નાઓમી ઓસાકાનું નામ એકાએક ચર્ચામાં આવી ગયું છે. કારણ છે કે આ ટેનિસ સ્ટારે એક વર્ષમાં એટલી કમાણી કરી છે જેની કોઈ કલ્પના પણ કરી શકે નહીં. સૌથી પહેલા નાઓમી વર્ષ 2018માં ચર્ચામાં આવી હતી. આ વર્ષે તેણે સેરેના વિલિયમ્સને હરાવી યૂએસ ઓપન પોતાના નામે કર્યું હતું. ચાર મહિના પછી તેણે બીજો ગ્રાંડ સ્લેમ જીત્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન પર કબ્જો કર્યો. બે ગ્રેંડ સ્લેમ ખિતાબ જીતનારી તે પહેલી જાપાની ખેલાડી હતી.

જો કે કોરોના પછીના છેલ્લા 12 મહિના ખેલાડી માટે ખૂબ વિચિત્ર રહ્યા છે. આ દરમિયાન પણ ઓસાકાએ બે ગ્રૈંડ સ્લેમ પોતાના નામે કર્યા છે. આ સાથે જ ન્યૂયોર્કની સડકો પર તે પોલીસના શૂટિંગ દરમિયાન મોતને ભેટેલા સાત બ્લેક્સના હકમાં પણ અવાજ ઉઠાવતી જોવા મળી હતી.

ઓસાકાના ખેલ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અનેક કંપનીઓ તેની સાથે જોડાઈ છે. જેનું પરીણામ એ આવ્યું કે છેલ્લા 12 મહિના એટલે કે 365 દિવસમાં જ ઓસાકા 55.2 મિલિયન અમેરિકી ડોલર એટલે કે અંદાજે 402 કરોડ ભારતીય રૂપિયાની કમાણી કરી ચુકી છે. અત્યાર સુધીમાં કોઈપણ મહિલા એથલીટએ આટલી વધારે વાર્ષિક કમાણી કરી નથી.

ઓસાકાએ આ રકમમાંથી 5.2 મિલિયનની કમાણી રમતજગતમાંથી અર્જિત કરી છે જ્યારે અન્ય ધનરાશિ તેને ખેલજગતની બહારથી મળી છે. ઓસાકા સ્પોર્ટિકોની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર રમતજગતની હસ્તીઓમાં પણ 15માં ક્રમ પર છે.
ઓસાકાએ હાલમાં એચઆર સોફ્ટવેરથી લઈ ઘડિયાળની સુપ્રસિદ્ધ કંપનીઓ, ડેનિમની લીવાઈસ, ફેશન સ્ટોર્સની કંપનીઓ સાથે કરાર કર્યા છે. આ સાથે ઓસાકાએ નાઈકી સાથે પણ ડીલ કરી છે અને સાથે એક રેસ્ટોરન્ટ ચેઈનમાં પણ તેણે ભાગીદારી કરી છે.

ઓસાકા જાપાની માતા હૈતી અને અમેરિકીન પિતાની સંતાન છે. હાલ તેના પર જાપાનની કંપનીઓ મહેરબાન છે. તેની પાસે 6થી વધુ સ્પોન્સર બ્રાંડ જાપાનની છે. તોક્યો ઓલંપિક જે પહેલા 2020 થવાનો હતો અને હવે 23 જુલાઈથી શરુ થવાનો છે તેમાં પણ ઓસાકા જોડાઈ છે.
ઓસાકાને ટેનિસ કોર્ટ બહારથી 50 મિલિયનની કમાણી થઈ છે. અત્યાર સુધી આટલી મોટી રકમ મેળવનાર ખેલાડીઓમાં પુરુષ ખેલાડીઓના જ નામ હતા, જેમ કે રોજર ફેડરર, લેબોર્ન જેમ્સ અને ટાઈગર વુડ્સ. પરંતુ હવે તેમાં મહિલા ખેલાડી ઓસાકાનું નામ જોડાઈ ચુક્યું છે.

અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે તાજેતરમાં જ વર્લ્ડ લોરિયસ એવોર્ડથી પણ તેને સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય તેણે મેળવેલી સિદ્ધિ બદલે તેને સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનું સન્માન પણ એનાયત કરવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!