નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપ્યા બાદ, હવે છેક પવન જલ્લાદ પોતાની દીકરીને પરણાવી શકશે

દીકરીના લગ્ન માટે પવન જલ્લાદ ઘણા વખતથી નિર્ભયાના આરોપીઓને ફાંસીએ લટકાવવાની રાહ જોઈ રહ્યા હત
નિર્ભયાના આરોપીઓનો આરોપ ઘણા સમય પહેલાં જ સાબિત થઈ ચૂક્યો હતો પણ દેશની કાયદા વ્યવસ્થામાં ઘણા બધા છીદ્રો હોવાથી તેમને યોગ્ય પ્રક્રિયા વગર ફાંસી આપી શકાય તેમ નહોતી. માટે તે ક્રૂર આરોપીઓ આ છીદ્રોનો ઉપયોગ કરીને પોતાની ફાંસીને ઠેલવતા રહ્યા. પણ છેવટે નિર્ભયાને ન્યાય મળી જ ગયો.

તમને જણાવી દઈએ કે આ પહેલાં 22મી જાન્યુઆરીએ સવારે 7 વાગે નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવાનું ડેથ વોરન્ડ કોર્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું હતું. અને તેને લઈને નિર્ભયાના માતાપિતા તો ખુશ થયા જ હતા પણ તેની સાથે સાથે બીજી પણ એક વ્યક્તિ હતી જે પણ ખૂબ ખુશ થઈ હતી અને તે હતો મેરઠમાં રહેતો પવન જલ્લાદ. પણ 22મી જાન્યુઆરીના આ દિવસે આરોપીઓને કાનુની કારણોસર ફાંસીએ લટકાવવામાં નહોતા આવ્યા.
પવન જલ્લાદને મળશે એક લાખ રૂપિયાનું મહેનતાણું

જે દિવસે કોર્ટ દ્વારા આરોપીઓનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું તે દિવસે પવન જલ્લાદે ભગવાનનો ખૂબ આભાર માન્યો હતો અને સાથે સાથે તિહાડ જેલના પ્રશાસનનો આભાર માન્યો હતો કારણ કે નિર્ભયાના હત્યારાઓને ફાંસીએ લટકાવવા બદલ પવનને એક લાખ રૂપિયાની મોટી રકમ મહેનતાણારૂપે મળનાર છે. અને આ મહેનતાણાથી પવન જલ્લાદ પોતાની દીકરીના લગ્ન કરાવશે.
જાણો શું કહેવું છે પવન જલ્લાદનું

મારી ઉંમર 57 વર્ષે પહોંચી ગઈ છે. મેં આ પહેલાં મારા જીવનમાં ફાંસી માટે આટલી રકમનું મહેનતાણું મળ્યાનું નથી સાંભળ્યું. કહેવા માટે ભલે હું દેશનો ખાનદાની જલ્લાદ કેમ ન હોઉં પણ આવું પહેલીવાર બની રહ્યું છે.
પવન જલ્લાદના પૂર્વજો પણ હતા જલ્લાદ

પવન પોતાના પૂર્વજો વિષે જણાવતા કહે છે કે મારા પરદાદા લક્ષ્મણ જલ્લાદ હતા. દાદા કાલૂ રામ ઉર્ફે કલ્લુ અને પિતા મમ્મૂ પણ વારસાઈ જલ્લાદ હતા. મારા દાદાએ રંગા-બિલ્લાથી લઈને ઇંદિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ, કેહર સિંહ સુધીના ગુનેગારોને તિહાડ જેલમાં ફાંસીએ લટકાવ્યા હતા. પણ તે વખતે તે લોકોને કંઈ ખાસ મહેનતાણું નહોતું મળતું.
આવવા જવાના ખર્ચા તેમજ જેલમાં એક-બે રાત મમજાથી રહેવા મળતું તેનાથી જ તેઓ તો ખુશ થઈ જતાં હતા. પણ આજનો જમાનો મોંઘવારીનો છે, પહેલાં ગરીબ લોકો રોટલો-મીઠું ખાઈને જીવન વિતાવી દેતા હતા. આજે તો ડુંગળીનો ભાવ પણ 150 રૂપિયે કીલો સુધી પહોંચી જાય છે.

પવન જલ્લા શા માટે ફાંસી માટે આટલા આતુર હતા ?
તેમને જ્યારે આ પ્રશ્ન પુછવામાં આવ્યો કે તમે દેશના અન્ય જલ્લાદો કરતાં વધારે ઉત્સુક અને ઉતાવળિયા છો ત્યારે તેમણે પોતાની મજબૂરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું. ‘પાંચ દીકરીઓ અને બે દીકરા એટલે કે સાત સંતાન જે પિતાના આધારે હોય, આ મોંઘવારીના જમાનામાં, તો વિચારો તેની જરૂરિયાત કેટલી બધી વધારે હશે ?’
પવન જલ્લાદે આગળ જણાવતા કહ્યું, ‘આ ચારેને ફાંસી પર લટકાવવાના બદલામાં મને એક લાખ રૂપિયા મળવાના છે તેને લઈને હું ઉત્સુક છું, જેવું હું મિડિયામાં સાંઙળી રહ્યો છું અને યુપી જેલના અધિકારીઓએ પણ મને એલર્ટ પર રહેવા કહ્યું છે. અને જિલ્લો છોડવાની ના પાડી હતી.’

ઉપર જણાવ્યું તે પ્રમાણે પવન જલ્લાદ માટે આ રૂપિયા ઘણા મહત્ત્વના છે.
‘આ રૂપિયાથી હું દીકરીના લગ્ન કરીશ. જો વધારે રૂપિયાની જરૂર પડી તો બાકીની ત્રણ દીકરીઓના લગ્ન માટે ઉધાર લીધા હતાં તેમ આ વખતે પણ ઉધાર લઈશ. ભગવાનનો આભાર માનું છું કે કોર્ટે આ ચારેને ફાંસીએ લટકાવવાનો આદેશ આપી દીધો, નહીંતર જીવન તો હવે સાવ જ નિર્થક લાગી રહ્યું હતું.’

પત્ની દબાઈ ગઈ હતી ઘરના કાટમાળમાં
પવન જલ્લાદના હૃદયમાં ઘણી બધી પીડા છૂપાયેલી છે. ઘણા વર્ષો પહેલાં મેરઠ ખાતે આવેલા ભૂમિયા પુલ વિસ્તારમાં તેમનું એક જુનું વારસાઈ મકાન હતું, તે વરસાદમાં પડી ગયું. અને તે દિવસે તેમની પત્ની તે મકાનમાં દબાઈ ગઈ. મહાપરાણે તેણીને ત્યાંથી બહાર કાઢવામા આવી હતી અને ત્યારથી જ તેઓ કાશીરામ આવાસ યોજનામાં આવેલા એક નાના મકાનમા રહેતા હતા. તેમણે પોતાની ત્રણ મોટી દીકરીઓના લગ્ન કરાવી દીધા છે. અને તેના માટે તેમણે 5-6 લાખ ઉધાર લીધા હતા જે હજુ પણ તેઓ ચુકવી રહ્યા છે. વ્યાજ તો જાણે મૂળ રકમ કરતાં પણ વધી રહ્યું છે.
છેવટે તેમની પ્રતિક્ષાનો આવ્યો અંત

પવન જલ્લાદને યુપી જેલ વિભાગમાંથી દર મહીને 5 હજાર રૂપિયા મળે છે. હવે આ મોંઘવારીમાં 8-9 લોકો બે ટાઈમના રોટલા પણ ન પામી શકે. તેમની પાસે બાપ-દાદાની કોઈ મિલકત પણ નથી કે જેના આધારે તેઓ પોતાનું ગઢપણ પસાર કરી શકે. તેમને નિર્ભયાના હત્યારાઓને ફાંસી આપવાથી જે મહેનતાણું મળવાનું છે તેની જ એક આશા છે. અને છેવટે તેમણે તે પાપીઓને ફાંસીએ લટકાવી દીધા. હવે તેમને તેમનું મહેનતાણું મળી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ