સલમાન ખાન બનશે ફરીથી મામા, નાની બહેન અર્પિતા આપશે ભાઈજાનને બીજી વખત સારા સમાચાર…

સલમાન ખાન બનશે ફરીથી મામા, નાની બહેન અર્પિતા આપશે ભાઈજાનને બીજી વખત સારા સમાચાર…

ફોટો સોર્સ

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન લાઈમ લાઈટથી દૂર રહે છે. તેના પતિ આયુષ શર્માએ હાલમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી છે અને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. તાજેતરમાં જ જ્યારે અર્પિતાએ તેના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી ત્યારે તે અને તેનું પરિવાર ફરી ચર્ચામાં આવ્યું હતું. એમના પરિવારમાં ખુશીની ખબર એ છે અર્પિતા અને આયુષના ઘરે નવું મહેમાન આવી રહ્યું છે.

અર્પિતા અને આયુષ નવી સફર કરશે, એવું કહે છે…

ફોટો સોર્સ

અર્પિતા ખાન, બીજી વખત ગર્ભવતી છે. આ સમાચાર થોડા સમય પહેલા આવ્યા હતા, પરંતુ હવે અર્પિતાના પતિ આયુષ શર્માએ આ સમાચારની પુષ્ટિ કરીને કરી સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જ્યારે અર્પિતા અને આયુષ આઈફા એવોર્ડ્સ પર પહોંચ્યા ત્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું. આયુષે કહ્યું કે, “અમારી સાથે કંઈક સારું થવાનું છે. હા, હું અને અર્પિતા બીજા બાળકની રાહ જોઈ રહ્યા છીએ.

ફોટો સોર્સ

આ અમારા માટે એક શાનદાર સફર થવા જઈ રહી છે.” “અમે આ સફર ફરીથી નવી રીતે શરૂ કરીશું અને અમારા આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ. અમારી બાળકની રાહ જોવાની ધીરજ ખૂટી રહી છે.” જ્યારે અર્પિતા આઈફા એવોર્ડ્સ પર પહોંચી ત્યારે તેનો બેબી બમ્પ પણ રેડ કાર્પેટ ઉપર લાગેલા કેમેરાને નજરે પડ્યો હતો.

અર્પિતા સાથે આયુષ પણ ખૂબ જ ખુશ છે…

ફોટો સોર્સ

અહીં સલમાન અને પૂરા ખાન પરિવારના ફેન અને ફ્રેન્ડસ આ ખુશ ખબરથી બહુ જ રાજી છે. ત્યારે આયુષ પણ તેની ખુશી વ્યક્ત કરતો નજર આવે છે. આયુષ વિશે વાત કરીએ તો લગ્ન પછી તેણે બોલિવૂરીમાં લવયત્રી ફિલ્મથી ડેબ્યુ કરીને તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે અભિનેત્રી વરીના હુસેન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકંદરે વધારે કમાણી કરી શકી નથી. પરંતુ હવે આયુષ પાસે ફિલ્મની પટ્ટકથા મળી છે છે. એક સમાચાર અનુસાર આ આગામી નવી ફિલ્મમાં તે કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ સાથે જોવા મળશે.

સલમાન ખાન બનશે ફરીથી મામા…

ફોટો સોર્સ

અર્પિતા અને આયુષે વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા. હૈદરાબાદના ફલકનુમાં યોજાયેલ આ લગ્નમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ અને સેલિબ્રીટીઝ હાજર રહ્યા હતા. અર્પિતા અને આયુષના લગ્નને ટૂંક સમયમાં ૫ વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે એઓ બીજી વખત તેના ભાઈઓને ગુડ ન્યૂઝ આપી રહી છે.

ફોટો સોર્સ

અર્પિતાને એક પુત્ર આહિલ પણ છે. જેનો જન્મ ૨૦૧૬માં થયો હતો. સલમાન ઘણીવાર તેના ભાણેજ આહિલ સાથે રમતા જોવા મળે છે.

ફોટો સોર્સ

આહિલ તેના સલમાન મામુને સૌથી પ્રિય છે. આપણે અવારનવાર તેમના વાઈરલ વીડિયોઝ અને ફોટોઝ સલમાનની પ્રોફાઈલમાં જોઈએ છીએ. હવે, આવનાર બીજા બાળકને પણ સલમાન સહિત તેમના ત્રણેય મામાઓનો દુલાર મળશે. સલમાન આહિલનો જન્મદિવસ દરવર્ષે ધામધુમથી ઉજવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ