સુહાના શાહરૂખ ખાન – આ સ્ટાર કિડ હવે બની ગઈ છે, યંગ એન્ડ બ્યૂટિફૂલ ટીનએજર…

આ સ્ટાર કિડ હવે બની ગઈ છે, યંગ એન્ડ બ્યૂટિફૂલ ટીનએજર; સુહાનાની ફેન ફોલોઈન્ગ અત્યારથી ભેગી થવા લાગી છે તેના સોશિયલ આઈ.ડી પર…
બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાનની દીકરી હવે સ્ટાર કિડ નથી રહી. તે એક સુંદર યુવતી દેખાઈ રહી છે.


શાહરૂખ અને ગૌરીના ત્રણ બાળકોમાંથી સુહાના બીજા નંબરે છે. તેનો મોટો ભાઈ આર્યન પણ મોટો થઈને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આજે શાહ રૂખ ખાન બોલિવૂડમાં ત્રણ દાયકા વિતાવીને દુનિયાભરના લોકોની ચાહના મેળવી છે ત્યારે આ બાદશાના બાળકોની પણ ઇચ્છા છે કે તેઓ પણ એક્ટિંગ કરે અને સુપર સ્ટાર બને.

છેલ્લા થોડા સમયથી આપણે નાના સ્ટાર કિડ્સનું ઇન્સટાગ્રામ ફોલોઇન્ગ ખૂબ જ પોપ્યુલર થતાં જોઈએ છીએ. ત્યારે જેમના પેર્ર્ન્ટ આટલા મોટા સ્ટાર હોય એમની ટીનએજર દીકરી પણ કેમ પાછળ રહે? સુહાનાની સોશિયલ પ્રોફાઈલ ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે.

તેણે થોડા સમય પહેલાં તેની બેનપણીઓ સાથે વિતાવેલ સન્ડેની સાંજે વિતાવેલી મોજની તસ્વીરો તેણે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તે ગ્રે પાર્ટી વેર ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે.

થોડા સમય પહેલાં તેનો એક ફોટો ખૂબ જ વાઈરલ થયો હતો તેમાં તેણે વ્હાઈટ ફુલ્લ સ્લીવ ટોપ સાથે પ્રિન્ટેડ બ્લ્યૂ કોટન ટ્રાઉઝર પહેરેલ હતું. અને તે કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે કોઈ ફેને લીધી હોવાનું મનાય છે.

સુહાના હાલ, ૧૮ વર્ષની છે અને તેને પિતાની જેમ ફિલ્મોમાં એક્ટિંગ કરવાની જ ઇચ્છા છે. પણ મમ્મી ગૌરી ખાન અને પિતા શાહરૂખની ઇચ્છા છે કે તે પહેલાં તેનું ભણતર પૂરું કરે. તેનું સ્કુલીંગ મુંબઈમાં જ થયું એ પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અને હાલ., તે લંડનમાં કોલેજ કરે છે. તેને એક્ટિંગ સાથે ડાન્સિંગ અને સ્પોર્ટ્સનો પણ ખૂબ જ શોખ છે.

સુહાનાની તાજી તસ્વીરો મુંબઈ એટપોર્ટ પર જોવા મળી હતી. તેમાં તે પિતા સાથે દેખાઈ રહી છે. શાહરૂખ ખાન ગ્રીન ટી શર્ટ ને બ્લેટ ટ્રાઉઝર પર લોંગ કોટ પહેર્યો છે જ્યારે સુહાનાએ ગ્રે ટેંક ટોપ સાથે બ્લેક જેગિંસ પહેરી હતી અને ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો.

તેમના આ કેઝ્યુલર લૂક્માં શાહરૂખ ખાન હેન્ડસમ દેખાઈ રહ્યા હતા ત્યારે સાથે ચાલી રહેલી દીકરી પણ ખૂબ જ સિમ્પલ લૂકમાં સુંદર લાગતી હતી. આ પિતા – પુત્રી લંડન જઈ રહ્યાં હતાં ત્યારની તસ્વીર છે.

થોડા સમય પહેલાં એક મેગેઝિનના કવર પર સુહાના સ્ટાઈલિશ પોઝમાં દેખાયી ત્યારે તેની આંખો અને સ્માઈલ ખૂબ જ આકર્ષક લાગતાં હતાં. હવે એ જોવું રહ્યું કે આ સ્ટાર ચાઇલ્ડ ગ્લેમરસ એક્ટરેસ બનીને ફિલ્મી પડદે ક્યારે આવશે?

ગૌરીએ પણ તેના ત્રણ સંતાનો સાથે એક વિંન્ટેજ કારમાં બેસીને ફોટો પોઝ આપ્યો હતો જે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્માં શેર કર્યો છે. પિતાની જેમ અભિનેત્રી બનશે કે માતાની જેમ પ્રોડ્યુસર એ તો હવે ભવિષ્ય જ કહેશે પણ તેના ચાહકો તેને અત્યારથી પસંદ ચોક્કસ કરવા લાગ્યા છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ