શિવદીપ લાન્ડે એ રીયલ લાઈફ ‘ સિંઘમ’ છે, પોતાનો અર્ધો પગાર દાનમાં આપે છે…Salute !!

આઈ.પી.એસ ઓફિસર શિવદીપ વામન લાન્ડે એક ચીલાચાલુ, દેશી પોલીસ અધિકારી નથી. તેમની ક્ષમતા નરી આંખે ન જોઈ શકાય તેટલી છે. પટણા શહેર આખું તેમના નામના સોગંદ ખાય છે અને નવયુવતિઓ આ અધિકારીની કાયદો અને વ્યવસ્થા જાળવવાની અદાથી પ્રભાવિત છે. કાયદાનો ભંગ કરનારાને તેઓ અજગર ભરડામાં લઇ લે છે. પોતાની દેખરેખ હેંઠળ શિવદીપ હંમેશા પોતાના લોકોને સુરક્ષિતતાની ખાતરી કરાવે છે.

નમ્ર શરૂઆત

એક ખેડૂતના પુત્ર એવા લાન્ડે શાળાએ રોજ ચાર કિલોમીટર ચાલતા જતા.તેઓએ ઇલેક્ટ્રિકલ એન્જીનરીંગમાં ડિગ્રી મેળવી છે અને ‘દબંગ’ તેમજ ‘સિંઘમ’ તરીકે જાણીતા છે. તેમનો ઉછેર જ એક વિવેકી,નમ્ર વાતાવરણમાં થયો હતો, તેઓએ માનવતાભર્યો અભિગમ એ દરમિયાન જ કેળવ્યો હતો. તેઓ પોતાના પગારનો ૬૦ થી ૭૦ ટકા હિસ્સો એક યુવક સંગઠન નામની સંસ્થાને આપે છે, જે તેઓએ પોતાની વર્ષ ૨૦૦૪ની, ભારતીય રાજસ્વ સેવા દરમિયાન સ્થાપેલી.

એક વાસ્તવિક અને સાહજિક અદા ધરાવનાર વ્યક્તિ

તેમને યુનિફોર્મમાં જોતાં ખ્યાલ આવે કે તેમના કસરતી,ભરાવદાર શરીરને એ પોશાક, ચસોચસ બંધ બેસે છે. લાન્ડે કાળા ગોગલ્સ પહેરે છે જેને તેઓ પોતાના માટે એક નસીબવંતી નિશાની માને છે. કાયમ ભરોસાપાત્ર તેવા આ અધિકારી, પોતાની કસરત ક્યારેય ચૂકતા નથી. અરે, એક યુ ટ્યુબ વિડિઓ પર તમે લાન્ડેને પુરજોશમાં કસરત કરતા પણ જોઈ શકો છો.

કાયદાનો ચોવીસે કલાક અને સાતેય દિવસ અમલ:

તેમના નેજા હેંઠળ પટણામાં ગુનાખોરીની ટકાવારી ઘણે અંશે ઘટી છે.

એક વખત ત્રણ શખ્સો દ્વારા કરાતી જાતીય સતામણી અંગેના એક છોકરીના ફોન પછી લાન્ડે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ નરાધમોને તરત જ પકડી લીધા હતા અને લોકોનો ત્વરિત વિશ્વાસ જીત્યા હતા. શહેરની છોકરીઓ પોતાની પાસે તેમનો નંબર રાખે છે. તેઓ હંમેશા ફરજ બજાવવા હાજર રહે છે અને બધા જ સંદેશાઓના જવાબ પણ આપે છે. છોકરીઓને સતાવતા ફોન કોલ્સ તેઓ પોતાના નંબર પર મોકલવા કહે છે અને સતાવનારાઓને તેમના તરફથી જડબેસલાક જવાબ મળે છે.

પ્રેમઘેલી યુવતીઓ અને લોકોની ખુશામત

પટણા શહેરમાં એસ.પી તરીકેની ફરજ બજાવતી વખત તેમને રોજ લગભગ ૩૦૦ ટેક્સ્ટ મેસેજીસ મળતા હતા ,જેમાના મોટા ભાગના સંદેશાઓ, છોકરીઓ દ્વારા લગ્નના પ્રસ્તાવ સ્વરૂપે આવતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મારફત જાણવા મળ્યું કે આમાંના એક મેસેજમાં લખેલું હતું -” પ્રિય, તમારી કામ કરવાની છટ્ટા મારા વિચારોને મળતી આવે છે. જયારે પણ તમે કોઈ સારું કામ કરો છો ત્યારે મને લાગે છે જાણે મને શાબાશીઓ મળી હોય. મારા મિત્રો જાણે છે, તમે મારા જ છો. ”

જયારે આ ધુરંધર અધિકારીની બદલી પટણાથી બિહારના અરારીઆ શહેરમાં થઇ ત્યારે લોકો હતાશ થયાં હતાં. લોકો રસ્તા પર મોરચો કાઢી ઉતરી આવ્યાં હતાં. તેમને મીણબત્તીઓ પેટાવી, જુલુસ કાઢી તેમની પુનઃ બદલી પટણા શહેરમાં માંગી હતી.

વાસ્તવિક જિંદગીના એક ધુરંધર પોલીસ

રોહતાસમા ચાલી રહેલા, એક ગેરકાનૂની પથ્થર ગાળવાના કૌભાંડમાં, તેઓ પોતાની ટુકડી સાથે છાપો મારવા ગયા હતા, જ્યાં તેમને ૩૦ ગોળીઓ લાગી હતી. ખાણીયા લૂટેરાંઓએ સ્ત્રીઓ અને બાળકોની ઓથમાં રહીને તેમના પર પથ્થરમારો ચલાવેલ. પણ લાન્ડે તો નિર્ભય રહીને JCB મશીનમાં ગયા અને પહેલા એકમને જાતે જ નષ્ટ કર્યું. શિવદીપના ફેસબુક એકાઉન્ટમાં બાર હજારથી પણ વધુ ચાહકો છે, તે આ જોતાં જરા પણ નવાઈ નહીં પમાડે.

સંકલન - અનુવાદ : રૂપલ વસાવડા

આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ