નીતા અંબાણીની બહેન મમતા, અદ્દલ પોતાની બહેનની જુડવા જ લાગે છે ! વિશ્વાસ ન થતો હોય તો જુઓ તસ્વીરો.

નીતા અંબણીની નાની બહેન મમતા લાગે છે તેની જોડિયા બહેન જેવી ! જુઓ તસ્વીરો

ફોટો સોર્સ

નીતા અંબાણીનું નામ આજે દેશના ઘરઘરમાં દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની તરીકે જાણીતુ થઈ ગયું છે. જો કે સમય જતાં તેણીએ પોતે પણ અપાર મહેનત કરીને પોતાની પણ એક અલગ ઓળખ ઉભી કરી છે. અંબાણી પરિવાર વિષે ભાગ્યે જ કોઈ અજાણ હશે. અંબાણી કુટુંબમાંથી માત્ર નીતા અંબાણી કે મુકેશ અંબાણી જ લોકોમાં પ્રખ્યાત નથી પણ તેમના સંતાનો તેમજ તેમની વહુ અને જમાઈને પણ આજે ઘરઘર ઓળખતું થઈ ગયું છે.

ફોટો સોર્સ

અંબાણી કુટુંબ પોતાના વિશાળ બિઝનેસ અમ્પાયરના કારણે જ નહીં પણ તેઓ જે કંઈ પણ કરે છે તે માટે ચર્ચામાં રહે છે. થોડા-થોડા દિવસના અંતરે જો પેજ થ્રી પર અંબાણી કુટુંબની કોઈ ગોસીપ સાંભળવામાં ન આવે તો પેજ થ્રી સુનુ પડી જાય છે. પતિ મુકેશ અંબાણી તો એશિયાના ધનાડ્ય વ્યક્તિ છે જ પણ પત્ની નીતા અંબાણી પણ પોતે જે કંઈ કરી રહી છે તેમાં અવ્વલ છે.

ફોટો સોર્સ

તેણી મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ ટીમ ધરાવે છે અને તેનું ઉત્તમ રીતે મેનેજમેન્ટ પણ કરી જાણે છે તો વળી તેણી મુંબઈ ખાતેની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશન સ્કુલ પણ સારી રીતે ચલાવી જાણે છે. આ શાળાને ઘણાબધા રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય પુરસ્કારો પણ મળી ચુક્યા છે.

ફોટો સોર્સ

પણ આપણે જેટલું નીતા અંબાણી અને તેના સંતાનો તેમજ તેમના અંબાણી કુટુંબ વિષે જાણીએ છીએ તેટલું નીતા અંબાણીના પિયર પક્ષને નથી જાણતા. તમારામાંના ઘણાને નહીં ખબર હોય કે નીતા અંબાણીની એક નાની બહેન પણ છે. અને તેણી અદલ તેના જેવા જ લાગે છે. તેણીનું નામ છે મમતા દલાલ. ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલ પાછળનું જે ભેજુ છે તે નીતા અંબાણીની નાની બહેન મમતા અંબાણીનું જ છે.

ફોટો સોર્સ

તેણી હંમેશા સ્પોટલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેણીને માત્ર પોતાના કામથી જ મતલબ છે. અને માટે જ આપણામાંના મોટાભાગના તેણી વિષે કંઈ ખાસ નથી જાણતા. તેણીની મોટી બહેન ભલે દુનિયાની સૌથી ધનાડ્ય સ્ત્રીઓમાંની એક હોય કે પછી તેણીની ગણતરી એશિયાની 50 પારફુલ બિઝનેસવુમનમાં થતી હોય. પણ તેણીની આ નાની બહેનથી તો લગભગ બધા જ અજાણ છે. કારણ કે તેણી પોતાની સતત લાઈમલાઇટમાં રહેતી મોટી બહેન નીતા અંબાણી સાથે ભાગ્યે જાહેરમાં જોવા મળે છે.

ફોટો સોર્સ

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની બહેન પણ તેણી જેટલા જ સુંદર છે અને માત્ર સુંદર જ નહીં પણ બુદ્ધિશાળી પણ છે આ બન્ને બહેનો બ્યુટી વિથ બ્રેઈનનું એક ઉત્તમ ઉદાહરણ છે.

આ બન્ને બહેનોના સ્વભાવમાં બની શકે કે ઘણો ફરક હોય પણ તેમના દેખાવમાં અત્યંત સામ્યતાઓ છે. તે બન્ને લગભગ બે જોડિયા બહેનો જેવી જ લાગે છે. આજે અમે તેણીની કેટલીક તસ્વીરો તમારી માટે લઈને આવ્યા છીએ તો એક નજર આ તસ્વીરો પર મારી લો.

ફોટો સોર્સ

મમતા દલાલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનું માત્ર એડમીનીસ્ટ્રેશન જ નથી સંભાળતાં પણ તે આ જ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. તેણી યુકેજીના વિદ્યાર્થીઓને ભણાવે છે. તેણી સેલિબ્રિટી કીડ્સને પણ ભણાવે છે. જેમાં ઐશ્વર્યા રાય, સચીન તેંડુલકર, શાહરુખ ખાન વિગેરે સ્ટાર્સના બાળકોનો પણ સમાવેશ થાય છે.

ફોટો સોર્સ

મમતા દલાલ સ્કુલના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે. તેણી શાળાના વર્કશોપ્સ તેમજ કેમ્પ પણ યોજે છે. એક વાર્તાલાપમાં તેણીએ જણાવ્યું હતું કે “મેં ભલે શાહરુખ ખાન કે સચીન તેંડુલકરના બાળકોને ભણાવ્યા હોય પણ મારા માટે મારા બધા જ વિદ્યાર્થીઓ સરખા જ છે. હું માત્ર વિદ્યાર્થીઓને ભણાવતી જ નથી પણ તેમના માટે કેમ્પ તેમજ વર્કશોપ્ત ઉપરાંત ફિઝિકલ એક્ટીવીટીઓનું પણ આયોજન કરું છું.”

ફોટો સોર્સ

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણીની નાની બહેન મમતા અંબાણી લગભગ તેણી જેવી જ લાગે છે. આ બન્ને બહેનોને ભણાવવાનો પહેલેથી જ શોખ છે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે નીતા અંબાણી પણ લગ્ન પહેલાં શીક્ષીકા હતાં અને લગ્ન બાદ પણ તેમણે ટીચીંગ ચાલું રાખ્યું હતું. અને તે બન્નેને એક સાથે કામ કરવું ખુબ પસંદ છે.

નીતા અંબાણીની આ બહેન ભલે બહુ પ્રકાશમાં ન રહેતી હોય પણ તેણી અંબાણી કુટુંબના દરેક ફંક્શનમાં સંપુર્ણ ભાગ લે છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે મમતાં પણ નીતા અંબાણી જેટલા જ ગ્રેસફુલ લાગી રહ્યા છે.

ફોટો સોર્સ

નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, “મારા નાના-નાની અને મારી માસીનો અમારા ત્રણે ભાઈ-બહેનના ઉછેરમાં મોટો ફાળો રહ્યો છે.” આમ મમતા દલાલ અંબાણી કુટુંબનો એક અટૂટ હીસ્સો છે.

ફોટો સોર્સ

મમતા દલાલ વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત જ્વેલરી ડીઝાઈનીંગનો પણ શોખ ધરાવે છે. તેણીએ થોડા સમય પહેલાં મનિષ મલ્હોત્રાના ઇન્ડીયન ટ્રેડીશનલ ફેશનશોમાં રેમ્પ વૉક પણ કર્યું હતું. તેણી સોશિયલ મિડિયાથી પણ દૂર રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ