વિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ પિતા પાસે કરાઇ હતી ‘આવી’ માંગ

ટીમ ઇન્ડીયાના કેપ્ટન અને દુનિયાના દિગ્ગજ બલ્લેબાજોમાં સામેલ વિરાટ કોહલીએ કર્યો એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે, ટીમમાં સામેલ કરવા માટે તેમના પિતા પાસેથી પૈસા માગ્યા હતા. વિરાટ કોહલીએ આ ખુલાસો ઇન્સ્ટાગ્રામ લાઈવમાં સુનીલ છેત્રી સાથે કર્યો છે. વિરાટ કોહલી જણાવે છે કે, એક સમયે સ્ટેટ ક્રિકેટ ટીમમાં તેમની પસંદગી માટે પિતા પાસેથી પૈસા માંગ્યા હતા.

image source

વિરાટ કોહલીએ કહ્યું છે કે, સ્ટેટ ક્રિકેટમાં એકવાર કોઈ આગળ આવ્યું અને તેમણે પોતાને કહ્યું કે, પસંદગીમાં તો કોઈ તકલીફ નહી આવે, પણ એના માટે તેમણે કઈક વધારે કરવાનું રહેશે. એટલે કે પૈસા માંગી રહ્યા હતા. એટલું તો સમજમાં આવી ગયું હતું કે, તેઓ શું માંગી રહ્યા છે. પરંતુ તેમના પિતા મહેનત કરીને વકીલ બન્યા અને મહેનત કરવા વાળાઓને આ બધી ભાષા સમજમાં નથી આવતી.

image source

ખરેખરમાં, વિરાટ કોહલી રવિવાર રોજ સાંજના સમયે ભારતીય ફૂટબોલ કેપ્ટન સુનીલ છેતરીને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. વિરાટ કોહલીએ સુનીલ છેત્રીને આ ઇન્સ્ટાગ્રામ લાઈવ ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના જીવનના તમામ ભાગો વિષે વાત કરી. ખાસ કરીને દિલ્લીની શરુઆતની જિંદગી અને પોતાના શરુઆતી સંઘર્ષ વિષે વિરાટ કોહલીએ આ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ઇન્ટરવ્યુ દરમિયાન ખુલીને બધી જાણકારીઓ શેર કરી.

image source

ઇન્સ્ટાગ્રામ લાઈવ ઇન્ટરવ્યુ દરમિયાન વિરાટ કોહલીએ પસંદગીને લઈને થયેલા આ કડવા અનુભવને પણ શેર કર્યો. વિરાટ કોહલી ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પપ્પા પ્રેમ કોહલી વિષે ઘણી બધી વાતો કરી. તેમણે આ દરમિયાન એ વાત તરફ ઈશારો કર્યો કે, જે પસંદગીને લઈને થઈ હતી. તેમણે કહ્યું કે, મેં પહેલા પણ ઈશારો કર્યો છે કે કેટલીક વસ્તુઓ યોગ્ય હતી નહી.

image source

વિરાટ કોહલીએ કહ્યું કે, એક સમય હતો કે, જયારે સ્ટેટ ક્રિકેટમાં ‘લેફ્ટ રાઈટ’ ઘણા બધા પ્રકારની વાતો થતી હતી. મારા પપ્પા પાસે પણ એક વ્યક્તિએ આવીને કહ્યું કે, પસંદગી માટે વિરાટના મેરીટમાં તો કોઈ તકલીફ નહી આવે, પરંતુ આપને ‘અલગથી’ કઈક કરવાનું થશે. વિરાટ કોહલીએ કહ્યું કે, મારા પપ્પા એ પરિવાર માંથી આવતા હતા, જ્યાં તેમણે સ્ટ્રીટ લાઈટની નીચે બેસીને અભ્યાસ કરવો પડ્યો હતો. મારા પપ્પા મહેનત કરીને વકીલ બન્યા, એની પહેલા મર્ચન્ટ નેવીમાં કામ પણ કર્યું હતું.

image source

હવે જેઓ મહેનત કરીને કઈક બન્યા હોય તો તેમને આ ‘ગડબડ’ સમજમાં નથી આવતી. મારા પપ્પાએ સીધુ જ મારા કોચને કહી દીધું કે મેરીટના આધારે પસંદગી થશે તો ઠીક છે, નહી તો અમારે નથી રમાડવા. ત્યાર પછી મારી પસંદગી થઈ નહી. હું ખુબ રડ્યો, પરંતુ એનાથી મને શીખ મળી હતી કે, દુનિયા આમ જ ચાલે છે. આપને કઈક કરીને બતાવવું રહેશે. આ એવી વાતો હતી, જે મારા પપ્પાએ મને શીખવાડી છે.

image source

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ વિરાટ કોહલીને પછ્યું છે કે, શું ક્યારેય આપે વિચાર્યું છે કે, આપના પપ્પા હોત તો આપ તેમના માટે શું કરી શકતા હતા? આ પ્રશ્નના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી કહે છે કે, જયારે મારા પપ્પાનું નિધન થયું ત્યારે હું ફક્ત ૧૮ વર્ષનો હતો, તે એવી ઉમર હતી નહી કે હું રોજ બેસીને વિચારી શકું કે, આ શું થઈ ગયું.

image source

મને બસ ફક્ત એક જ વાત સમજમાં આવી કે હવે મારે પોતાના ભાઈ અને મમ્મીને સંભાળ લેવાની છે અને એમના માટે કઈક કરવાનું જ છે. હા, જયારે હું ભારત માટે રમ્યો, ત્યારે વિચાર આવ્યો હતો કે, પપ્પા હોત તો હું એમને એક આરામદાયક જિંદગી આપી શકતો હોત. તેઓ આખી જિંદગી કામ જ કરતા રહ્યા. આવામાં હું તેમને એવી જિંદગી આપી શકતો હતો.

સુનીલ છેત્રીએ પૂછ્યું કે ત્યારે આપ ક્યાં હતા, જયારે વર્ષ ૧૯૯૬ વર્લ્ડ કપમાં પાકિસ્તાની બેટ્સમેન આમિર સોહેલને વેંકટેશ પ્રસાદએ બોલ્ડ કર્યા? ત્યારે વિરાટ કોહલી કહે છે કે, હું પોતાના ઘરે હતો અને મેં બિલકુલ એવી જ રીતે એ ક્ષણને સેલીબ્રેટ કરી હતી જેવી રીતે હું આજે કરું છું. તે જે બોલ્ડ છે ને, તેનાથી વધારે આઇકોનિક બોલ્ડ અમારા માટે તો હિસ્ટ્રી ઓફ ક્રિકેટમાં કોઈ છે નહી.

 

View this post on Instagram

 

A post shared by Sunil Chhetri (@chetri_sunil11) on

આની પર સુનીલ છેત્રીએ પણ કહ્યું કે, અમે લોકો પણ કેટલાક દિવસો સુધી તેની નકલ કરતા હતા. એક સોહેલ બનતો હતો અને એક એક વેંકટેશ પ્રસાદ અને એવી જ રીતે બોલ્ડ કરીને અમે બધા ખુબ મજા કરતા હતા. તેઓ ફૂટબોલની મેચ જોવી, બેકહમ વગેરેને જોવું. આપ બાસ્કેટ બોલ જાણો છો કે નહી, પરંતુ તે સમયના બધા સ્ટાર પ્લેયર્સને જાણવું. સવારે ઉઠીને મેચ જોવી.

Source: NEWS 24

અરે બાપરે ! બીચારી આખી પાકિસ્તાની ટીમનો પગાર એકલા વિરાટ કોહલીના પગાર કરતાં પણ ઓછો છે !

તસવીરોમાં જોઇ લો આ 15 ક્રિકેટરોની પત્ની કેટલી છે સ્માર્ટ, બોલિવૂડ એક્ટ્રેસ પણ પડે પાછી

બાળકને જન્મ આપતા પહેલા અનુષ્કાએ વિરાટ સામે મુકી આ મોટી શરત, ખબર છે તમને?

આ ક્રિકેટર્સના લગ્ન સમયે થયા હતા અનેક વિવાદ, જેમાં 2 નંબરે તો કર્યુ ના કરવાનું આવુ કામ

વિરાટ કોહલીની મોંઘેરી લાઈફ સ્ટાઈલ ! 600 રૂપિયે લિટરનું પાણી પીવે છે અને પહેરે છે લાખોની ઘડિયાળ !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ