દિવ્યાંગ વિદ્યાર્થીઓની આંખો બનેલા રાઇટર્સનું આ ગ્રૂપે કર્યું સન્માન, જાણીને તમને પણ થશે ગર્વ

મિત્રો આપણે બધાએ શાળા કોલેજ દરમિયાન પરિક્ષા આપી જ હશે અને સારા માર્ક્સ પણ મેળવ્યા હશે. પણ વિચારો જે લોકો જોઈ નથી શકતા તે કેવી રીતે પેપર લખતા હશે.

તો મિત્રો આજે મારે તમને એવા એક કેટલાક લોકોની વાત કરવી છે કે જેઓ આવા દિવ્યાંગ બાળકોની આંખો બને છે, એટલે કે તેમના પેપર લખવા જાય છે અને એ પણ કોઈ સ્વાર્થ વગર. છેને બાકી નવાઈની વાત. કારણ કે આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસને પોતાના માટે ટાઈમ નથી હોતો એવામાં આ લોકો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પેપર લખવા જાય છે.

આ લોકો નિસ્વાર્થ ભાવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ના પેપર લખે છે એટલુ જ નહીં એસાઇનમેન્ટ લખે છે, સાંભળી ને સમજી શકે એના માટે પુસ્તકને અવાજમાં પણ રેકોર્ડ કરે છે. હવે મિત્રો તમને થોડી જિજ્ઞાસા જાગી હશે કે આવા લોકોને ખરેખર સન્માન મળવુ જોઈએ. તો આવુ જ સન્માન આપવામાં કામ કર્યું છે “

કરકે દેખો અચ્છા લગતા હે” નામના ગૃપે. આ ગ્રુપ દ્વારા આવા રાઇટર્સ ને બિરદાવવા માટે એક નાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

“જે બહાર દેખાય છે એ નહી પણ,

જે અંદર છે તે માણસ ને ઉપર લઇ જાય છે”

અમદાવાદના નવરંગ પુરાની એક હોટેલમાં દિવ્યાંગ અંધ વિદ્યાર્થીઓને રાઈટિંગ કરી આપતા 40 જેટલા રાઈટર્સનું કરકે દેખો અચ્છા લગતા હૈ ગૃપના સંચાલક તૃપ્તિ ચૌહાણ અને રાજ ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માન કરાયું હતું.

તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમમાં 40થી વધારે રાઇટર્સને સર્ટીફીકેટ અને ગીફટ આપી સન્માનિત કર્યા હતા. એટલુ જ નહીં સાથે સાથે ખૂબ જ ધમાલ અને મસ્તી પણ કરી હતી. એક સાથે ભેગા થયેલા આ યુવાનોએ ભેગા મળીને ગેમ્સ રમી, ડાન્સ કર્યો અને સાથે જમ્યા પણ ખરા.

આ વાતાવરણ જોઈ કોઈનેએવુ લાગતુ જ નહોતું કે બધા પહેલી વખત મળી રહ્યા છે.. એવુ લાગ્યુ કે એક પરિવાર હોય, બધા એ દિલથી મજા કરી. આ ખાસ પ્રસંગને જીવંત બનાવવામાં રોમીલ મેહતાનો મોટો ફાળો હતો. આ ઉપરાંત નીરવ સર(wake up to dream) અલ્કેશ ફૂઆ (Act of kindness) પ્રતીક ભાવસાર (Parosa Restaurant) એ પણ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા લોકોનું સન્માન કરી આ ગૃપે એક ઉમદા કાર્ય કર્યું છે અને અન્ય યુવાનોને પ્રેરણ આપી છે. ત્યાં હજાર દરેક રાઈટર્સનો પણ જુસ્સો વધ્યો છે અને આવનારા સમયમાં પણ વધુ ઉમંગ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીની મદદ કરવાની પ્રેરણ મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong