વિરાટ કોહલીની મોંઘેરી લાઈફ સ્ટાઈલ ! 600 રૂપિયે લિટરનું પાણી પીવે છે અને પહેરે છે લાખોની ઘડિયાળ !

ભારતની રાષ્ટ્રિય રમત ભલે હૉકી હોય, પણ સૌથી વધારે જો કોઈ રમતને પ્રેમ મળતો હોય તો તે છે ક્રિકેટ. આજે ગલીએ ગલીએ બાળકોથી માંડીને યુવાનો સુધી બધા જ તમને ભારતમાં આંટો મારતા ક્યાંકને ક્યાંક તો ક્રિકેટ રમતા જોવા મળી જ જશે. આજે બોલીવૂડ બાદ જો કોઈ ફિલ્ડ આકર્ષણ જમાવતું હોય તો તે છે ક્રિકેટ અને ક્રિકેટરો. અને જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તોતો બોલીવૂડ પણ ક્યાંય પાછળ રહી જાય.

ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો ગયા વર્ષની સૌથી વધારે કમાણી કરતાં સ્પોર્ટ પર્સન્સની ફોર્બ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે તેમનું નામ તેમાં શામેલ નથી. તેમ છતાં તેમની આવકમાં સતત વધારો થતો જ જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં સૌથી વધારે કમાણી કરતી ક્રિકેટ ટીમ છે. અને તેમાં સૌથી વધારે કમાણી કરતાં ક્રીકેટર્સમાં વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. પોતાની આ કમાણીનો કોહલી ભરપુર ઉપયોગ કરી જાણે છે.

તાજેતરમાં વેસ્ટઇન્ડીઝમાં થયેલી વિવિધ સિરિઝમાં ભારતને જીતાડીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત પાછો ફર્યો હતો. જેમની એરપોર્ટ પરની તસ્વીરો આજે સમગ્ર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. અને તેમાં તેણે પહેરેલા વસ્ત્રો નહીં પણ તેના કાંડાની ઘડિયાળ સૌથી વધારે ચર્ચામાં છે.

તેણે કાંડામાં પહેરેલી ઘડિયાળ કોઈ જેવી તેવી ઘડિયાળ નથી. તેની કિંમત લાખો રૂપિયામાં છે. આ એક રોલેક્સ ઘડિયાળ છે. તેના મોડેલનું નામ છે રોલેક્સ ડેટોના રેઈનબો એવરરોઝ ગોલ્ડ જેના ડાયલમાં 36 રેઈનબો કલરના નિલમ જડેલા છે. આ ઘડિયાલની કીંમત છે 69,12,000 રૂપિયા એટલે કે સીત્તેર લાખ રૂપિયા. કીંમત જાણીને તમારા હોશ ઉડી ગયાને પણ આપણા કેપ્ટન આટલી મોંઘી ઘડિયાળને તો અફોર્ડ કરી જ શકે.

અને આ એરપોર્ટ લુકમાં તેમની ઘડિયાળ તો સૌથી મોંઘી છે પણ તેમણે પહેરેલા વસ્ત્રો પણ ઘણા મોંઘા હશે. કારણ કે તેમાંની એક એક વસ્તુઓ બ્રાન્ડેડ છે. પતિ જો મોંઘેરા વસ્ત્રોને ઘડિયાળ પહેરે તો અનુષ્કા શા માટે પાછી રહી જાય. અનુષ્કાએ એરપોર્ટ પહેરેલી ટી-શર્ટ છે બેલેન્શિયાગા જે રૂપિયા 35000ની છે. જ્યારે તેણીનું બ્લેઝર મેંગો કંપનીનું રૂપિયા 3,590નું છે. તેનું ટ્રાઉઝર ટોપશોપનું છે જેની કીંમત 2840 રૂપિયા છે અને તેના સ્નિકર એડીડાઝના છે જે 7590ના છે. જ્યારે તેણીના વસ્ત્રો કરતાં તેણીની સેઇન્ટ લોરેન્ટની બેગ સૌથી મોંઘી છે જેની કીંમત છે. 110000 રૂપિયાની આ એક હેન્ડ બેગ છે.

તમને જણાવી દઈએ કે એક સ્પોર્ટ્સ સેલિબ્રિટી હોવાથી વિરાટે પોતાની હેલ્થનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે. અને તે પોતાના સ્વાસ્થ્યને સુરક્ષીત રાખવા માટે પાણી બાબતે પણ કોઈ ચાન્સ લેવા નથી માગતો માટે જ તે માત્ર એવિયાન કંપનીનું પાણી પીવે છે જેના એક લીટરની કીંમત રૂપિયા 600 છે. વિરાટે આ બાબતે જણાવ્યું હતું કે ખાસ કરીને આ ઇમ્પોર્ટેડ પાણી તેને ફીટ રાખવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ પાણી હોલીવૂડના બેવરલી હિલ્સ સ્પ્રિન્ગનું ખાસ પાણી છે જે આપણા ક્રીકેટરને ફીટ રાખે છે.

તમને જણાવી દઈએ કે આટલું મોંઘુ પાણી માત્ર વિરાટ કોહલી જ નહીં પણ સાઉથ સ્ટાર મહેશ બાબુ, કમાલ આર ખાન વિગેરે સેલિબ્રિટિઝ પણ પીવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ