જાણો બોલીવુડની એવી સુપરહિટ ફિલ્મો જે એક સ્ટારે રીજેક્ટ કરી, અને બીજા એક્ટર બની ગયા સુપરસ્ટાર

બોલીવુડની એવી બ્લોકબસ્ટર ફિલ્મો જે બીજા સ્ટાર્સ માટે બોલીવુડ માં પગ જમાવવા માં મદદગાર સાબિત થઈ, જ્યારે એજ ફિલ્મ બોલીવુડ નાં બીજા મોટા સ્ટાર્સે છોડી દીધી હતી.

આ રહી એવીજ ઘણી ફિલ્મો અને એવા કલાકારો જેમણે આ ફિલ્મો નકારી કાઢી હતી.. કારણ ગમે તે હોય..  તેમાં રહેલા બીજા કલાકારો સાથે કામ ન કરવા માટે.. અથવા તો સ્ક્રિપ્ટ માં વજન ના લાગવા બદલ!

૧. હ્રિતિક રોશન/ સ્વદેશ (૨૦૦૪)

image source

મોહન ભાર્ગવ ના રોલ માટે પહેલા હ્રિતિક રોશન નુ પસંદગીકારો એ નામ લીધુ હતુ પણ હ્રિતિકે સ્ક્રિપ્ટ વાંચી ને આ ફિલ્મ ને નકારી કાઢી હતી. બીજી બાજુ કિંગ ખાન શાહરૂખ ખાન ને આ ફિલ્મ માં પસંદ કરવામાં આવ્યો અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.

image source

૨. શાહરૂખ ખાન/ ૩ ઈડિયટ્સ (૨૦૦૯)

image source

લેટેસ્ટ કોફી વિથ કરણ ની મુલાકાત દરમિયાન શાહરૂખ ખાને જણાવ્યું કે કઇ રીતે એ ચોથો ઈડિયટ સાબિત થયો જેણે આવી બ્લોકબસ્ટર ફિલ્મ નો અસ્વીકાર કર્યો. ૩ ઈડિયટ્સ અત્યાર સુધીની એક સૌથી મોટી ફિલ્મો માં ગણાય છે.

image source

૩. કરિના કપૂર ખાન/ ગોલિયૉ કી રાસલીલા રામલીલા (૨૦૦૩)

image source

એક ઇન્ટરવ્યૂમાં કરિના કપૂરે જણાવ્યું કે, “હું સ્વીકારું છું કે હું મૂર્ખ છું. ઘણી વખત એવુ બન્યું છે કે મૈં ફિલ્મ સ્વીકારી હોય અને પછી લાગે કે આ ખોટી પસંદગી છે. હા, હું રામલીલા કરવાની હતી પણ પછી મારું મન બદલાઈ ગયું.”

image source

૪. અરમાન કોહલી/ દીવાના (૧૯૯૨)

image source

અરમાન કોહલી (યાદ આવે છે?) ફિલ્મ ના પહેલા દિવસ શૂટિંગ શરૂ કરી પછી પાછા જ ના ફર્યા અને SRK ને પહેલી ફિલ્મ મળી, જેની સફળતા નો ઇતિહાસ ગવાહ છે. ભલે આ ફિલ્મ સુપર ડુપર હિટ ના થઇ હોય પણ ચોક્કસ છે કે એણે બોલીવુડ ને એક હીરા ની ભેટ આપી છે.

image source

૫. શાહરૂખ ખાન/ લગાન (૨૦૦૧)

image source

આશુતોષ ગોવારીકરની ફિલ્મ લગાન માટે આમિર ખાન કંઇ વધારે રસમય ના હતા. ગોવારીકરે આ ફિલ્મ માટે પછીથી શાહરૂખ ખાનને પસંદ કર્યા પણ તેમણે પણ રસ ના બતાવતા ગોવારિકર ફરીથી આમિર પાસે ગયા અને આ ફિલ્મ માટે મહા મહેનતે મનાવી લીધા.

image source

૬. કંગના રનૌત/ ધ ડર્ટી પિક્ચર (૨૦૧૧)

image source

એક ઇન્ટરવ્યુ દરમિયાન કંગના એ જણાવ્યું કે, “લોકો હજી મને ગાંડી કહે છે કે મૈં ધ ડર્ટી પિક્ચર સામે તનું વેડ્સ મનુ માટે હા પાડી.” જૉવા જેવી વાત છે કે વિદ્યા બાલનને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

image source

૭. ઐશ્વર્યા રાય બચ્ચન/ રાજા હિન્દુસ્તાની (૧૯૯૬)

image source

પોપ્યુલર શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ માં અદાકારા એ જણાવ્યું કે, “એ સમયે હું મારું ધ્યાન ભણવા પર કેન્દ્રિત કરવા માંગતી હતી માટેજ મૈં આ ફિલ્મ ત્યારે ના સ્વીકારી. પછીથી હું મિસ વર્લ્ડ વિજેતા બની અને ફિલ્મો માં પ્રવેશ કર્યો.”

image source

૮. સલમાન ખાન/ બાઝીગર (૧૯૯૩)

image source

“મૈં બાઝીગર માટે ના પાડી હતી. જ્યારે અબ્બાસ મસ્તાન મારી પાસે આ સ્ક્રિપ્ટ લઈ ને આવ્યા ત્યારે મૈં મારા પપ્પા પાસે ઇનપુટ્સ માંગ્યા. એમણે કહ્યું કે આ નકારાત્મક રોલ છે માટે આમાં મા નો એન્ગલ ઉમેરવો જોઈએ. અબ્બાસ ત્યારે ના માન્યા. જ્યારે મૈં આ ફિલ્મ નકારી કાઢી, તેમણે શાહરૂખ ને આ ફિલ્મ ઓફર કરી અને મા નો એન્ગલ ઉમેર્યો ! પણ મને આ વાત નો જરા પણ ખેદ નથી.”

image source

“જો ત્યારે મૈં આ ફિલ્મ કદાચ સ્વીકારી હોત તો આજે મન્નત બેન્ડસ્ટેન્ડ પર ના હોત,” સલમાને આ વાતની એક ઇન્ટરવ્યુ માં પુષ્ટિ આપી હતી.

image source

૯. અક્ષય કુમાર/ ભાગ મિલ્ખા ભાગ (૨૦૧૩)

image source

એક ઇન્ટરવ્યુ દરમિયાન ચેમ્પિયન અને દોડવીર મિલ્ખા સિંહ એ જણાવ્યું કે, “લાંબા સમય સુધી મને લાગતું કે અક્ષય કુમાર મારી ભૂમિકા માટે સૌથી સચોટ છે. પણ જ્યારે મૈં ફરહાન સાથે વાત કરી, મૈં નક્કી કર્યું કે આ રોલ માટે ફરહાન બેસ્ટ વ્યક્તિ છે. મૈં તેનામાં એ જ નિશ્ચય અને દ્રઢ મનોબળ જોયું જે મારા માં હતું. હવે હું વિશ્વાસ થી કહી શકું કે ફરહાન બેસ્ટ ચોઈસ છે.”

image source

૧૦. શાહરૂખ ખાન/ મુન્ના ભાઈ MBBS (૨૦૦૩)

image source

આ ફિલ્મ પહેલા SRK ને ઓફર થઈ હતી જેણે ગરદન ની ચોટ ના લીધે આ ફિલ્મ ના સ્વીકાર કરી.

image source

{મસ્ત વાત તો એ છે કે સંજુબાબા આ ફિલ્મ માં ઝહિર (જીમ્મી શેરગીલ) નો રોલ કરવાના હતા જે પછી થી અદલ-બદલ કરવામાં આવ્યો.}

૧૧. કરિના કપૂર ખાન/ ક્વીન (૨૦૧૩)

image source

કરિના એક ઇન્ટરવ્યુ માં જણાવે છે કે, “મને અત્યંત આનંદ થાય છે કોઈ બીજા ને તક આપવામાં. હું આશા કરું છું કે એ અદાકારાઓ મોટી કલાકાર બને જે ફિલ્મોનો મૈં અસ્વીકાર કર્યો છે.”

image source

જ્યારે કંગના રનૌત ને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

૧૨. જુહી ચાવલા/ દિલ તો પાગલ હૈ (૧૯૯૭)

image source

જુહી ચાવલા ને આ ફિલ્મ માં કરિશ્મા કપૂર ની ભૂમિકા આપવામાં આવી હતી જો કે માધુરી દીક્ષિત આ ફિલ્મ માં લીડ રોલમાં હોવાના કારણે તેણીએ આ ફિલ્મ નકારી કાઢી હતી.

image source

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં જુહી એ જણાવ્યુ કે, “કરિશ્મા ના સ્ટારડમ માટે હું જવાબદાર છું અને તેને આ વાત ની ખબર પણ નથી.”

૧૩. સૈફ અલી ખાન/ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫)

image source

રાજ મલ્હોત્રા નું આઇકોનિક પાત્ર પહેલા સૈફ અલી ખાન ને ઓફર કરવામાં આવ્યું હતું જેણે નકારતા આ પાત્ર શાહરૂખ ખાન ને આપવામાં આવ્યું અને આજે પણ DDLJ ભારત નાં યુવા દિલો ની ધડકન છે.

image source

૧૪. કાજોલ/ વીર ઝારા (૨૦૦૪)

image source

યશ ચોપરા દિગ્દર્શિત આ ફિલ્મ માં ઝારા નો રોલ શાહરૂખ ખાન સામે કાજોલ ને ઓફર થયો હતો જે કોઈ કારણોસર પછી થી પ્રીતિ ઝિન્ટા ને આપવામાં આવ્યો.

image source

૧૫. હ્રિતિક રોશન/ દિલ ચાહતા હૈ (૨૦૦૧)

image source

ફરહાન અખ્તર ની ઈચ્છા હતી કે આમિર ખાને ભજવેલું પાત્ર હ્રિતિક રોશન ભજવે. પણ કહો ના પ્યાર હૈ ની સફળતા બાદ અને ફિઝા, મિશન કાશ્મીર અને યાદે ની વ્યસ્તતા ને કારણે તેણે આ રોલ જતો કરવો પડ્યો.

image source

૧૬. ટ્વિન્કલ ખન્ના/ કુછ કુછ હોતા હૈ (૧૯૯૮)

image source

કરણ જોહર ની બેસ્ટ ફ્રેન્ડ મિસિસ ફન્ની બોન્સ ટીના (જે ટ્વિન્કલ ખન્ના નું હુલામણું નામ પણ છે), ના પાત્ર માટે ની કરણ ની પહેલી ચોઇસ હતી કુછ કુછ હોતા હૈ બ્લોકબસ્ટર માટે. પણ ટ્વિન્કલ ને આ સ્ક્રિપ્ટ ખાસ દમદાર ના લાગતા તેણીએ આ ઓફરનો પ્રેમ થી અસ્વીકાર્ય કરી દીધો હતો.

image source

૧૭. દિલીપ કુમાર / ઝંઝીર (૧૯૭૩)

image source

દિલીપ કુમાર ને આ હીરો નો રોલ ખૂબજ એક તરફી અને ખાસ દિલચસ્પ ના લાગ્યો હોવાના કારણે આ ફિલ્મ તેમણે ઠુકરાવી દીધી હતી. બસ દિલીપ કુમાર જ નહીં, આ ફિલ્મ ની ઓફર ધર્મેન્દ્ર, દેવ આનંદ અને રાજ કપુર ને પણ આપવામાં આવી હતી જેના પછી અંતે અમિતાભ બચ્ચન ને નક્કી કરવામાં આવ્યા.

image source

૧૮. આમિર ખાન/ ડર (૨૦૦૭)

image source

દંગલ અભિનેતા આમિર ખાને ડર ની નકારાત્મક ભૂમિકા નકારી કાઢ્યાં પછી આ રોલ શાહરૂખ ખાન ને આપવામાં આવ્યો હતો અને કિંગ ખાન ના ફેન્સ ને આ વાત નું જરા પણ દુઃખ નથી!

image source

૧૯. સલમાન ખાન/ ચક દે ઇન્ડિયા (૨૦૦૭)

image source

કોચ કબીર ખાન ના રોલ માટે સલમાન ખાન ડાયરેક્ટર ની પેહલા પસંદગી હતી. જો કે સલમાન ખાને પછી થી જણાવ્યું હતુ કે, “જ્યારે મને આ ફિલ્મ આપવામાં આવી ત્યારે હું પાર્ટનર અને તેવા પ્રકાર ની ફેમિલી ફિલ્મો કરતો હતો અને આ મારા માટે પૂર્ણ નવીનતમ હતું.”

image source

સાથે સાથે વાતચીતમાં તેણે જણાવ્યું કે, “મારા ફેન્સ મને વિગ પહેરીને ઇન્ડિયા ને જીતાડતો જોવા માંગતા હોત, જે ફિલ્મ માં શક્ય ન હતું. એ વખતે આ મારા જોનર ની ફિલ્મ જ ન હતી. આ ખૂબ જ સિરિયસ ભૂમિકા હતી અને હું હંમેશા થી કોમર્શિયલ ફિલ્મો જ કરતો આવ્યો છું અને હજુ પણ કરું છું.”

૨૦.શત્રુઘન સિંહા / શોલે (૧૯૭૫)

image source

શત્રુઘન સિંહાએ જેમ આ ભૂમિકા માટે લાલ ઝંડી બતાવી, એમજ આ પાત્ર બીગ બી ને આપવામાં આવ્યું અને આજ પણ જય ના નામ પર અમિતાભ બચ્ચન જ નજર સામે તરતા આવે. આકસ્મિક રીતે દીવાર ની ભૂમિકા પણ બીગ બી ને શત્રુઘન પછી જ ઓફર કરવામાં આવી હતી.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ