આપણા વડોદરા પાસે જ બન્યું છે આ એડવેન્ચર થીમ પાર્ક, તમારું હૃદય નાચી ઉઠશે…

ગુજરાતમાં બન્યું ભવ્ય વન્ડરલેન્ડ ! અનોખી એડવેન્ચર રાઈડ્સ માટે નહીં જવું પડે ઇમેજિકા

image source

ગુજરાતમાં ઉનાળા દરમિયાન ઠંડક માટે અસંખ્ય વોટર પાર્ક્સ આવેલા છે પણ એડવેન્ચર પાર્ક્સ ઘણા ઓછા આવેલા છે. અને જે આવેલા છે તેમાં પણ ગણીને 8-10 રાઇડ્સ જ આવેલી હોય છે. અને માટે જ વેકેશન પડે નહીં કે એડવેન્ચર પ્રેમી ગુજરાતીઓ મુંબઈના એસેલવર્લ્ડ કે પછી પુનાના ઇમેજિકામાં પોતાનું એક્સાઇટમેન્ટ સંતોષવા પહોંચી જાય છે.

image source

પણ હવે ગુજરાતીઓએ ઉદાસ થવાની કોઈ જ જરૂર નથી. રૂપિયા 125 કરોડના ખર્ચે વડોદરાના આજવા ખાતે ઇમેજીકા અને એસેવર્લ્ડ જેવો જ થીમ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ અમ્યુઝમેન્ટ પાર્કનું ઉદ્ઘાટન 2018ના ડીસેમ્બરમાં થઈ ગયું છે. તેનું લોકાઅર્પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અને તે સિવયા પણ બીજા અગત્યના વીઆઈપી મહેમાનોએ તેમાં હાજરી આપી હતી. તે જાણે ડીઝની લેન્ડની એક નાનકડી પ્રતિકૃતિ જેવો ભાસે છે.

image source

આ અમ્યુઝમેન્ટ પાર્કનું નામ છે AATAPI એટલે કે આજવા અમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા. આ અમ્યુઝમેન્ટને ગુજરાત ટુરીઝમ, વડોદરા મ્યુનિસિપલ તેમજ ક્યુબ એટરટેઇનમેન્ટ દ્વારા સહનિર્મિત કરવામાં આવ્યો છે. આમ તો આપણામાંના ઘણા બધા આજવા નિમેટા જઈ આવ્યા હશે ખાસ કરીને આજવાના સુંદર ગાર્ડનને કારણે. બસ આ જ જગ્યાએ અતાપી વન્ડરલેન્ડ બનાવવામાં આવ્યું છે. જેના માટે કુલ 75 એકરની જમીન ફાળવવામાં આવી છે.

image source

જેમ ડીઝનીલેન્ડમાં ડીઝની કાર્ટુન્સના કેટલાક કેરેક્ટર્સને જીવંત કરવામાં આવે છે તેવી જ રીતે આ પાર્કમાં છોડાભીમનું થીમ રાખવામા આવ્યું છે અને તેમાં છોટાભીમનું નાનકડું ગામ એટલે કે ઢોલકપુરની નાનકડી પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. જ્યાં છોટાભીમના ચરિત્રો જીવંત સ્વરૂપ ધારણ કરે છે.

image source

આ એડવેન્ચર એન્ડ અમ્યુઝમેન્ટ પાર્કમાં ઇમેજીકા તેમજ એસેલ વર્લ્ડ જેવી 40 જેટલી રાઈડ્સ તૈયાર કરવામાં આવી છે. બાળકો તેમજ મોટાઓને ધ્યાનમાં રાખીને આ પાર્કની ડીઝાઈન તેમજ તેમાની રાઇડ્સ બનાવવામં આવી છે. અહીં એક વિશાળ ફુડ કોર્ટ પણ છે જ્યાં તમને લગભગ બધા જ પ્રકારની વાનગીઓ પિરસવામાં આવે છે.

image source

આ અમ્યુઝમેન્ટ પાર્ક મહદઅંશે વડોદરા મ્યુનિસિપાલીટી હેઠળ આવે છે માટે પાર્ક દ્વારા જે પણ કમાણી કરવામાં આવશે તે મ્યુનિસિપાલિટીની દેખરેખ હેઠળ જ રહેશે.

કેવી રીતે પોહંચવું

image source

આજવામાં આવેલો આ એડવેન્ચર પાર્ક વડોદરા સીટીથી 25 કી.મી. તેમજ અમદાવાદથી 135 કી.મી, અને સુરતથી 169 કી.મી. દૂર આવેલો છે. જો તમે બસ દ્વારા જવા માગતા હોવ તો તમે બરોડાના એસ્ટી સ્ટેન્ડથી રીક્ષામં ત્યાં પહોંચી શકો છો. અને કાર દ્વારા જવાના હોવ તો તે ગુજરાતના બધા જ હાઈવે સાથે જોડાયેલો છે.

અતાપી અમ્યુઝમેન્ટ પાર્કના આકર્ષણો

image source

અહીં એક નાનકડું તળાવ બનાવવામાં આવ્યું છે જ્યાં તમે ફેમિલી સાથે બોટીંગ કરી શકો છો. અને બોટીંગની પ્રાઈઝ પણ ખુબ રીઝનેબલ છે. આ ઉપરાંત તમે તમારો ગોલ્ફ રમવાનો શોખ પણ અહીં પુરો કરી શકો છો કારણ કે અહીં એક ગોલ્ફકોર્સ પણ આવેલી છે. જો તમારા બાળકોને ક્રીકેટ, બિલિયર્ડ વિગેરે રમવું હોય તો તેની પણ અહીં સુદંર વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

આ સિવાય સુંદર ફુવારા, પેન્ડુલમ, તગાડા રાઈડ્સ, વોટર ઝોમ્બીંગ, જાયન્ટ સ્વિંગ, ડાયનાસોર્સ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે જેમાં બાળકો તેમજ મોટેરાઓને પણ રોમાંચક અનુભવ થાય છે.

image source

અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક દ્વારા મુલાકાતીઓને 50 જેટલી વિવિધ રાઈડ્સ ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં વિવિધ પ્રકારની રમતો , મલ્ટીમિડિયા શો, ગ્લોબલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે. આ ગાર્ડનને સુંદર મજાની રંગીન લાઇટ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો છે અને તે આ પાર્કના મુખ્ય આકર્ષણોમાંનું એક છે.

image source

આ થીમ પાર્કમાં વોટર લેસર શો, પેન્ડુલમ રેઈન, રોલર કોસ્ટર, ધી લોસ્ટ વર્લ્ડ, ગો કાર્ટીસ્ટ, જાયન્ટ સ્વિંગ, બાઉન્સીંગ મશિન, ગ્લો ગાર્ડન, સ્પિડ વિન્ડમિલ, ઝીપલાઈન, સુપરમેન ઝીપલાઈન, ટર્બ્યુલાઈન, રેપ કોર્સ, રેઈન ડાન્સ, સર્ફિંગ, કીડ્સ ડ્રાઈવીંગ સ્કુલ, રિવર્સ બંજી, સ્પીનીંગ કોસ્ટર, તગાડા, ટ્વીસ્ટ ટાવર, સુમો ફ્લાઇટ, બંપર બોટ, ક્રીકેટ, બબલ સોકર, બટરફ્લાય, હોરર હાઉસ, વોટર ફ્લુમ રાઈડ, ઝોડિયા મેપિંગ, હ્યુમન સ્વિંગ, સ્લીન્જ શોટ, પેરા જંપ, ટ્યુબ જમ્પ પાર્ક, વોટર ઝોર્બીંગ, કીડ્સ ફ્લુમ રાઇડ, કેરોસલ, મિનિ ગોલ્ફ, ફુટ બિલિયર્ડ, અલિબાબા રાઈડ, રોટેટીંગ બબલ, બોલ બાઉન્સિંગ, કીડ્સ સોફ્ટ પ્લે, ફેરિસ વ્હિલ, ટ્રેડીશનલ પ્લે, એડલ્ટ બંપર કાર, કીડ્સ બંપર કાર, હંગરી હૂપ્સ, ફ્લાઇંગ, જગ્ગા એન્ડ માઝ એરિયા પણ છે. આમ આખા દિવસ દરમિયાન બાળકો માટે અઢળક પ્રવૃત્તિઓ છે.

અતાપી અમ્યુઝમેન્ટ પાર્કનું ટાઈમીંગ

આ અમ્યુઝમેન્ટ પાર્ક અઠવાડિયાના છ દિવસ ખુલ્લુ હોય છે. બુધવારે તે બંધ રહે છે. મંગળવાથી શુક્રવાર અમ્યુઝમેન્ટ પાર્કનો સમય સવારના અગિયારથી સાંજના છ વાગ્યાનો રહે છે . જ્યારે શનિવાર અને રવિવારે સવારના 10.30થી 6 વાગ્યાનો રહે છે.

અમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા ઓફર કરવામાં આવતા પેકેજ

image source

અહીં ત્રણ પ્રકારના પેકેજ ગ્રાહકોનો ઓફર કરવામાં આવે છે. કાસ્ટ ક્રાઉન પેકેજ, સિલ્વર ક્રાઉન પેકેજ, ગોલ્ડ ક્રાઉન પેકેજ રાખવામાં આવ્યા છે. ગોલ્ડ પેકેજની પ્રાઇઝ મોટાઓ માટે 900 રૂપિયા આસપાસ છે જ્યારે બાળકોની ટીકીટ 600 રૂપિયા આસપાસ છે તેમાં પણ કેટેગરી પાડવામાં આવી છે જેમાં એ કેટેગરીની ટીકીટમાં પ્રવાસી 14 રાઈડ્સને એન્જોય કરી શકે છે જ્યારે બી કેટેગરીમાં 18 રાઇડ્સને એન્જોય કરી શકે છે.

તેનું સિલ્વર પેકેજ 200 રૂપિયા સુધીનું છે તે ટીકીટમાં પાર્કમાં પ્રવેશ કરનાર કોઈ પણ બે રાઈડને એન્જોય કરી શકે છે.

image source

આ ઉપરાંત એક ફાસ્ટ ટ્રેક પેકેજ પણ છે જેમાં મોટાઓ માટે 1800 રૂપિયા અને બાળકો માટે 1200 રૂપિયા ચૂકવવા પડે છે. તેમાં તમને બધી જ રાઈડ્સ એન્જોય કરવા મળે છે તેમજ વોટર લેસર શો તો ખરો જ આ ઉપરાંત તમારે લાંબી લાઈનોમાં ના ઉભુ રહેવું પડે માટે તમને વીઆઈપી એન્ટ્રી પણ આપવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ