સૂર્યાસ્ત બાદ આ ઉપાય કરશું તો પિતૃદેવોની આત્માને શાંતિ મળે અને આપણાં પરિવારમાં સુખ – સમૃદ્ધિ આવશે…

આ શુક્રવાર અને શનિવારે સાંજે કરી જુઓ આ ઉપાય, પિતૃપક્ષમાં આપણાં પૂર્વજોને મળશે શાંતિ અને આપશે આપણને શુભ આશીર્વાદ… સૂર્યાસ્ત બાદ, આ ઉપાય કરશું તો પિતૃદેવોની આત્માને શાંતિ મળે અને આપણાં પરિવારમાં સુખ – સમૃદ્ધિ આવશે…

ફોટો સોર્સ

શ્રાદ્ધપક્ષમાં એકરીતે તો કોઈ જ વિધિ કે પૂજાને સાંજ પછી કરવું વર્જ્ય ગણાય છે. પરંતુ સૂર્યાસ્ત પછી, તમારા પિતૃઓના આત્માની શાંતિ માટે આ નાનકડો ઉપાય કરી જોશો તો મૃતક પૂર્વજો પ્રસન્ન થશે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવામાં મદદરૂપ થશે તો આપણાં જીવનમાં પણ તેમના આશીર્વાદથી બધી મુશ્કેલીઓથી રાહત મેળવીને ઘર – પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ફોટો સોર્સ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, પિતૃ પક્ષમાં આ શુક્રવાર અને શનિવારના દિવસો ખૂબ જ વિશેષ છે, આ દિવસે આ એક નાનો ઉપાય કરવાથી તમને ખૂબ પૂણ્યશાળી લાભ મેળવી શકશો. જો તમે આ દિવસે સૂર્યાસ્ત પછી તમારા પિતૃઓ માટે આ સરળ ઉપાય કરો છો, તો પછી બધા પૂર્વજો તેમની ઇચ્છા પૂર્ણ થશે અને તેમને તૃપ્તિ મળશે. આ અઠવાડિયે ભાદરવા માસના શ્રાદ્ધપક્ષ દરમિયાન આવતા બે દિવસ શુક્રવાર અને શનિવારે સૂર્યાસ્ત પછી શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે જાણો.

પિતૃપક્ષમાં આ તિથિએ કરો ખાસ પૂજા

શુક્રવાર અને શનિવારે પિત્રુ પક્ષનો સૂર્યાસ્ત થયા પછી તેના પર પિતૃઓના આત્માની શાંતિ અને મોક્ષ ખાતર એક પીપળના ઝાડ નીચે માટીનો એક નાનો કળશ સ્થાપિત કરો. તેને સફેદ કપડાંનો કટકો આસનની જેમ પાથરીને તેના ઉપર તે કળશને રાખો. કલશની આસપસ સાત ઝળહળતા દીવડા પ્રગટાવો અને સફેદ ચંદન અને ચોખાથી તેની પૂજા કરો. એવું કહેવામાં આવે છે કે પૂર્વજો પીપળના ઝાડમાં રહે છે અને ખાસ કરીને પિતૃ પક્ષમાં, પૂર્વજો આવતા હોય છે, તેઓ પણ સોળ દિવસ સુધી શ્રાદ્ધપક્ષ દરમિયાન પીપળમાં રહે છે.

પૂજા બાદ આ મંત્ર અચૂક જપવો

વિધિવત પૂજા કર્યા પછી, આ મંત્રનો હજાર વાર જાપ કરો. એક વાતનું ધ્યાન રહે, આ જાપ કરતી વખતે પ્રગટાવેલા સાત દીવાઓ ઝળહળતા રહેવા જોઈએ. એકવાર જાપ પૂર્ણ થયા પછી શ્રી પિતૃ ચાલીસાના પાઠ પણ કરો અને સાત વખત પીપળના ઝાડની આસપાસ પ્રદક્ષિણા કરો. આ ઉપાય શુક્રવાર અને શનિવારે પિતૃઓના માન ખાતર સૂર્યાસ્ત પછી જ કરવો જોઈએ. પિતૃ મંત્ર – ઓમ પિત્રા દૈવતાય નમ।

શા માટે કરવો જોઈએ આ ઉપાય, સાથે વધુ એક ઉપાય પણ જાણો

ઉપરોક્ત ઉપાય ઉપરાંત, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં જીવનમાં વારંવાર અવરોધ આવે છે અથવા કોઈ દુષ્ટ ગ્રહના પ્રભાવને કારણે, સતત કોઈને કોઈ તકલીફ રહે છે, તો શુક્રવાર અને શનિવારે, સૂર્યાસ્ત પછી, બજારમાંથી સાત પ્રકારની જુદીજુદી મીઠાઈઓ ૨૫૦ – ૨૫૦ ગ્રામ જેટલી ખરીદો. ત્યારપછી ઘરે આવીને તેને તમારા માતાના હાથથી થાળીમાં લઈને તમારા હાથમાં રાખવા કહો અને રાત્રે ૯ વાગ્યા પછી, એક ચોક પર જાઓ અને તેને દક્ષિણ દિશામાં રાખો.

તમારી કુંડળીમાં આવતા પિતૃદોષની સમસ્યાઓ દૂર કરવા આ ઉપાય કર્યા બાદ પાછું ફરીને જોવું નહીં અને મૌન ધારણ કરીને ઘરે પાછા આવી જવાનું રહેશે. આ ઉપાય કરતી વખતે આ વાતને જરૂરથી ધ્યાનમાં લેવી. તમે અનુભવશો કે થોડા દિવસોમાં તમે બધી અવરોધોથી છૂટકારો મેળવી રહ્યા છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ