બોલીવુડના પ્રખ્યાત ગાયક અને રેપર હ્રીદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક શોષણરનો આરોપ લગાવ્યો છે. શાલિનીનો આરોપ છે કે હ્રદેશ, તેના માતા -પિતા અને નાની બહેને તેનું શોષણ કર્યું છે. તેણે ચારેય વિરુદ્ધ દિલ્હીની તીજ હજારી કોર્ટમાં અરજી કરી છે. 160 પાનાની અરજીમાં શાલિનીએ 10 વર્ષ જૂના હનીમૂનનું એવું રહસ્ય ખુલ્લું પાડ્યું છે, જે આજ સુધી કોઈ જાણતું નથી. શાલિનીએ આરોપ લગાવ્યો કે હની સિંહે હનીમૂન દરમિયાન જ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
Case filed against Bollywood singer & actor ‘Yo Yo Honey Singh (Hirdesh Singh) by his wife Shalini Talwar under the Protection of Women from Domestic Violence Act. Delhi’s Tis Hazari Court has issued notice to the singer and sought his response over it
(file photo) pic.twitter.com/dvGQ0QOQZD
— ANI (@ANI) August 3, 2021
શાલિની તલવારે કોર્ટમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા, જ્યાં બંનેના અફેરની શરૂઆત થઈ હતી. આશરે 10 વર્ષના પ્રેમ બાદ 14 માર્ચ, 2010 ના રોજ બંનેએ તેમના પરિવારની ઈચ્છાથી સગાઈ કરી અને 23 જાન્યુઆરી, 2011 ના રોજ બંનેએ સરોજિની નગરના ગુરુદ્વારામાં પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા. હ્રીદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહને શરૂઆતથી જ સંગીત સાથે પ્રેમ હતો. શાલિનીએ પણ તેના સંગીત પ્રત્યેના પ્રેમના કારણે હંમેશા તેને ટેકો આપ્યો હતો.
હનીમૂન પર તેવર બદલાયા

શાલિનીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ જ્યારે તે હનીમૂન માટે મોરેશિયસ ગયા ત્યારે તેણે (હની સિંહે) તેના પર હાથ ઉઠાવવાનું શરૂ કર્યું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બંને મોરેશિયસ પહોંચ્યા ત્યારે શાલિનીને સમજાયું કે હની સિંહનું વર્તન બદલાઈ ગયું છે, તે મોટે ભાગે મૌન અને શાંત રહેતો હતો. હની સિંહના બદલાયેલા વર્તનને જોઈને જ્યારે શાલિનીએ હની સિંહને હોટલમાં તેના બદલાયેલા વર્તન વિશે પૂછ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગયો.
હની સિંહે કહ્યું હતું કે, તમે મને કેવી રીતે પ્રશ્ન કર્યો?

ગુસ્સામાં હની સિંહે શાલિનીને પલંગ પર જોરથી ધક્કો માર્યો અને બૂમ પાડવા લાગ્યો કે જો યો યો હની સિંહને સવાલ કરવાની કોઈની હિંમત ન હોય તો તમારે પણ મને ક્યારેય પ્રશ્ન ન કરવો જોઈએ.
શાલિનીને કહ્યું હતું કે તે લગ્ન કરવા માંગતો ન હતો

આ દરમિયાન હની સિંહે કહ્યું કે, હું આમ પણ લગ્નને લઈને ચિંતિત છું. હું લગ્ન કરવા માંગતો ન હતો, પણ મેં તને વચન આપ્યું હતું, તેથી મારે લગ્ન કરવા પડ્યા. લાંબા સંબંધમાં રહ્યા બાદ શાલિની હની સિંહ પાસેથી આ વાતો સાંભળીને સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. આટલું કહ્યા બાદ હની સિંહ હોટલના રૂમમાંથી નીકળી ગયો.

હોટલમાં માર મારવામાં આવ્યો હતો
શાલિની તલવારે આરોપ લગાવ્યો કે હની સિંહ આ કહ્યા બાદ આગામી દસ -બાર કલાક સુધી પાછો ફર્યો નથી. જ્યારે તે પાછો આવ્યો ત્યારે શાલિનીએ તેને હનીમૂન દરમિયાન હોટલના રૂમમાં તેને એકલા છોડી દેવાનું કારણ પૂછ્યું, ત્યારબાદ હની સિંહે શાલિનીને નિર્દયતાથી માર માર્યો, ત્યારબાદ બંનેના સંબંધો ખૂબ ખરાબ થઈ ગયા.

હની સિંહ અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો ધરાવે છે
શાલિની તલવારે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે હની સિંહ અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો ધરાવે છે. શાલિનીનું કહેવું છે કે હની સિંહ તેને કોઈ પણ કોન્સર્ટ કે સિંગિંગ ટૂરમાં પોતાની સાથે લઈ જવા માટે ખરાબ રીતે માર પણ મારે છે.
પરિણીત હોવાનું જાહેર કરવા માંગતો ન હતો હનિસિંહ

શાલિનીનો દાવો છે કે પરણિત હોવાની કોઈપણ નિશાની સાર્વજનિક કરવા માગતો ન હતો અને તેથી જ તેણે સગાઈ પર પહેરેલી હીરાની વીંટી પણ કાઢી નાખી હતી. તે સમય દરમિયાન, તેણે રિંગ ઉતારીને કહ્યું કે હીરા પહેરવાથી તેના નસીબ માટે સારું સાબિત થતું નથી. તમને જણાવી દઈએ કે હની સિંહે પોતાના લગ્નને ત્રણ વર્ષ સુધી દુનિયાથી છુપાવ્યા હતા. વર્ષ 2014 માં, હની સિંહે પ્રથમ વખત ચાહકોને શાલિનીનો પરિચય આપ્યો.