માધુરી દીક્ષિતના સુંદર અને ઘેરા વાળનું આ છે રહસ્ય, ઘરે જ 5 મિનિટમાં બની જશે હેર ઓઈલ

બોલિવૂડની અનેક અભિનેત્રીઓ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી છે. માધુરી દીક્ષિત પણ તેમાંથી એક છે. તે પોતાની અદકારી અને નેચરલ બ્યૂટીને માટે જાણીતી છે. 53 વર્ષની વયે આ ધક ધક ગર્લનું સૌદર્ય બેમિસાલ છે. તેમની ફિટનેસ હોય કે સ્કીન બંનેનું તે ખાસ ધ્યાન રાખે છે.

આ જ કારણ છે કે આજે પણ તેની સુંદરતા આકર્ષક છે. તેમની સુંદરતાના સીક્રેટ્સ તે અવારનવાર સોશ્યલ મીડિયા પર ફેન્સની સાથે શેર કરે છે. હાલમાં જે તેઓએ યૂટ્યૂબ ચેનલની મદદથી હેર કેયર સીક્રેટ્સને શેર કર્યા છે. જેમાં તેઓએ ડાઈ હેર ઓઈલ અને ડાઈ હેર માસ્કને વિશે કહ્યું છે.

image source

હેર ઓઈલ બનાવવાની રીત

વાળને માટે હેર ઓઈલ બનાવવા માટે તમારે કેટલીક ચીજોની જરૂર રહે છે. આ બધું તમને તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે. જાણો કઈ સામગ્રીની રહેશે જરૂર.

image source

સામગ્રી

  • 1 વાટકી નારિયેળ તેલ
  • 1 ડુંગળી છીણેલી
  • 1 મોટી ચમચી મેથીના બીજ
  • 10-15 લીમડાના પાન
image source

આ દરેક ચીજને ભેગી કરી લો અને એક સાથે થોડી વાર સુધી ઉકાળો. પછી તેને ઠંડી કરો અને ગાળી લો. તેને ઓછામાં ઓછા 2-3 દિવસ સુદી એમ જ રહેવા દો પછી તેનો ઉપયોગ કરો.

એકટ્રેસ કહે છે કે આ એક સરળ અને કારગર નુસખો છે. તેનાથી વાળ સારા રહે છે અને સાથે ડુંગળી, મેથી અને લીમડાના પાનના ઉપયોગથી વાળ કાળા અને લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે.

આ રીતે ઘરે જ બનાવી લો હેર માસ્ક

image source

એક્ટ્રેસ કહે છે કે હેર માસ્ક પણ તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. કેમિકલ ફ્રી હેર માસ્કથી તમે વાળની સારી રીતે કેર કરી શકો છો. કેટલીક ચીજો જેમકે 1 કેળું, 2 ચમચી દહીં, 1 ચમચી મધ લો. આ પછી દરેક ચીજોને સારી રીતે મિક્સ કરી લો. તમે હેર માસ્કને 30-40 મિનિટ માટે વાળ પર લગાવીને રાખો. આ પછી વાળને શેમ્પૂ કરી લો. તમને તરત જ રીઝલ્ટ જોવા મળશે. આ હેરપેકથી વાળની નવું શાઈનિંગ મળે છે અને વાળ સિલ્કી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત