બ્રાન્ડેડ જીન્સ કિંમત ફક્ત 400 રૂપિયા, આપણા સુરતમાં પણ આવેલ છે એક સસ્તું કપડાંનું માર્કેટ…

ભારતના સૌથી સસ્તા આ કાપડ બજારની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ અહીં મળે છે બ્રાન્ડેડ જીન્સ માત્ર 200 રૂપિયામાં અને ટી-શર્ટ પણ મળે છે માત્ર 50 રૂપિયાની અંદર દીલ્લીના આ માર્કેટમાં ડીઝાઈનર મનીષ મલ્હોત્રાની અદલ નકલો સાવજ ઓછા ભાવે મળે છે.

image source

આજે ઘરખર્ચમાં મોટો ભાગ વસ્ત્રો પર ખર્ચવામાં આવે છે. દીવાળીના તહેવારમાં જેટલો ખર્ચો મીઠાઈઓ પાછળ નથી થતો તેટલો ખર્ચો વસ્ત્રો પાછળ થાય છે. વસ્ત્રો દીવસેને દીવસે મોંઘા બનતા જાય છે. તે પછી સ્ત્રીના હોય, પુરુષના હોય કે પછી નાના બાળકોના હોય. જો તમારે એક આખી પેર લેવી હોય તો તે ઓછામાં ઓછા 1000-1500 રૂપિયામાં પડે છે. અને જો તમે પ્રસંગ પ્રમાણે વસ્ત્રો ખરીદો તો તેની કીંમત 5000 ઉપર પણ પહોંચી શકે છે.

image source

દિવાળીને હવે મહિનો પણ નથી રહ્યો માટે ધીમે ધીમે માર્કેટ જોર પકડી રહ્યું છે. વેચનારાઓ મનફાવે તેટલા ભાવમાં વસ્ત્રો વેચશે. પણ ભારતમાં એવા કેટલાક કાપડ બજાર છે જ્યાં તમને સાવ જ નજીવી કીંમતે આખીને આખી જોડી મળી જાય છે. ત્યાં બ્રાન્ડેડ જીન્સ તમને 200 રૂપિયાની અંદર મળી જાય છે તો વળી ટીશર્ટ તો 50 જ રૂપિયામાં મળી જાય છે. તો ચાલો જાણીએ ભારતના આવા સસ્તા કાપડ બજારો વિષે.

દીલ્લીનું ગાંધીનગર કાપડ માર્કેટ

image source

દીલ્લીના આ કાપડ બજારને એશિયાનું સૌથી સસ્તુ કાપડ માર્કેટ ગણવામા આવે છે. જો તમને બ્રાન્ડેડ વસ્ત્રો પહેરવાનો શોખ હોય પણ તમે તેને માટે વધારે રૂપિયા ખર્ચવા ન માગતા હોવ તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી દીલ્લીના આ માર્કેટમાં તમને મળી જશે તમારા જ બજેટમાં બ્રાન્ડેડ વસ્ત્રો. આ માર્કેટમાં તમે સામાન્ય માર્કેટમાં મળતું 1000 રૂપિયા વાળું શર્ટ તમને સાવજ સસ્તામાં એટલે કે 100-150 રૂપિયા વચ્ચે મળી જશે.

image source

આ માર્કેટ દીલ્લીના સુભાષ રોડ પર આવેલું છે. તે દેશનું સૌથી મોટું સસ્તુ કાપડ બજાર છે. જો તમે ઉત્તર ભારત ફરવા જવાના હોવ અને દીલ્લી દર્શન પણ કરવાના હોય તો બે-ત્રણ કલાકનો સમય કાઢીને તમારે આ માર્કેટની મુલાકાત ચોક્કસ કરવી જોઈએ. આમ તો આ માર્કેટમાં જે પણ ખાલી હાથે પ્રવેશ કરે છે તે માર્કેટમાંથી બહાર નીકળતી વખતે ત્રણ-ચાર થેલીઓ ભરીને પાછુ બહાર આવે છે.

image source

આ માર્કેટ એટલું સસ્તું છે કે માત્ર 1000થી 1500 રૂપિયામાં તમે આખા વર્ષના વસ્ત્રો ખરીદી શકો છો. શરૂઆતમાં જ્યારે આ માર્કેટ ખુલ્યું ત્યારે અહીં માત્ર રીટેલરોને જ વસ્ત્રો વેચવામાં આવતા હતા પણ હવે આ માર્કેટ દરેક ગ્રાહક માટે ખુલ્લુ છે. અને માટે જ તમારા વિસ્તારની સામાન્ય વસ્ત્રોની દુકાન કરતાં અહીં મળતા વસ્ત્રોના ભાવમાં જમીન-આકાશનો ફરક હોય છે.

image source

આ માર્કેટમાં સસ્તા વસ્ત્રો અને તેમાં પણ ખાસ કરીને જીન્સ સસ્તુ મળવાનું કારણ એ છે કે દિલ્લીમાં જીન્સ તેમજ ટીશર્ટ તેમજ શર્ટનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીં તમે પાંચથી છ જીન્સ માત્ર એક હજાર રૂપિયાની અંદર મેળવી શકો છો.

image source

એવું નથી કે તમને સસ્તામાં વસ્ત્રો ખરીદો છો તો તમારે ક્વોલીટી સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડે. વસ્ત્રોના ભાવ પ્રમાણે ક્વોલીટી ઘણી સારી હોય છે. અહીં નાનાથી લઈ મોટેરાઓના વસ્ત્રો ઉપલબ્ધ છે અને લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશન અહીં તમને જોવા મળે છે.

image source

દીલ્લીના સરોજીની નગર અને કેરોલબાગનાં સસ્તા કાપડ બજાર

image source

દીલ્લીના ગાંધીનગર કાપડ માર્કેટ ઉપરાંત આ બે વિસ્તારો એટલે કે સરોજીની નગર અને કેરોલબાગ વિસ્તારમાં પણ બે મોટા કાપડ માર્કેટ આવેલા છે. અહીં પણ બ્રાન્ડેડ વસ્ત્રો ખુબજ સસ્તા ભાવે મળે છે. સરોજીની કપડા માર્કેટ ગાંદીનગર કપડા માર્કેટની જેમ દરેક ગ્રાહક માટે ખુલ્લુ છે પણ કેરોલબાગ માર્કેટમાં જો તમારે સસ્તી અને સારી ક્વોલીટીના વસ્ત્રો ખરીદવા હોય તો તેના માટે તમારે અમુક ચોક્કસ ક્વોંટીટીમાં વસ્ત્રો ખરીદવા પડે છે તો જ તમે સસ્તા ભાવનો ફાયદો ઉઠાવી શકો છો.

image source

દીલ્લીનું ચાંદની ચોક માર્કેટ

image source

જુના દીલ્લીનો મશહુર વિસ્તાર ચાંદની ચોકમાં એક કૃષ્ણા માર્કેટ આવેલું છે . આ માર્કેટ સસ્તા વસ્ત્રો માટે ફેમસ છે. આ માર્કેટમા ખાસ કરીને લગ્ન પ્રસંગમાં પહેરાતા વસ્ત્રો વધારે વેચાય છે. અહીં સાડીઓ, સૂટ, ચણિયાચોળી વિગેરે અન્ય રીટેલ માર્કેટની સરખામણીએ 40-50 ટકા ઓછી કીમતે મળે છે.

image source

મનીશ મલ્હોત્રા, રિતુકુમારની સુંદર ચણિયાચોળીની રેપ્લીકાઓ સાવજ સસ્તા દરે મળે છે

image source

દીલ્લીના આ કૃષ્ણા માર્કેટમાં બોલીવૂડના ફેમસ ડીઝાઈનર્સ, મનીષ મલ્હોત્રા, રિતુ કુમાર, તરુણ તાહિલયાની, સવ્યસાચી દ્વારા ડીઝાઈન કરવામા આવેલા ચણિયા ચોળી, સાડીઓ, સૂટ વિગેરેની અદલ નકલ સાવ જ સસ્તા દરે મળી શકે છે. તેની કીંમત 5000થી 50000 સુધીની હોઈ શકે છે. આ એક હોલસેલ માર્કેટ છે અને અહીંથી સમગ્ર દેશના રીટેલ માર્કેટોમાં માલ પહોંચાડવામાં આવે છે. જો કે અહીં આવતા છુટ્ટક ગ્રાહકો પર પણ પુરતુ ધ્યાન આપવામાં આવે છે.

image source

જયપુરનું જ્વેલરી માર્કેટ

image source

રાજસ્થાનના સુંદર શહેર જયપુરમાં પણ દીલ્લીના ચાંદની ચોક જેવું માર્કેટ આવેલું છે. અહીં તમને વસ્ત્રો નહીં પણ વિવિધ જાતની જ્વેલરી સસ્તા દરે મળી રહે છે. આ માર્કેટમાં હંમેશા ભીડ રહે છે. અહીં ડાયમન્ડ, ગેલ્ડ, સિલ્વર જેવી પ્રિશિયસ જ્વેલરી ઉપરાંત સુંદર ઇમિટેશન જ્વેલરી પણ સસ્તા દરે મળી રહે છે આ ઉપરાંત લગ્ન જેવા શુભ પ્રસંગ માટે સાડી, સૂટ તેમજ રિસેપ્શન કે એનિવર્સરી માટે સુંદર ડીઝાઈનવાળા ગાઉન પણ સસ્તા દરે વેચાય છે. જયપુરનું આ બજાર કુંદનની જ્વેલરી માટે પ્રખ્યાત છે. સામાન્ય રીટેલ માર્કેટ કરતાં આ માર્કેટ 40 ટકા સસ્તુ છે.

image source

સુરતનું મિલેનિયમ તેમજ બોમ્બે માર્કેટ

image source

ગુજરાતના સુરતમાંનું આ ટેક્સટાઈલ માર્કેટ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સુરતમાં મોટાભાગે સિંથેટીક મટીરીયલના વસ્ત્રો જેવા કે સાડી, ડ્રેસ મટીરીયલ, કાપડ વગેરે સમગ્ર દેશમાં સપ્લાઈ કરવામાં આવે છે. અહીં રેડીમેડ વસ્ત્રો તેમજ ડ્રેસ મટિરિયલ, આર્ટિફિશિયલ જ્વેલરી વિગેરે પણ 20-25 ટકા સસ્તા દરે મળી રહે છે. સુરતમાં 1000 ઉપરાંત ટેક્સટાઈલ હોલસેલર છે. જો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવતો હોય અને તમારે વધારે પ્રમાણમાં સાડીઓ તેમજ ડ્રેસ મટીરીયલ ખરીદવાના હોવ તો તમારા માટે આ માર્કેટ ઉત્તમ છે.

image source

સુરતમાં દર વર્ષે 9 કરોડથી પણ વધારે સાડીઓનું ઉત્પાદન કરવામાં આવે છે અહીંની સાડીઓ ભારતના અંતરિયાળ પ્રદેશમા વસતી સ્ત્રીઓ પણ પહેરે છે તો વળી વિદેશમાં વસતી ભારતીય સ્ત્રીઓ પણ સુરતની સાડીઓ ખુબ શોખથી પહેરે છે.

image source

મુંબઈનાં સસ્તા કાપડ માર્કેટ

image source

મુંબઈમાં એક નહીં પણ કપડાના અનેક બજાર આવેલા છે જેમાં દક્ષિણ મુંબઈનાં કોલાબા માર્કેટમાં એક-એકથી ચડિયાતી કુર્તિઓ, કોલ્હાપુરી ચપ્પલો, એંટીક જ્વેલરી ઘણા સસ્તા દરે મળે છે. આ ઉપરાંત મુંબઈના સીએસટી સ્ટેશન એટલે છત્રપતિ શિવાજી ટર્મિનસની સાવજ નજીક એક ભવ્ય માર્કેટ આવેલું છે. જેને લોકો ક્રોફર્ડ માર્કેટ તરીકે ઓળખે છે. અહીં તમને રેડીમેડ વસ્ત્રો, ડ્રેસ મટિરિયલ, આર્ટિફિશિયલ જ્વેલરી, આ ઉપરાંત સુંદર એસેસરીઝ જેમ કે સનગ્લાસીસ, ટ્રેન્ડી ફંકી મોબાઈલ એસેસરીઝ, વિગેરે પણ ઘણા સસ્તા દરે મળી જાય છે. મુંબઈ આ માર્કેટની ખાસિયત એ છે કે ત્યાં મળતી દરેક વસ્તુ લેટેસ્ટ ફેશન પ્રમાણેની હોય છે. અને તે તમને ઓછા રૂપિયામાં અત્યંત ફેશનેબલ બનાવે છે.

image source

હવે જ્યારે ક્યારેય તમે ફરવા માટે ઉપર જણાવેલા શહેરોમાં જાઓ તો આ માર્કેટની ચોક્કસ મુલાકાત લો ત્યાં બે-ત્રણ કલાક આંટા મારી તમારી પસંદગીના વસ્ત્રો સાવ જ નજીવી કીંમતે ખરીદો. કોને ખબર તમારા ફરવાનો ખર્ચો તમે આ ખરીદીમાં જ વસૂલી લો. અને આખું વર્ષ મોંઘા વસ્ત્રોની ખરીદીથી બચી જાઓ !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ