આ 7 બોલિવુડ સેલેબ્સ છે ગોવિંદાના નંબર વન દુશ્મન, જેમાં આ સ્ટાર્સે તો ગુસ્સામાં ગોવિંદાને ચોડી દીધો હતો લાફો

ગોવિંદા આમ તો એમની કોમેડી અને ઉમદા ડાન્સ માટે ઓળખાય છે અને એક સમય હતો કે એમની સુંદર સ્માઇલની છોકરીઓ દિવાની હતી. પણ શું તમે જાણો છો કે સ્ક્રીન પર હંમેશા હસતા અને હસાવતા ગોવિંદા ઘણા બૉલીવુડ સેલેબ્સ સાથે પંગો પણ લઈ ચુક્યા છે. આજ અમે તમને જણાવીશું એવા જ 7 સેલેબ્સ વિશે જે બની ગયા હતા ગોવિંદના દુશ્મન નંબર 1.

ડેવિડ ધવન

image soucre

એક સમય હતો જ્યારે ગોવિંદા અને ડેવિડ ધવનની જોડી એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી પણ પછી એમના સંબંધોમાં એવી તિરાડ પડી ગઈ કે બન્નેએ એકબીજા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા.કહેવામાં આવે છે કે ડેવિડને ગોવિંદાએ ચશ્મેબદદુર ફિલ્મની રિમેક બનાવવાનો આઈડિયા આપ્યો હતો, ડેવિડે ગોવિંદાના આ આઈડિયાને ચોરી કરીને ઋષિ કપૂરને કાસ્ટ કરી લીધા અને આ જ એમના વચ્ચેની તિરાડનું કારણ બની ગયું. એ પછી ઘણા અવસર પર ગોવિંદા ડેવિડ વિરુદ્ધ મનની ભડાશ કાઢી ચુક્યા છે.

શાહરુખ ખાન

image soucre

કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે પણ શાહરુખ ખાન સાથે પણ ગોવિંદાને પંગો થઈ ચૂક્યો છે. એકવાર શાહરૂખે ખુલ્લેઆમ કહી દીધું હતું કે જેવી એક્ટિંગ એ કરે છે, ગોવિંદા ક્યારેય નહીં કરી શકે. આ વાતનું ગોવિંદાને એટલું ખોટું લાગ્યું હતું કે એમને શાહરુખ ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. કહેવામાં આવે છે કે જ્યારે આ વાતની ખબર શાહરુખ ખાનને પડી કે4 તો એમને ગોવિંદા પાસે માફી પણ માંગી લીધી એ પછી આ વિવાદ સોલ્વ થયો.

સલમાન ખાન

image soucre

હાલમાં જ સલમાન સંગ વિવાદમાં કેઆરકે દ્વારા ગોવિંદાનું નામ લેવાથી તો પ્રોબ્લેમ થઈ જ હતી પણ એ પહેલાં પણ ગોવિંદા અને સલમાન ખાન વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ ચૂકી છે અને બન્નેની દોસ્તી તૂટી ચુકી છે. કહેવામાં આવે છે સલમાન ખાને પોતાની તરફથી ગોવિંદા સાથે પેચ અપ કરવાની કોશિશ પણ કરી પણ એ સફળ ન થયા.

સંજય દત્ત.

image soucre

સંજય દત્ત અને ગોવિંદાએ સાથે મળીને દો કેદી, તાકતવર, આંદોલન, હસીના માન જાયેગી, જોડી નંબર વન, એક ઓર એક ગયારાહ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બન્નેમાં સારી બોન્ડિંગ પણ હતું પણ એક ઓર એક ગયારાહના શૂટિંગ દરમિયાન એક સીનને લઈને બન્નેમાં વિવાદ થયો જે ત્યારે વધુ વધ્યો જ્યારે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ અને સંજય દત્તની એક ઓડિયો કલીપ લીક થઈ. ખબરો અનુસાર આ ઓડિયો ટેપમાં સંજુ બાબાએ ગોવિંદા માટે અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય છોટા શકિલને ગોવિંદાની મોડા પડવાની આદત અંગે પણ ફરિયાદ કરી હતી. એ પછી ગોવિંદાને છોટા શકિલનો ફોન પણ આવ્યો હતો. આ ઘટના પછી ગોવિંદા અને સંજય દત્તની દોસ્તી હમેશા હમેશા માટે તૂટી ગઈ.

કરણ જોહર.

image soucre

કરણ જોહર સાથે ગોવિંદાના સંબંધ ત્યારે બગડ્યા જ્યારે ફિલ્મ આ ગયા હીરોની સાથે ગોવિંદા ફિલ્મોમાં કમબેક કરી રહ્યા હતા. પણ એમને એમના ટોક શો કોફી વિથ કરણમાં ગોવિંદાને ઇનવાઈટ કરવાનું પણ જરૂરી ન સમજ્યું. ત્યારે કરણને લઈને ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ બતાવે છે કે એ ઘણો સારો માણસ છે પણ એ મને ડેવિડ કરતા પણ ખતરનાક અને જેલ્સ લાગે છે. છેલ્લા 30 વર્ષીમાં એમને મને ક્યારેય કોલ નથી કર્યો, મને શક છે કે એ એ એક્ટર્સ તરફ નથી જોતા જે એમના ગ્રુપનો ભાગ ન હોય અને ના એમને ક્યારેય હેલો કહે છે.

કૃષ્ણા અભિષેક.

image source

ભાણિયા કૃષ્ણા અભિષેક સાથે ગોવિંદાના વિવાદની ખબર ઘણા દિવસ સુધી ચર્ચામાં રહી. બન્ને ઘણીવાર એકબીજાને લઈને કાઈને કઈ ટિપ્પણી કરતા જ રહે છે જેના કારણે મુદ્દો વધારે બગડી જાય છે. જો કે કૃષ્ણા ઘણીવાર વાત સંભાળી લેવાની કોશિશ કર્યા દેખાય છે પણ ગોવિંદા એમને ભાવ જ નથી આપતા. આ કારણે બન્ને વચ્ચેની તિરાડ વધતી જાય છે અને આ તિરાડનું અસલ કારણ તો આજ સુધી કોઈ સમજી નથી શક્યું.

અમરીશ પુરી.

image soucre

દિવંગત એકટર અમરીશ પુરી સાથે થયેલો વિવાદ તો જગજાહેર છે. બન્ને વચ્ચેના મતભેદનું કારણ ગોવિંદાની મોડા પડવાની આદત હતી. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણા કલાકો લેટ આવ્યા પછી ગોવિંદા અને અમરીશ પુરીમાં ઘણી રકઝક થઈ ગઈ હતી. અમરીશ પુરીએ ગોવિંદાને સલાહ આપી હતી કે એ સમય પર આવી જાય પણ ગોવિંદા એકસાથે ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા અને સેટ પર હંમેશા લેટ આવતા હતા. એ દિવસે બન્ને વચ્ચે વાત એટલી વધી ગઈ કે અમરીશ પુરીએ ગોવિંદાને નાલી કા કીડા કહી દીધું. એટલું જ નહીં અમરીશ પુરીએ ગુસ્સામાં આવીને ગોવિંદાને જોરદાર તમાચો પણ મારી દીધો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong