મૃત્યુ પામેલી ભિખારી મહિલાની દેશના વીરો માટે સલામ, કર્યું 6 લાખનું દાન..વાંચો..

14 ફેબ્રુઆરી 2019 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક કાળો અધ્યાય બની ગયો. આ દિવસે કશ્મીરના પુલવામાં સીઆરપીએફ કે કાફિલ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં દેશે 40 વીર સપુતો ગુમાવ્યાં હતાં.

આ ઘટના પછીથી દેશમાં રોષ અને દુઃખની આંધી છે. દેશભરથી શહીદ જવાનોની કુટુંબોની મદદ માટે પૈસા એકત્ર થઈ રહ્યા છે, લોકો દિલ ખોલીને દાન કરે છે. તાજેતરમાં, ભારતીય મૂળના વિવેક પટેલ દ્વારા ફેસબુક દ્વારા 6 દિવસમાં 6 કરોડ રૂપિયા ભેગા કરીને શહીદોના પરિવારજનોની મદદ કરી છે.

આજે એક આવા સમાચાર આવ્યા છે કે મૃત થયેલ વ્યક્તિની અંતિમ ઇરછા દેશ માટે કઈ કરવાની હતી. તેણી એ ભીખ માંગી ને એકત્રિત કરેલા 6.61 લાખ રૂપિયા વીર જવાનોના પરિવારો માટે દાન માં આપ્યા છે !

આમારા સહયોગીઓ મીડિયાના એક સમાચાર મુજબ રાજસ્થાનની અજમેરની એક ભીખ માંગનાર મહિલાની છેલ્લી ઇચ્છા પૂરી કરવાથી તેણે લગભગ રૂ. 6.61 લાખની રકમ દાનમાં આપી દીધાં છે.

તે ઇચ્છતી હતી દેશ માટે કામ આવે તેના પૈસા –

નંદિની શર્મા

નંદિની શર્મા નામની એક મહિલાનું નિધન 6 મહિના પહેલા એટલે કે ઓગસ્ટ 2018 માં થયું હતું. મૃત્યુ પહેલાં તેઓ તેમના અંતિમ ઇચ્છામાં સ્પષ્ટતા કરી હતી કે તેમના દ્વારા એકત્ર થયેલ રૂપિયા રાષ્ટ્ર માટે દેશ અને સમાજ માટે ઉપયોગ થાય છે.

નંદિની શર્મા, અજમેર બઝરંગ ગઢમાં આવેલ અંબે માતા મંદિરની બહાર ભીખ માંગતી હતી. તેમની આદત હતી કે તે રોજ ભીખમાં મળેલા પૈસામાં બેંકમાં જમા કરાવતી. નોમિની તરીકે તેઓ બે લોકોને ટ્રસ્ટિ બનાવવામાં આવ્યા હતા, જે તેમના નિધન પછી તે રકમનું ધ્યાન રાખે.

શહીદોનાં પરિજનોને કામ આવશે તે પૈસા –

કાર્યાલય માં ટ્રસ્ટીઓ

ટ્રસ્ટી મુજબ, તે પૈસા માટે દાન કરવા માટે યોગ્ય સમય રાહ જોઈ રહ્યા હતા. પુલવામાંના હુમલા પછી તેમણે નક્કી કર્યું કે તે સંપૂર્ણ રકમ વીરગતિને પ્રાપ્ત થયેલા લોકો માટે દાન કરશે. તેઓ કહે છે કે “આ કાર્ય કરવાથી નંદિનીજીની આત્મા ને શાંતિ મળશે અને સાચા અર્થમાં તેણીને આ નમસ્કાર હશે !

મહિલાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે ટ્રસ્ટીએ બુધવાર ના દિવસે જીલ્લાના વહીવટીતંત્ર કાર્યાલયનો સંપર્ક કરેલો ! જ્યાં તેમણે સ્પષ્ટ કર્યું કે તે 6.61 લાખ રૂપિયા ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ માં દાન કરવા માંગે છે, જે પુલાવામા હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારજનોને મળશે. તેના માટે તેમણે રૂપિયાનું ડ્રાફ્ટ બનાવ્યું અને જિલ્લા કલેક્ટરને સોંપ્યું.

ખરેખર, નમસ્કાર છે ભારતની આ નારી ને જે મરતા મરતા પણ દેશને કામ આવી ગઈ..તેણી નું મૃત્યુ સાર્થક કરતી ગઈ ! કોમેન્ટ માં “ૐ શાંતિ” લખી ને નંદિની જી ને ફરી એકવાર યાદ કરીએ !

Author : Team Jentilal