બોલીવુડની આ 6 અભિનેત્રીઓ 30થી 40ની ઉંમર પછી માતા બની છે પણ એમની પ્રેગ્નનસીમાં કોઈ કોમ્પ્લિકેશન નથી આવ્યુ. આ અભિનેત્રીઓ આજે પણ દેખાય છે પહેલા જેવી ફિટ અને સુંદર, આ છે એમની ફિટનેસનું રહસ્ય.
1 કરીના કપૂર ખાન.

બોલીવુડની બિન્દાસ અભિનેત્રી બેબો એટલે કે કરીના કપૂરે જ્યારે પોતાના પહેલા દીકરા તૈમુરને જન્મ આપ્યો એ સમયે એમની ઉંમર 36 વર્ષની હતી. એટલું જ નહીં કરીનાએ હાલમાં જ 40ની ઉંમર પાર કર્યા પછી એમના બીજા દીકરાને જન્મ આપ્યો છે. પ્રેગ્નનસી સમયે કરીના કપૂર ખાન ઘણી જાડી થઈ ગઈ હતી. તેમ છતાં પ્રેગ્નનસીના સમયમાં પણ કરીના કપૂર ખાન બિન્દાસ અંદાજમાં મીડિયાને મળતી રહી પણ પોસ્ટ ડિલિવરી પછી કરીના કપૂરે પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપ્યું અને ફરી એકવાર પહેલા જેવી જ સ્લિમ અને ફિટ થઈને બધાને ચોંકાવી દીધા. કરીના કપૂર ફિટનેસ માટે યોગ, એક્સરસાઇઝ કરે છે અને ઘરનું બનેલું ભોજન લે છે
2 મંદિરા બેદી.

ટીવી એન્કર અને એક્ટ્રેસ મંદિરા બેદી એમના લગ્નના 11 વર્ષ પછી 39 વર્ષની ઉંમરે માતા બની. આ ઉંમરમાં માતા બની તો ય એમનો દીકરો અને એ એકદમ સ્વસ્થ છે. પ્રેગ્નનસી દરમિયાન પોતાનું વધેલું વજન ઓછું કરીને મંદિરાએ એકવાર ફરી પોતાને સુપર ફિટ બનાવી દીધી છે. મંદિરા બેદીના ફિટનેસ વીડિયોને એમના ફેન ખૂબ જ પસંદ કરે છે અને ઘણી સ્ત્રીઓ મંદિરા બેદીના ફિટનેસ વિડીયો જોઈને ખુદ પણ પ્રેક્ટિસ કરે છે.
3. ઐશ્વર્યા રાય બચ્ચન.

પૂર્વ વિશ્વ સુંદરી અને બોલીવુડની એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે 38 વર્ષની ઉંમરે પોતાની દીકરીને જન્મ આપ્યો. વધુ ઉંમર હીવ છતાં ઐશ્વર્યાની પ્રેગ્નનસીમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન નથી આવ્યું. પ્રેગ્નનસી સમયે અને માતા બન્યાના થોડા સમય સુધી ઐશ્વર્યા રાત બચ્ચન જાડી થઈ ગઈ હોવાના કારણે ઘણીવાર ટ્રોલ થઈ પણ ઐશ્વર્યાએ એ વાતો પર ધ્યાન ન આપ્યું અને પોતાનો બધો સમય એમની દીકરી આરાધ્યાને આપ્યો. માતા બન્યાના થોડા સમય પછી જ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર પહેલા જેવી સ્લિમ અને ફિટ થઈ ગઈ.
4. શિલ્પા શેટ્ટી.

બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા પછી 37 વર્ષની ઉંમરે શિલ્પાએ એક સ્વસ્થ સુંદર બાળકને જન્મ આપ્યો. પ્રેગ્નનસી સમયે શિલ્પા શેટ્ટીનું વજન પણ ઘણું વધી ગયું હતું પણ દીકરા વિયાનના જન્મ પછી શિલ્પા શેટ્ટીએ નિયમિત યોગ કરીને ફરીથી પહેલા જેવી સ્લિમ બોડી મેળવી લીધી. હવે શિલ્પા શેટ્ટી લોકોને યોગ શીખવાડે છે અને એમના ફિટનેસ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
5 માધુરી દીક્ષિત.

બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી માધુરી દીક્ષિતે જ્યારે પોતાના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો એ સમયે એમની ઉંમર 35+ હતી. તમને જણાવી દઈએ કે બે દીકરાની માતા માધુરી દીક્ષિય હાલ 50+ છે અને આજે પણ પહેલાની જેમ જ ફિટ અને સુંદર દેખાય છે.
6. લારા દત્તા.

ટેનિસ ખિલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કરનારી પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાએ 34 વર્ષની ઉંમરમાં એક દીકરીઓને જન્મ આપ્યો પણ આજે પણ એ પહેલાંબી જેમ ફિય અને ગ્લેમરસ દેખાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong