પર્લલ સાડી પહેરીને કપિલ શર્મા શોની આ અભિનેત્રી મુંબઈના વરસાદી માહોલને માણતા ફોટોઝ કર્યા શેર…

કપિલ શર્માના શોની ભૂરીને તમે આવા અંદાજમાં કદી નહીં જોઈ હોય… મોનસૂન એટમોસફિયરમાં પર્પલ સાડી પહેરીને આપ્યા છે પોઝ… પર્લલ સાડી પહેરીને કપિલ શર્મા શોની આ અભિનેત્રી મુંબઈના વરસાદી માહોલને માણતા ફોટોઝ કર્યા શેર…

સુમોના ચક્રવતી, આ નામ જો અમે આપને કહેશું તો તમને કદાચ વિચાર આવે કે અમે કોના વિશે વાત કરી રહ્યાં છીએ. પરંતુ જો અમે તમને કહીએ કે અમે તો ધ કપિલ શર્મા શોની અભિનેત્રી ભૂરી વિશે વાત કરવાના છીએ તો તમારા મનમાં તરત જ તેનો હસમુખો અને સુંદર ચહેરો ધ્યાનમાં આવી જશે.


મુંબઈના વરસાદી માહોલની વાત આવે તો સામાન્યમાં સામાન્ય લોકો સહિત અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ આ માહોલને માણવા ઘરની બહાર નીકળી જતાં હોય છે. આખો આખો દિવસ અને ક્યારેક તો સતત અઠવાડિયા સુધી પડતા વરસાદી વાતાવરણથી મુંબઈકર ટેવાયેલાં હોય છે. તેમનું કામકાજ પણ વરસતા વરસાદમાં અટકતું નથી. તો ફિલ્મી દુનિયાના સિતારાઓ પણ કેમ થોભી જાય? આ વખતે મુંબઈના વરસાદને માણતી એક અભિનેત્રીના ફોટોઝ સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. તે છે સુમોના ચક્રવતી…

જાંબુડી સાડીમાં સુંદર લાગી રહી છે આ અભિનેત્રી…


કહેવાય છે કે કોઈપણ સ્ત્રી સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હોય છે. તેમાંય ભારતીય નારી તો ખૂબ જ સરસ લાગતી હોય છે. વરસાદમાં ભીંજાયેલ આ અભિનેત્રીએ જાંબુડી રંગનું પ્લેઈન પોતની સાડી સાથે દોરીવાળા બ્લાઉઝમાં રૂપેરી ઘૂઘરીવાળી પેટર્ન મૂકાવેલ છે. ખુલ્લા ભીંજાયેલ વાળ અને હાથમાં મેચિંગ પર્પલ બંગડી પણ પહેરી છે. રસ્તા ઉપર સાડી સંભાળતી તે ચાલતી હોય એ રીતનો પોઝ આપ્યો છે. સુમોના ચક્રવતીને આ રીતે તેના ફેન્સે કદી નથી જોઈ. તે ખૂબ જ મોહક લાગી રહી છે.

કપિલ કરે છે હંમેશાં તેની મજાક…


નવી સીઝનમાં તિતલી યાદવની બહેન અને બચ્ચા યાદવની સાળીનો રોલ કરતી ભૂરીના પાત્રમાં હંમેશા તે મજાક કરતી દેખાય છે. કપિલ તેના મોટા હોઠની તો ક્યારેક તેની મોટી આંખોની મશ્કરી કરે છે પરંતુ તે હંમેશા હસી કાઢે છે અને શોને પોતાના અનોખા અંદાજમાં હસાવે છે. અગાઉ તે ડો. ગુલાટીની દીકરી અને કપુ શર્માની પત્નીનો તો ક્યારેક પડોશણનો રોલ કરતી હતી. તે કપિલ શર્માના શોમાં ઘણા સમયથી છે અને કપિલ સાથે તેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી જામે છે.

સોશિયલ મીડિયામાં થઈ રહી છે પસંદ…


કોમેડી કરી રહેલી આ અભિનેત્રીના આટલા સુંદર ફોટોઝ જોઈને હવે દર્શકોને પણ તેને નવા રોલમાં અને સિરિયલમાં જોવાની જરૂર ઇચ્છા થઈ હશે. બની શકે આગામી કોઈ કાર્યક્રમમાં તે કોઈ નવા સ્વરૂપે જોવા મળે તો નવાઈ નહીં. તેના સોશિયલ ઓફિશિયલ પ્રોફાઈલમાં દુલ્હનના ડ્રેસમાં અને બીજા પણ મોર્ડન આઉટફિટમાં તેણે પોતાના ફોટોઝ મૂક્યા છે, જે તેના ફેન્સને જોવા જરૂર ગમશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ