IRCTCના આ ટુર પેકેજમાં સસ્તામાં ફરી લો હૈદરાબાદ, ઓછા પૈસામાં ફરવાની એટલી મજા આવશે કે ના પૂછો વાત

હૈદરાબાદ તેલંગાણા રાજ્યની રાજધાની છે. તેની સ્થાપના સન 1591 માં કુતુબ શાહી વંશના શાસક મુહમ્મદ કુલી કુટિબ શાહીએ કરી હતી. આ શહેર મુસી નદીના કિનારે વસેલું છે. હૈદરાબાદને ” પર્લ સીટી ” ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેરનો એક સમૃદ્ધ ઇતિહાસ છે જે લગભગ 400 વર્ષ જૂનો છે. હૈદરાબાદ મોર્ડનિટી માટે પણ પ્રખ્યાત છે. આ મેટ્રોપોલિટન સીટીનો દરજ્જો પણ પ્રાપ્ત છે.

image source

હૈદરાબાદમાં પર્યટકો ઘણી બધી ફરવા જેવી જગ્યાઓએ ફરી શકે છે અને પૈસા વસુલ યાત્રા કરી શકે છે. અહીંની ઐતિહાસિક ધરોહરો, સ્વાદિષ્ટ અને લઝીઝ જમવાનું, શોપિંગ અને થ્રિલિંગ એન્ટરટેઈનમેન્ટ પાર્ક પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. હૈદરાબાદ એક એવું શહેર છે જેણે ફક્ત પોતાની સંસ્કૃતિને આજદિન સુધી જાળવી રાખવાનું કામ નથી કર્યું પરંતુ આ શહેરએ આધુનિક સમય સાથે ચાલીને ટેકનોલોજી ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. દેશના અલગ અલગ સ્થાનોએથી લોકો અહીંના આઇટી સેક્ટરમાં કામ કરવા સબબ આવે છે.

image source

આ શહેરની સૌથી પ્રખ્યાત ડિશ દમ બીરિયાની છે અને અહીં આવતા પર્યટકો પૈકી મોટાભાગના પર્યટકો તેને ચાખવાનું નથી ચુકતા. એ સિવાય શિયાળાના દિવસોમાં પણ આ શહેર ગરમ રહે છે. ત્યારે જો તમે હૈદરાબાદ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અહીં અમે તમને IRCTC ની એક ઓફર વિશે માહિતી આપી રહ્યા છીએ.

પેકેજ ડિટેલ

  • પેકેજનું નામ – Heritage Hyderabad One Day Tour
  • ડેસ્ટિનેશન કવર – હૈદરાબાદ શહેર
  • ટ્રાવેલિંગ મોડ – બાય રોડ
  • સ્ટેશન / ડીપર્ચર સમય – સિકંદરાબાદ, નામપલ્લી, કાચીગુડા રેલવે સ્ટેશન
  • કલાસ – કમ્ફર્ટ
  • ફ્રિકવન્સી – દરરોજ (સોમવાર અને શુક્રવાર સિવાય)
image source

પેકેજ કોસ્ટ –

  • કલાસ – કમ્ફર્ટ – વહિકલ ઓક્યુપેંસી
  • 4 થી 6 વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ ખર્ચ – 1170 રૂપિયા
  • 7 થી 12 વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ ખર્ચ – 1145 રૂપિયા
  • 13 થી 22 વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ ખર્ચ – 505 રૂપિયા
image source

ટુર ઇટીનેરરી

પ્રથમ દિવસ – રેલવે સ્ટેશનેથી પિક અપ કરવામાં આવશે (સિકંદરાબાદ, નામપલ્લી, કાચીગુડા રેલવે સ્ટેશન) ત્યારબાદ Tunkbund રોડથી બિરલા મંદિર, સાલાર જંગ સંગ્રહાલય, ચૌમહલા પેલેસ, મક્કા મસ્જિદ, ચારમિનાર, ગોલકોંડા ફોર્ટ, કુતુબશાહી ટોમ્બ લઈ જવાશે, ત્યાંથી તમને રેલવે સ્ટેશન મૂકી જવાશે.

image source

કેંસિલેશન પોલિસી

  • 1. 15 દિવસથી વધુ સમય પર 250 રૂપિયા પ્રતિ વ્યક્તિનું કોસ્ટ ડીડકશન થશે.
  • 2. 8 દિવસથી 14 દિવસના પેકેજમાં 25 ટકા કોસ્ટ ડીડકશન થશે.
  • 3. 4 થી 7 દિવસ પર 50 કોસ્ટ ડીડકશન થશે.
  • 4. 4 કે એથી ઓછા દિવસમાં કોઈ કોસ્ટ ડીડકશન નહીં થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ