તસવીરોમાં જોઇ લો આ 15 ક્રિકેટરોની પત્ની કેટલી છે સ્માર્ટ, બોલિવૂડ એક્ટ્રેસ પણ પડે પાછી

દુનિયાના આ 15 ક્રિકેટરોની પત્નીઓ છે રૂપ રૂપનો અંબાર..

image source

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાતી રમત હોય તો એ છે ક્રિકેટ. ક્રિકેટના ચાહકો આખી દુનિયામાં ઘણા બધા છે. ક્રિકેટરો જેટલા તેમની રમત માટે પ્રખ્યાત છે એટલા જ એમના દેખાવ માટે પણ છે.જો આપણે આપણા ભારતના ક્રિકેટરની વાત કરીએ તો દુનિયા તેમની પાછળ ગાંડી છે. છોકરીઓ તો એમને જોતા જ એમની દિવાની બની જાય છે.

ક્રિકેટરોના લૂક અને વ્યક્તિત્વ પર છોકરીઓ ફિદા હોય છે. છોકરીઓ ફક્ત ભારતીય ક્રિકેટરોની જ નહીં વિશ્વના બીજા દેશોના ક્રિકેટરો માટે પણ પાગલ હોય છે. છોકરીઓ તેમની રમત કરતા તેમનો દેખાવ વધુ પસંદ કરે છે.

image source

પરંતુ આજે આપણે ક્રિકેટરો વિશે નહિ પણ એ ક્રિકેટરની પત્નીઓ વિશે જાણીશું કે જે અત્યંત રૂપાળી દેખાય છે.

1. ઝહીર ખાન અને સાગરિકા

image source

ચક દે ઇન્ડિયા ફિલ્મમાં કામ કરનાર સાગરિકા એ વર્ષ 2017માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. સાગરિકા એક મોડલ અને ભારતીય એથલીટ રહી ચુકી છે. તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે દેખાવે પણ ખૂબ જ સુંદર છે.

2. વિરાટ કોહલી – અનુષ્કા શર્મા

image source

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા ને તો સૌ કોઈ ઓળખે જ છે. વિરાટ કોહલીની ગણના ક્રિકેટરોમાંથી સૌથી હેન્ડસમ ક્રિકેટરમાં થાય છે. અને અનુષ્કા બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. વિરાટ અને અનુષ્કા વર્ષ 2017માં એકબીજાના જીવનસાથી બન્યા હતા.

3. સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી

image source

સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી વર્ષ 2015માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રિયંકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. સુરેશ અને પ્રિયંકાને એક દીકરી પણ છે.

4. યુવરાજ સિંહ અને હેઝલ કિચ

image source

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્નીનું નામ હેઝલ કિચ છે.યુવરાજે 30 નવેમ્બર 2016માં હેઝલ સાથે લગ્ન કર્યા હતા. હેઝલ બોલીવુડની એક અભિનેત્રી રહી ચુકી છે.

5. ડેવિડ વોર્નર – કેન્ડિસ ફૈલજન

image source

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરની પત્નીનું નામ છે કેન્ડિસ ફૈલજન. ડેવિડ વોર્નર સાથે લગ્ન પહેલા કેન્ડિસ ફૈલજન એક લાઈફ ગાર્ડ અને મોડેલ રહી ચૂકી છે. ડેવિડ અને કેન્ડિસ ફૈલજનને બે બાળકો પણ છે.

6. એલિસ્ટર કૂક – એલિસ હન્ટ

image source

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના 34 વર્ષના કુકે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.તમને જણાવી દઈએ કે કુકની સુંદર પત્નીનું નામ એલિસ હન્ટ છે જે ખૂબ જ સુંદર દેખાય છે.

7. આન્દ્રે રસેલ – જેસીમ લૌરા

image source

વેસ્ટઈન્ડિઝ પ્લેયર આન્દ્રે રસેલની પત્ની જેસીમ લૌરા છે. જણાવી દઈએ કે જેસીમ એક મોડેલ છે અને તેનું નામ કેરેબિયનની સૌથી હોટ પત્નીઓમાં સામેલ કરવામાં આવે છે.. રસેલ અને લૌરા ક્રિકેટ જગતનો સૌથી હોટ કપલ હોવાનું મનાય છે.

8. સ્ટુઅર્ટ બિન્ની – મયંતી લેંગર

image source

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે મયંતી લેંગર, જે એક સ્પોર્ટ્સ એન્કર છે. મયંતી લેંગરે સ્ટાર સ્પોર્ટ નેટવર્ક પર ઘણી મેચનું હોસ્ટિંગ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે મયંતી ભારતની જાણીતી ટીવી એન્કરમાંની એક છે.

9. હરભજન સિંહ – ગીતા બસરા

image source

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હરભજન સિંહની પત્નીનું નામ ગીતા બસરા છે. વર્ષ 2015માં બંનેના લગ્ન થયા હતા. ગીતા બસરા બોલિવૂડની એક્ટ્રેસ રહી ચુકી છે.. ગીતા અને હરભજનને હિનાયા હીર નામની એક દીકરી પણ છે.

10. મહેન્દ્રસિંહ ધોની – સાક્ષી ધોની

image source

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી મહેન્દ્રસિંહ ધોનીને પ્રોત્સાહન આપવા તેમની દરેક મેચમાં હાજર રહેતી હતી. તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.

11. લક્ષ્મીપતી બાલાજી અને પ્રિયા

image source

લક્ષ્મીપતિ બાલાજીએ તેની કરિયરની શરઆત 2000થી કરી હતી. તેનું પ્રદર્શન જોઈને એમને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.અને એ વેસ્ટઈંડિઝના વિરુદ્ધમાં 2001 રમ્યા હતા. બાલાજીનું નામ ફાસ્ટ બોલર તરીકે લેવામાં આવે છે.બાલાજી એમના હંમેશા હસતા ચેહરાને કારણે ભારે ચર્ચામાં રહે છે. બાલાજીએ તેની ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત 2003થી કરી હતી. બાલાજીએ 2013માં પ્રિયા તાલુર સાથે લગ્ન કર્યા હતા.બાલાજીની પ્રિયા સાથેની મુલાકાત એક સપના જેવી હતી.. બાલાજી અને પ્રિયા 2009માં એક ફંક્શન દરમિયાન પહેલી વાર મળ્યા હતા.

image source

બાલાજી પ્રિયાની અપ્રતિમ સુંદરતા જોઈ તેના પર ફિદા થઈ ગયા હતા. બાલાજી પ્રિયાના એકતરફી પ્રેમમાં પડી ગયા હતા. થોડા સમય પછી બન્ને વચ્ચે દોસ્તી થઈ હતી. ત્યારબાદ ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમી હતી.પ્રિયા ચેન્નાઇમાં ઘણી મેચમાં બાલાજીને ચીયર કરવા પહોંચતી હતી. બન્નેએ ચાર વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આખરે 2013માં લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા. જણાવી દઈએ કે, બાલાજીએ 2016માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે આઇપીએલમાં તેની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયા હતા.ઘણા ઓછા લોકોને ખબર છે કે, બાલાજી અને પ્રિયાના લવ મેરેજ છે. પ્રિયા ચેન્નાઇની સુપર મોડેલ છે.

પ્રિયા અને બાલાજીને એક દીકરો છે. પ્રિયા 2009માં મિસ ચેન્નાઇ કોન્ટેસ્ટમાં ભાગ પણ લીધો હતો.

12. રોહિત શર્મા – રિતિકા સજદેહ

image source

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ ઘણીવાર રોહિત શર્માની મેચ જોવા મેદાન પર જોવા મળે છે, ત્યારે ઘણીવાર દર્શકો મેચ દરમ્યાન રિતિકાની સુંદરતાને પણ જોઈ લેતા હોય છે. આ યુગલને એક સુંદર દીકરી પણ છે.

13.શાકિબ અલ હસન – ઉમ્મી અહેમદ શિશિર

image source

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનની પત્ની ઉમ્મી અહેમદ શિશીર છે, ઉમ્મી યુએસ માં જન્મી હતી.તેણી એ યુનિવર્સિટી ઓફ મીનેસોટામાંથી સોફ્ટવેર એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. અને તે બન્ને ને એક પુત્રી પણ છે. ઉમ્મી અહેમદ શિશિર દેખાવમાં કોઈ મોડેલ જેવી જ લાગે છે..

14.શોએબ મલિક – સાનિયા મિર્ઝા

image source

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની છે સાનિયા મિર્ઝા, જે ભારતીય ટેનિસ પ્લેયર છે અને બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં, સાનિયા ભારતની સફળ ટેનિસ ખેલાડી છે અને એશિયાની સૌથી ફેમસ મહિલા પણ છે. જે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે.

15.શેન વોટસન – લી ફર્લોંગ

image source

લી ફર્લોંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસનની પત્ની છે. શેન અને લી 2010માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. લી ફર્લોંગ ઓસ્ટ્રેલિયામાં ફોક્સ સ્પોર્ટની પ્રસ્તુતકર્તા છે. તે દેખાવે ખૂબ જ સુંદર છે.

source : gujjurocks

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ