બોલિવૂડના દરેક એક્ટર્સ કે એક્ટ્રેસિસના ઘરની વાત આવે ત્યારે કમાલ છે શબ્દ સ્વાભાવિક રીતે નીકળતો જોવા મળે છે. વિક્કીએ વર્ષ 2015માં ફિલ્મ મસાન સાથે શરૂઆત કરી હતી. આ પછી ઉરીઃ દ સર્જિકલ સ્ટ્રાઈક અને મનમર્જિયા બાદ તેમને સ્ટાડમ મળ્યું. વિક્કીએ આલિયા ભટ્ટની સાથે ફિલ્મ રાઝી, રણબીર કપૂરની સાથે સંજૂમાં ઉમદા કામ કર્યું હતું. આ સિવાય વિક્કીએ થોડા સમય પહેલા ડબ્બૂ રતનાની કેલેન્ડર શૂટ 2021ના માટે ફોટોશૂટ કરાવ્યું હતું જે ફેન્સને પસંદ આવ્યુ હતું. આ દિવસોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની સાથે પોતાના અફેરને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આજે આપણે વાત કરીશું આ બધી વાતોને બાજુ પર રાખીને વિક્કી કૌશલના આલિશાન ઘરની. જ્યા તેઓ આરામનો સમય વીતાવે છે. તેઓએ અનેક વાર સોશ્યલ મીડિયા પર પણ પોતાના ઘરના ફોટો શેર કર્યા છે.
આવો છે વિક્કી કૌશલનો લિવિંગ રૂમ

વિક્કીના ઘરના લિવિંગ રૂમમાં અલગ અલગ ખૂણામાં સોફાના 2 સેટ છે. એક બાજુમાં ગ્રે કલરના સોફા લગાવેલા છે તો અન્ય તરફ એક કાળા લાકડાની પેનલની સાથે સફેદ સોફાનો ખાસ સેટ લાગેલો જોવા મળી રહ્યો છે. તેઓ ખાસ કરીને પોતાના ઘરની સફાઈ પોતે જ કરતા હોય તેવું પણ જોવા મળ્યું છે.
ડાઈનિંગ સ્પેસ

વિક્કી કૌશલના ઘરમાં ડાઈનિંગ સ્પેસને પણ ખાસ મહત્વ અપાયું છે. અહીં ફ્રોસ્ટેડ ગ્લાસ ટેબલ લગાવેલું છે. આ હોલમાં પિંક અને ઓરેન્જ કલરના કુશન રાખવામાં આવ્યા છે. આ સિવાય અહીની એક દિવાલ પર સૂરજનું બોલ્ડ પેન્ટિંગ પણ લગાવેલું છે.
બેડરૂમાં છે આ કલર

વિક્કી કૌશલના ઘરમાં બેડરૂમને પણ ખાસ મહત્વ અપાયું છે. તેમનો બેડરૂમ બ્લૂ કલરથી પેઈન્ટ કરાયેલો છે. આ સાથે બેડ પર લાઈટ બ્લૂ કલરના હેડબોર્ડ અને ડાર્ક બ્લૂ કલરના કુશન છે. વિક્કીના ઘરમાં બેડરૂમમાં એક મોટી બાલ્કની પણ છે. અહીંથી મુંબઈના દ્રશ્યો સારી રીતે જોવા મળી શકે છે. આ સાથે રૂમમાં બેઝ કલરના પડદા પણ લગાવાયા ચે.
કિચન છે સિમ્પલ અને સોબર

વિક્કી કૌશલના ઘરનું કિચન સિમ્પલ હોવાની સાથે સાથે સોબર અને ખાસ છે. અહીં પ્લેટફોર્મ પર કાળા ગ્રેનાઈટ લગાવાયેલા છે. આ સિવાય અન્ય ભાગમાં સફેદ ટાઈલ્સ છે, રસોડામાં મોડ્યુલર કબાટ પણ લગાવાયેલા છે. તેના કારણે તેનો લૂક ખાસ બની રહે છે.
ભાઈ પણ છે ફિટનેસનો શોખીન

વિક્કીનો ભાઈ સની પણ ફિટનેસનો શોખીન છે. વિક્કીનો પણ ફિટનેસનો શોખ છે. આ માટે તેઓએ ઘરમાં જ જિમ બનાવી લીધું છે. તેમના જિમમાં અનેક ડમ્બલ સેટ પણ છે.
આવો છે વિક્કીના ભાઈ સનીનો રૂમ

વિક્કી કૌશલનો ભાઈ સની પણ તેની સાથે જ રહે છે. તેના રૂમની દિવાલોને પણ બ્લૂ થીમ આપવામાં આવ્યો છે, રૂમમાં સફેદ પથારી છે અને તેમાં એક ક્રીમ રંગનું હેડબોર્ડ છે. જેના એક ખૂણામાં લાકડાનું ટેબલ છે અને ઘેરા રંગની લાકડાની ખુરશી પણ છે.

આપણે જ્યારે કલ્પના કરીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે આ સ્ટાર્સના ઘર કેવા સુંદર અને મોંઘા હશે. પણ એવું જરૂરી નથી. હા આપણા ઘરથી તો તેમના ઘર મોંઘા અને સુદર હશે જ પણ તેઓ પણ સિમ્પલ અને સોબર લૂક પસંદ કરતા હોય છે. અનેક દિવસો અને કલાકોના શૂટિંગ બાદ તેઓ જ્યારે ઘરે આવે છે ત્યારે તેઓ શાંતિ મેળવવાના અને ફ્રેશ થવાના પ્રયાસમાં રહે છે. માટે તેમના ઘરનો લૂક અને કલર બંને સિમ્પલ અને લાઈટ રાખવામાં આવે છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong