સૈફ અને કરીનાએ બીજા દીકરાનું નામ પણ રાખી દીધું, ફેન્સની આતુરતાનો આવ્યો અંત, જાણો શું છે છોટા નવાબનું નામ

જ્યારે કરીના કપૂર તથા સૈફ અલી ખાનના બીજી વાર માતા-પિતા બનવાની વાત આવી ત્યારે 21 ફેબ્રુઆરી હતી અને ત્યારથી જ લોકો તેના બીજા સંતાનના નામ વિશે આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. દીકરાના જન્મના પાંચ મહિના બાદ પણ કરીનાએ હજી સુધી નામ જાહેર કર્યું નથી. આટલું જ નહીં કરીનાએ દીકરાનો ચહેરો પણ બતાવ્યો નથી. હવે ચર્ચા છે કે કરીના-સૈફ દીકરાને જેહ કહીને બોલાવે છે.

image source

જો કે આ બધી ચર્ચા વચ્ચે એક રિપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે કરીના તથા સૈફે હજી સુધી દીકરાનું નામ ફાઇનલ કર્યું થી. તેઓ હાલમાં દીકરાને જેહ કહીને બોલાવે છે. કરીના-સૈફે વિવિધ નામ વિચાર્યા હતા, જેમાં સૈફના પિતાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી પણ એમાંથી જ એક હતું. ઉલ્લેખનીય છે કે જેહ લેટિન શબ્દ છે અને તેનો અર્થ બ્લૂ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી પણ થાય છે. ઉલ્લેખનીય છે કે બીજા દીકરાના જન્મ સમયે કરીનાએ પોતાના જૂના ઘર ફોર્ચ્યુન હેઇટ્સની બાજુમાં જ નવું ઘર ખરીદ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે જ્યારે સૈફ-કરીનાનો પહેલો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારે તેનું નામ થોડા જ અઠવાડિયામાં બહાર આવી ગયું હતું. એટલું જ નહીં તૈમૂરના જન્મ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ બીજા દીકરાના કેસમા આવું બિલકુલ થયું નથી. બીજા બાળકનું નામ પાડતાં પહેલા સૈફ-કરીના વિવિધ નામો પર ચર્ચા કરી રહ્યા છે પણ સત્તાવાર દસ્તાવેજીકરણ માટે હજી કોઈ નામ ફાઈનલ કરવામાં આવ્યું નથી. પરંતુ હાલમાં માહિતી એવી છે કે ‘બેબી પટૌડી’ને પરિવાર જેહ (Jeh) નામે બોલાવે છે. આ તેનું હુલામણું નામ છે.

જો જૂની વાત યાદ કરવામાં આવે તો સૈફ અને કરીના પહેલીવાર ડિસેમ્બર 2016માં પેરેન્ટ્સ બન્યા હતા. 20 ડિસેમ્બરે જન્મેલા તૈમૂરને કપલ પ્રેમથી ‘ટિમ’ કહીને બોલાવે છે. ગત વર્ષે સૈફ અને કરીનાએ બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ત્યારબાદ 2021ની 21મી ફેબ્રુઆરીએ બીજા દીકરાનો જન્મ થયો છે. બીજા દીકરાના જન્મ સાથે કપલના જીવનમાં અન્ય કેટલાક પરિવર્તન પણ આવ્યા છે. બેબી પટૌડીના જન્મના થોડા દિવસો પહેલા જ સૈફ-કરીના અને તૈમૂર મોટા ઘરમાં શિફ્ટ થયા હતા. તેમનું આ ઘર જૂના ઘરની નજીક છે, ત્યારે પ્રેગ્નેન્ટ કરીના ઘણીવાર પતિ સૈફ સાથે ઘરના ઈન્ટિરિયરનું કામ કેટલે આવ્યું તે જોવા જતી હતી. મોટી વાત તો એ છે કે હજુ સુધી કરિનાએ તેના બીજા દીકરાનો ચહેરો પણ સરખી રીતે નથી બતાવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong