ઘણા બધા મિત્રોની ફરમાઇશ પર આજે માણો “સુરતી આલૂપુરી” રીત છે સાવ સરળ…સ્વાદમાં ચટાકો…

“સુરતની પ્રખ્યાત આલુપુરી”

સામગ્રી :-

૧ – કપ બાફેલા સફેદ વટાણા

૧/૨. – કપ ડુંગળી(સ્લાઈઝ કરવી)

૧/૨ – કપ લીલી ચટણી

૧/૨ – કપ કોકમ ની ચટણી

૧/૨ – કપ સેઝવાન ચટણી

૧ – કપ લસણ ની સેવ

૧- ચમચી લસણ ની ચટણી

૧ – ચમચી લીલા મરચાં ની પેસ્ટ

૧- ચમચી હળદર

૧/૨. – ગરમ મસાલો

૧/૨. – ચાટ મસાલો

મીઠું જરૂર મુજબ

ચીઝ જરૂર મુજબ

પુરી બનાવા માટે સામગ્રી :-

૧. – કપ મેદો

૧/૨. – ચમચી તેલ

મીઠું જરૂર મુજબ

પાણી જરૂર મુજબ

રીત :-

– સૌ પ્રથમ મેંદા નાં લોટમાં મીઠું નાંખી પુરીના કણક જેવો સોફ્ટ પુરી માટેનો કણક બાધી લો.

– ત્યાર બાદ મોટી રોટલી જેવુ વણી લો અને નાના રાઉન્ડ સેપ ના કટર થી (કુકી મોલ્ડથી) રાઉન્ડ સેપ આપી ગરમ તેલ માં તળી લો. હવે દરેક પુરી ને એકપર એક (બાજુ બાજુ) માં ગોઠવી દો.

સ્ટફીંગ(રગડો)બનાવવા માટે:

એક પેન માં તેલ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ , ૧ ચમચી સેઝવાન પેસ્ટ નાંખી સાતળી લો. ત્યારબાદ એમાં બાફેલા વટાણા, જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મીકસ કરો. ઉપર મુજબ મસાલો નાંખી ફરી હલાવી થોડી વાર ઉકળી લો.

– હવે એક મોટી ડીશ માં પૂરી ગોઠવી લો એની ઉપર તૈયાર કરેલુ સ્ટફીગ (રગડો)નાંખી ત્રણેય ચટણી, સેવ,ડુંગળી ની સ્લાઇસ નાંખી ચાટ મસાલો અને ચીઝથી ગાર્નીશ કરીલો. તૈયાર છે ચટપટી અને ટેન્ગી સુરત ની પ્રખ્યાત ચીઝી સેઝવાન આલુપુરી.

કોકમની ચટણી ની રીત:-

૧/૨ કપ પલાળેલા કોકમ

૨-૩ ચમચી ગોળ

૧/૨ ચમચી ચાટ મસાલો

૧/૨ ચમચી આમચુર મસાલો

૧/૨ મીઠું

જરૂર મુજબ પાણી

ઉપર ની સામગ્રી ને મીકસર માં ચટણી જેવુ પીસી લો…

રસોઈ ની રાણી : પ્રિયંકા ગાંધી( સુરત )

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ