મિત્રો, આજના સમયમા ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ તમને જોવા મળશે કે, જે પ્રખ્યાત ડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીને ઓળખતુ ના હોય. પોતાના મધુર અવાજથી તેમણે હાલ આખા ગુજરાતને ડોલાવી દીધુ છે, આજે તેમનો સૂરીલો અને મધુર સ્વર દરેક વ્યક્તિ સાંભળવાનુ ખુબ જ પસંદ કરે છે.

તે જ્યારે પોતાના પહેલા ડાયરામા ઉપસ્થિત હતા ત્યારે તેમની સ્થિતિ કઈક અલગ જ હતી પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા તેમની ભવ્ય જીવનશૈલી જોઇને તમારી આંખો પણ અંજાઈ જશે. ગુજરાત રાજ્યના આ સુપ્રસિદ્ધ કવિનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના વાલ્વોડમા થયો હતો અને ત્યાં જ તે ઉછર્યા હતા. ત્યારબાદ તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ગુજરાતમા આજે કોઈપણ જ્ગ્યાએ જો તેમનો ડાયરો હોય તો તે ડાયરાની રોનક જ કઈક જુદી હોય છે. ચારણ-ગઢવી પરિવારમા સંગીત લોહીમાં જ હોય છે એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ અને માનીએ પણ છીએ. કીર્તિદાનને બાળપણથી જ સંગીતનો ખુબ જ જબરદસ્ત શોખ હતો.

કીર્તિદાને વાલવોડ ગ્રામ્ય વિસ્તારની શાળામા પ્રાથમિક શિક્ષણ લીધુ હતુ અને ત્યારબાદ વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી બી.કોમનો અભ્યાસ કર્યો. જો કે, તેમનુ મન સંગીતમા જ પરોવાયેલું હોવાથી તેમણે અભ્યાસ ક્ષેત્રે કોઈ વિશેષ રૂચી લીધી નહોતી.

તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસિકલ સંગીતનો અભ્યાસ કર્યો અને તેમા માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમની સંગીત ક્ષેત્રેની અવિતરત યાત્રા ચાલુ છે. સંગીતની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી. આ ઉપરાંત પોતાના શોખને કારણે શાળા કે સ્પર્ધામા જ્યા પણ તેમને ગાવાની તક મળે, તે ગાતા હતા.

તેમના પિતા પણ આ જ ક્ષેત્રમા હતા એટલે તે હમેંશા વિરોધ કરતા કે, તુ આ ક્ષેત્રમા જા એનો વાંધો નહીં પરંતુ, આ ક્ષેત્રમા તમને આર્થિક ઉપાર્જન નહીં મળે. તમારુ જીવન ફક્ત ગાવાથી જ નહીં ચાલે, જીવન જીવવા માટે નાણાકીય મૂડી ની પણ આવશ્યકતા પડે છે.

કીર્તિદાનના મોટાભાઈ જગદીશભાઈને તેમની પર ભરોસો હતો ,કે આ જીવનમાં કંઈક કરશે ખરો એટલે જ તેમણે ઘરના વિરોધ વચ્ચે તેમણે તેમનેસંગીત ક્ષેત્રમા આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. સ્ટેજ પર કીર્તિદાનને ગાવાનો પહેલો અવસર પેટલાદ પાસેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં મળ્યો હતો. અહીં તેમણે ડોલરભાઈ ગઢવી સાથે ‘શ્યામ પીયા મોરે રંગ દે..’ ગીત ગાયુ હતુ.

આજે ફક્ત એક જ ડાયરાના પોગ્રામથી કીર્તિદાન લાખો રૂપિયાની આવક મેળવે છે પરંતુ, જ્યારે તેમણે તેમનો પહેલો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે તેમને આવક પેટે ૪૦૦ રૂપિયા મળ્યા હતા. સ્વ. જયદેવ ગઢવીએ કીર્તિદાનને નાના કેરળામાં એક ડાયરામાં કલાકાર તરીકે ગાવાની તક આપી હતી. તેમણે પોતાના જીવનમા ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

ગુજરાતી લોકોનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો છે કે, આજે ગુજરાતની બહાર પણ તેમની માંગ ખુબ જ વધવા લાગી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમા નિવાસ કરતા ગુજરાતી લોકોમા કીર્તિદાનના સૂરનો એક અનેરો જાદુ ચાલ્યો હતો અને આજે તે વિશ્વમા “ડાયરા કિંગ” તરીકે ઓળખાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,