બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે અને એ થોડા થોડા દિવસે પોતાના ફેન્સ સાથે કઈ ને કઈ શેર કરતી રહે છે. દિયા મિર્જા લાંબા સમયથી પોતાની પ્રેગ્નનસીને લઈને ચર્ચામાં હાંફી. હવે એમને જાણકારી આપી છે કે એ બે મહિના પહેલા જ માતા બની ચુકી છે. અભિનેત્રી દિયા મિર્જાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી છે. દિયા મિર્જાએ જણાવ્યું છે કે 14 મેના રોજ એમને એક દીકરાને જન્મ આપ્યો છે જેનું નામ અવ્યાન આઝાદ છે. તમને જણાવી દઈએ કે દિયા મિર્જાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. લગ્નના દોઢ મહિના પછી એમને પોતાની પ્રેગ્નનસી વિશે ફેન્સને જાણકારી આપી હતી.

એમને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટપર દીકરાની એક ઝલક બતાવતા કહ્યું છે કે 14 મેના રોજ એમના દીકરાનો જન્મ થયો હતો. સાથે જ અભિનેત્રી દિયા મિર્જાએ વિદેશી લેખિકા એલિઝાબેથ સ્ટોનની અમુક લાઈનો પણ શેર કરી છે. એમને લખ્યું કે તમારે એક બાળક હોવા માટે તમારે હમેશાં એ નિર્ણય લેવો પડે છે કે તમારુ દિલ તમારા શરીરની આસપાસ હંમેશા રહે.
💖🙏🏻💖 pic.twitter.com/iL6ioUGc15
— Dia Mirza (@deespeak) July 14, 2021
એમને આગળ લખ્યું કે આ શબ્દ હાલના સમયમાં વૈભવ અને મારી ભાવનાઓનું સારું ઉદાહરણ છે. અમારા દિલની ધડકન, અમારો દીકરો અવ્યાન આઝાદ રેખીનો જન્મ 14મે ના રોજ થયો હતો. જલ્દી પહોંચ્યા પછી નવજાત આસીયુંમાં નર્સો અને ડોકટરો દ્વારા અમારા નાના ચમત્કારની દેખભાળ કરવામાં આવી છે.

અભિનેત્રીએ આગળ લખ્યું કે મારી ગર્ભાવસ્થા દરમિયાન અચાનક મારે એક ઓપરેશન કરાવવું પડ્યું જેનાથી મને ગંભીર સંક્રમણ સેપ્સિસનું જોખમ વધી ગયું હતું, સારું છે અમારા ડોકટરો દ્વારા સમય પર દેખભાળ અને હસ્તક્ષેપે આપતકલીન સી સેક્શનના માધ્યમ દ્વારા અમારા બાળકનો સુરક્ષિત જન્મ સુનિશ્ચિત કર્યો. જ્યારે આપણે અમારા નાનકડા જીવને આ સંસારમાં વિસ્મય અને આશ્ચર્યથી જોયું તો અમે એની પાસે એ શીખ્યું કે પુરી નમ્રતા સાથે બ્રહ્માંડ અને પિતૃત્વ પર ભરોસો કરવાનો છે ન કે ડરવાનું છે.

દિયાએ દીકરાની આંગળીઓ પકડી હોય એ તસવીર શૅર કરી હતી. દિયાએ કહ્યું હતું કે દીકરો અવ્યાન પ્રીમેચ્યોર બેબી છે. તેનો જન્મ બે મહિના પહેલાં થયો હતો અને ત્યારથી જ તે હોસ્પિટલના NICU (નિઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેક્ટરિયલ ઇન્ફેક્શનને કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જોકે સમયસર ડૉક્ટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેક્શન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. દિયા દીકરાને ઘર લાવવા માટે આતુર છે અને તેણે કહ્યું હતું કે બહેન સમાયરા તથા ગ્રાન્ડ પેરન્ટ્સ તેને રમાડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

દિયા મિર્જા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર એ સામાજિક મુદ્દા પર પણ ખુલીને મત આપે છે. છેલ્લા દિવસોમાં એક્ટ્રેસે માસ્ક પહેરવાને લઈને કહ્યું હતું કે કાલે હું લિંકિંગ રોડથી પસાર થઈ ત્યાં લગભગ બધા વિક્રેતાઓએ માસ્ક નહોતા પહેર્યા. ત્યાં મેં ઘણા ગ્રાહકોને પણ માસ્ક પહેર્યા વગર જોયા. એ વાત ખૂબ જ બિહામણી છે કે આખા રોડ પર કેટલી ભીડ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિયા મિર્જા વર્ષ 2020માં આવેલી ફિલ્મ થપ્પડમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં એમના સિવાય તાપસી પન્નુ પવેલ ગુલાટી અને અન્ય સ્ટાર્સ હતા. ફિલ્મનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું હતું. તો એ પહેલાં દિયા મિર્જાએ ફિલ્મ સંજુમાં દેખાઈ હતી. એમાં એમને માન્યતા દત્તનો રોલ કર્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong