એક મહિલાએ તેના અડધી ઉંમરના છોકરા સાથે કર્યા લગ્ન, જાણો અત્યારે બંનેનું લગ્ન જીવન કેવું છે

તમે જીવન સાથીઓમાં ઉંમરના તફાવતની ઘણી વાર્તાઓ સાંભળી હશે પરંતુ આ વાર્તા તમને આશ્ચર્યચકિત કરશે. 7 બાળકોની માતા મેરિલીન બુટિગીગ પોતે કલ્પના પણ નહોતી કરી શકતી કે તેના પુત્રનો મિત્ર, જેને તે વીડિયો ગેમ રમવાનો ઇનકાર કરવાનું વિચારી રહી હતી, તે જ તેનો જીવનસાથી બની જશે. મેરિલીન, જે તેના પુત્રના મિત્ર વિલિયમ સ્મિથ સાથે પ્રેમમાં હતી, તેણે આ છોકરા સાથે લગ્ન તો કર્યા જ, સાથે આ માટે આખી દુનિયાના ટોણા પણ સાંભળ્યા. આ દંપતીના લગ્નને હવે 12 વર્ષ પૂર્ણ થયા છે.

મેરિલીન 35 વર્ષની હતી

image soucre

મેરિલીન તે સમયે 35 વર્ષની હતી અને વેસ્ટ સસેક્સ ક્રોવેલીમાં તેના બાળકો સાથે રહેતી હતી. પછી પુત્રના 16 વર્ષના મિત્ર વિલિયમે તેને ઘરના કામમાં મદદ કરવાની ઓફર કરી. ખરેખર, મેરિલીન મસલ્સ દુખાવાની બીમારીથી પરેશાન હતી. ત્યારે જ મેરિલીન અને વિલિયમ એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા.

બંનેના પરિવારજનો ચોંકી ગયા હતા

image soucre

મેરિલીન કહે છે, ‘આ નિર્ણયથી બંનેના પરિવારોને આઘાત લાગ્યો હતો. જોકે મેરિલીનનો પરિવાર તેમના મિત્રતાના સંબંધને સમજતો હતો, કારણ કે વિલિયમ તેને ઘણી મદદ કરતો હતો. ક્લિનીંગ બિઝનેઝ ચલાવતી મેરિલીન કહે છે કે હું વિલિયમની જિંદગીમાંથી દૂર જવા માંગતી નથી અને ફરી બાળકો ઈચ્છતી નહોતી. પરંતુ મેં ક્યારેય વિલિયમને બાળકો માટે ના નથી કહ્યું, જો એ ઇચ્છશે તો અમે બાળક કરશુ.

તે મારી સ્વપ્ન સ્ત્રી છે

image soucre

વ્યવસાયે ફિલ્મ નિર્માતા વિલિયમ કહે છે, ‘મને ખબર હતી કે અમારી વચ્ચે કંઈક ખાસ છે. તે મારી સ્વપ્ન સ્ત્રી હતી અને હજુ પણ છે. આ નવા સંબંધ પછી, દંપતીએ ટૂંક સમયમાં સાથે રહેવાનું શરૂ કર્યું. આ સંબંધને કારણે મેરિલીનના એક બાળકે તેની સાથે સબંધ તોડી નાખ્યો અને વિલિયમના પરિવારે પણ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું પરંતુ દંપતી કહે છે કે આવું થતા પણ અમે હજુ ખુશ છીએ.

લગ્નના 12 વર્ષ

image soucre

આ દંપતીએ ફેબ્રુઆરી 2009 માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેઓ હનીમૂન પર પણ ગયા. તેમના લગ્નને હવે 12 વર્ષ થયા છે, જ્યારે તેઓ સાથે 15 વર્ષથી રહે છે. આટલા વર્ષો પછી પણ વિલિયમ અને મેરિલીને લોકોની ટીકા સહન કરવી પડી. મેરિલીન કહે છે, ‘લોકો અમારી સામે જુએ છે પણ અમને અમારા સંબંધો પર ગર્વ છે.’

હવે મારા પર ફિલ્મ બનાવવાની તૈયારી

image soucre

હવે આ દંપતી તેમની બિનપરંપરાગત લવ સ્ટોરી પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. મેરિલીન કહે છે, ‘મને લાગે છે કે લોકોની ધારણા બદલવાની જરૂર છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે વિલિયમ કરતાં બીજું કોઈ મને પ્રેમ કરશે. મને તેના પર વિશ્વાસ છે. ‘