

હોઠની ડ્રાયનેસ દૂર કરવા માટે મોઈશ્ચુરાઈઝિંગ તેલમાં ખાંડાના 4,5 દાણા ઉમેરી તેને હોઠ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો જેથી ડેડ સ્કીન નીકળી જાય અને ત્યારબાદ હોઠ પર લીપ બામ લગાવો. શિયાળામાં હોઠ પર વારંવાર જીભ પણ ન ફેરવવી અને હોઠની ત્વચા ફાટી હોય તો તેને હાથથી ખેંચીને કાઢવી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ