લોકડાઉનમાં કુતરાએ ટીવીની આ ફેમસ સેલેબ્સને ગાલે ભરી લીધુ બચકુ, અને અંતે કરાવી પડી સર્જરી

કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન કેટલાક ટીવી સેલેબ્સ એવા છે જેમની કિસ્મતના સિતારાઓ સંકટમાં ચાલી રહ્યા છે. આ વ્યક્તિઓ ના ઈચ્છવા છતાં પણ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. એક મહિનાના લોકડાઉનમાં અત્યાર સુધી કેટલાક સેલેબ્સ કોઈને કોઈ કારણોના લીધે ઘાયલ થઈ ગયા છે.

image source

આ લીસ્ટમાં હવે ટીવી એક્ટ્રેસ સના મકબુલના નામનો પણ સમાવેશ થઈ ગયો છે જેમને એક કુતરાએ બચકું ભરી લીધું છે. થોડાક સમય પહેલા જ સના મકબુલના ચહેરા પર એક કુતરાએ હુમલો કરી દીધો હતો. ઘાવ વધારે થઈ ગયો હોવાના કારણે સના મકબુલને લોકડાઉન દરમિયાન જ પોતાના ચહેરાની સર્જરી કરાવવી પડી છે. આ વાતનો ખુલાસો સના મકબુલ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની એક પોસ્ટ દ્વારા કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Makbul (@divasana) on

સના મકબુલ પોતાના ચહેરાની સર્જરી વિષે જાણકારી આપતા સના લખે છે કે, ‘મારી સાથે એક મોટી દુર્ઘટના થઈ ગઈ છે. મારા ચહેરા પર કુતરાના બચકું ભરી લીધા પછી મારે મારા ચહેરાની સર્જરી કરાવી છે. મને ખબર છે કે, આ વાત ફેંસને જણાવવા માટે મેં ઘણું મોડું કરી દીધું છે પરંતુ મારી સાથે આ દુર્ઘટના થવાથી હું ખુબ હેરાન થઈ ગઈ હતી. એક એક્ટર અને મનુષ્ય હોવાના લીધે આપણે બધા પોતાના ચહેરાને ખુબ જ પ્રેમ કરીએ છીએ.’

 

View this post on Instagram

 

A post shared by Sana Makbul (@divasana) on

આગળ પોતાની સાથે થયેલ આ દુર્ઘટના વિષે જણાવતા સના મકબુલ લખે છે કે, ‘મારા માતા આ ઘાવ ખુબ જ દર્દનાક છે કેમ કે, આ દુર્ઘટનાના નિશાન મારા આખી જિંદગી મારી સાથે મારા ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળશે. પહેલા હું પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરતી હતી પરંતુ હવે બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. સર્જરીનો દુખાવો સહન કર્યા પછી મને પ્રાણીઓ પ્રત્યે નફરત થઈ ગઈ છે.

image source

હવે હું પ્રાણીઓથી આખી જિંદગી ડરતી રહીશ. આપના બધાની પ્રાર્થનાઓ માટે ખુ ખુબ ધન્યવાદ… હવે હું ધીરે ધીરે સાજી થઈ રહી છું. હું આ મારી ફેસ સર્જરી સામે હાર નહી માનું. હું એક ફાઈટરની જેમ આ સર્જરીના દુઃખાવાનો સામનો કરીશ. જિંદગી માણસને દરેક તકલીફોની સાથે રહીને જીવવાનું આવડી જ જાય છે. હું બસ અટક્યા વગર આમ જ ચાલતા રહેવા ઈચ્છું છું.’

આ ટીવી સેલેબ્સની પણ લોકડાઉન દરમિયાન થઈ ગઈ છે સર્જરી.:

image source

સના મકબુલને આપણે ટીવી શો ‘ઈસ પ્યાર કો ક્યાં નામ દુ-૨’, ‘કિતની મોહબ્બત-૨’, ‘અર્જુન’ અને ‘આદત’ જેવા ટીવી શોમાં જોવા મળી છે. દેશમાં ચાલી રહેલ લોકડાઉન દરમિયાન સના મકબુલ સિવાય પણ અન્ય બે ટીવી સ્ટારની સર્જરી કરવામાં આવી છે. જેમાં કરિશ્મા તન્ના અને શિવિન નારંગ જેવા સ્ટાર્સની સર્જરી લોકડાઉન દરમિયાન કરાવવામાં આવી છે. આ બંને સ્ટાર્સ પોતાના જ ઘરમાં પડી ગયા હતા. બંને સ્ટાર્સ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી આ બંને સ્ટાર્સને સર્જરીનો આશરો લેવો પડ્યો હતો.

Source: બોલીવુડલાઈફ. કોમ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ