અમિતાભ, બાળા સાહેબ ઠાકરેને યાદ કરીને કૃતજ્ઞા દાખવતાં કહ્યું ઠાકરે ન હોત એક સમયે તો તેઓ પણ ન હોત આજે દુનિયામાં…

આજકાલ ભારતીય રાજકારણીય લોકપ્રિય નેતાઓના જીવન પર બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાલ વિશે ફિલ્માંકન થયું અને ત્યાર બાદ હાલના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના જીવનને લઈને પણ એક શોર્ટ ફિલ્મ બન્યા બાદ હવે એક બાયોપિક બની રહી છે. જેમાં મુખ્ય પાત્ર વિવેક ઓબેરોય નિભાવશે એવું પોસ્ટર પણ રિલિઝ થઈ ગયું છે.

ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રના પાલનહારા કહેવાતા શિવશેના પ્રમુખ અને રાજકારણમાં એક મહાવિભૂતિ તરીકે ઓળખાતા બાળા સાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ ‘ઠાકરે’ રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિન દેખાશે બાળાઠાકરેના જાજરમાન પાત્ર ભજવતા દેખાશે. એમાં એકદમ મરાઠી લહેકા અને ગંભીર મુખમુદ્રા સહિતના અભિનયના અત્યારથી માત્ર ટેલર બહાર પડ્યું છે ત્યારથી વખાણ થઈ રહ્યા છે.

શિવસેના સુપ્રિમો બાળા સાહેબના જીવનના કેટલાક પ્રસંગો આ ફિલ્મમાં આવરી લેવાયા છે એવું સૂત્રોને આધારે જાણવા મળ્યું છે, જ્યારે ફિલ્મની રિલિઝ ડેટ નજીક આવી રહી છે ત્યારે તે અત્યારથી ચર્ચામાં છે. આશા રાખીએ કે તે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવે.

બાલા સાહેબ એમના સમયમાં એક દિગ્ગજ વડીલ સમા સૌને સાચવતા અને મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક ફિલ્મી સિતારાઓથી પણ ખૂબ નજીક હતા. તેઓ અવારનવાર બોલિવુડ પાર્ટિઝમાં દેખાતા રહ્યા હતા. આ ફિલ્મને લીધે ઘણાં એમના ચાહકોની યાદો તાજી થઈ હશે, એવે સમયે સુપર સ્ટાર ઓફ મિલેનિયમ બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચેન પણ આ અવસરે બાળા સાહેબ સાથેના પોતાના સંસ્મર્ણો યાદ કરી રહ્યા હતા.

ટાઈમ નાઉની રિપોર્ટ અનુસાર, અમિતાભે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ ‘કુલી’ ફિલ્મના શૂટિંગ સમયે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ સમયે ખરાબ વાતાવરણના કારણે અમિતાભને સારવાર માટે લઈ જવા સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી. આ સમયે શિવસેનાની એમ્બ્યૂલન્સ જે બાળા સાહેબે મોકલી હતી તેમાં અમિતાભને લઈ જવામાં આવ્યા હતા.

અમિતાભે જણાવ્યું કે બાળા સાહેબે મારી મદદ ત્યારે કરી જ્યારે મને સૌથી વધુ જરૂર હતી. જો તે સમયે તેમણે મારી મદદ ન કરી હોત તો કદાચ આજે હું જીવતો ન હોત. તેમણે વધુમાં જણાવ્યું કે બાળ ઠાકરે અમારા બહુ નિકટ હતા અને મને તેમના પર ખૂબ માન છે. બાળા સાહેબના પત્ની જયા બચ્ચનને દીકરી માનતા.

આ ફિલ્મ પણ અન્ય બાયોપિક્સની માફક થોડી વિવાદાસ્પદ રહેશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું ત્યારે એમાં ૩ સિન હટાવવાની માંગ કરાવાઈ હતી. એમાંથી એક સિન બાબરી મસ્જિદને લઈને થયેલ વિવાદ અંગેનો પણ છે. બાળા સાહેબ મહારાષ્ટ્રના લોકનેતા હતા જેમની સ્મશાન યાત્રામાં આખું મુંબઈ ઉંમટ્યું હતું. હવે આ અઠવાડિયામાં જાન્યૂઆરીની ૨૫મી તારીકે સિનેમાઘરોમાં આવશે ત્યારે ફિલ્મ દર્શકોને કેટલી આકર્ષશે કે આક્રોશ ફેલાશે એ જોવું રહ્યું સાથોસાથ નવાઝુદ્દિન સિદ્દીકીની કાર્કિરર્દીને પણ કેવો વળાંક મળશે એ પણ ફેસલો આ ફિલ્મની સફળતાના માપદંડના આધારે જણાઈ આવશે એ નિશ્ચિત છે.