અનિલ કપૂર બોલિવુડના એવા અભિનેતા છે જેમની સફળતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી ગયો. એમને સમયની સાથે પોતાના પાત્રમાં પરિવર્તન લાવ્યું અને હજી સુધી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અનિલ કપૂર કોઈપણ કામને શીખવામાં આળસ નથી કરતા અને હંમેશા એનર્જેટિક લાગે છે. અનિલ કપૂર જ્યારે ફિલ્મોમાં આવ્યા હતા ત્યારે એમને ડાન્સ નહોતો આવડતો પણ જ્યારે એમને એક તેલુગુ ફિલ્મ માટે પૂછવામાં આવ્યું કે શું એમને ડાન્સ આવડે છે તો એમને હા પાડી દીધી હતી. એ પછી જે થયું હતું એ પછી એમને પોતાના કહ્યા પર અફસોસ થયો અને નિર્દેશકની સામે ફિલ્મમાંથી એ સીનને હટાવવા માટે કરગરવા લાગ્યા હતા.

અનિલ કપૂરે આ વાતની ચર્ચા ધ અનુપમ ખેર શોમાં કરી હતી. એમને જણાવ્યું હતું કે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે એમના પગ ખૂબ જ સરસ છે અને એ ખૂબ જ સરસ ડાન્સ કરે છે. એ કારણે એ ઘણીવાર મુશ્કેલીમાં પડી ગયા હતા. એમને જણાવ્યું હતું કે મને ભ્રમ હતો કે હું ખૂબ જ જબરદસ્ત ડાન્સર છું. જ્યારે બાબુ સાહેબની એક તેલુગુ ફિલ્મ કરી રહ્યો હતો, એમને મને પૂછ્યું કે તું આ સ્ટેપ્સ કરી શકે છે તો મેં હા પાડી દીધી. એમને જે કહ્યું હું બસ હા પાડતો ગયો.

અનિલ કપૂરે આગળ કહ્યું કે એમને ફિલ્મની અંદર એક ગીત રાખ્યું જ હું બેલે કરી રહ્યો છું. એમાં મારા પગ માચીસની સળી કરતા પણ ખરાબ લાગી રહ્યા હતા. એ જે ગીત હતી, એ એટલું ખરાબ હતું કે મેં નિર્દેશકના પગ પકડી લીધા. અને કહ્યું કે મારું કરિયર ખતમ થઈ જશે, આ ગીત કાઢી નાંખો ફિલ્મમાંથી.

પોતાના પગ સાથે જોડાયેલો એક કિસ્સો પણ અનિલ કપૂરે જણાવ્યો કે મન ભ્રમ હતો કે મારી બોડી પણ ખૂબ જ સારી છે અને મારા પગ પણ સુંદર છે. એક ફિલ્મ કરી હતી મેં એમએસ સથયુની કહાં કહાં સે ગુજર ગયા. સથયું સાહેબે ખયી કે જોગિંગ શોટમાં તું ટ્રેકશૂટ પહેરી લે પણ મેં કહ્યું કે મારા પગ ખૂબ જ સેક્સી છે. એ સીન પછી મેં જોયું તો મને લાગ્યું કે બે માચીસની સળી ભાગી રહી છે.

અનિલ કપૂરે 64 વર્ષની ઉંમરમાં પણ જે રીતે પોતાની જાતને ફિટ રાખી છે એ ઘણા લોકો માટે પ્રેરણા રૂપ છે. તમને જણાવી દઈએ કે અનિલ કપૂર ભલે રાત્રે ગમે તેટલા મોડા સુવે, એ સવારે 4 વાગે ઉઠી જાય છે અને એક દોઢ કલાક વર્કઆઉટ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong